Archive

Archive for October, 2006

પાનખરનો-વિજય શાહ

October 30, 2006 vijayshah 2 comments

શીતવન જ્યારે ઘેરે જન મન વન ને  ત્યારે
પર્ણ સૌ પહેલા ખરઁતા, ટહુકો તે પાનખરનો.

પીળુડા પાઁદડાને ઓઢી, લાજ રે કાઢી ઉભી
ધરતી જુઓને સ્વીકારે મલાજો પાનખરનો.

પીયુ હોયે પરદેશ ને ઉઁડો વિરહ હોયે જ્યારે
હૈયુ રડતુ અને ત્યારે વાઁક દેખાતો પાનખરનો.

ઋતુ સદા બદલતી રહે, ન કર દુ:ખ સખી!
ક્યાઁ રહે છે સમય એક સરખો, કો’  પાનખરનો.

ખરતો તારો-કિરીટકુમાર ગો. ભક્ત

October 28, 2006 vijayshah 1 comment

 

 ગ્રહણ-

જ્યારે જગતનો સૌથી આધુનિક,અગ્રિમ અને શ્રીમંત મનાતા દેશનો એક વૈજ્ઞાનિક ભૂલો પડી ગયો.એને લાગતું હતુ કે એને હવે લાગતું હતું કે એને કોઇ બચાવી શકશે નહી. ગુજરાતના ગાઢા જંગલે એનો ભરડો લીધો હતો.અહીં એ ઘણીવાર આવી ચૂકેલો,પરંતુ આ વખતે પોતાના મનાતા જ્ઞાનના અહંકારને લીધે તેણે અહીંનો નકશો લેવાનું ટાળેલું.તે હવે શાંતિથી એક પત્થર પર બેસીને મૃત્યુની રાહ જોતો હતો. Read more…

મા-બાપ

October 27, 2006 vijayshah Leave a comment

નીતિ જેની નિસ્વાર્થ ભરી,આ એવી પરમ પાવન જોડી મા- બાપની.
ચુકવી ના શકાય ૠણ જેનું આ એવી દિવ્ય જોડી મા- બાપની.

પી શકે પ્રેમ થી દુખ દર્દનાં ઘુંટડા, આ એવી અડીખમ જોડી મા-બાપની.
ના શરત હોય કોઇ એનાઉછેરમાં,આ એવી પ્રેમાળ જોડી મા-બાપની.

ભુલ કરે જો સંતાન, બોલે એ સંત-વાણી,આ એવી અણમોલ જોડી મા-બાપની.
જીલ્યા ઘાવ ઘણા,બની ઢાલ સંતાનોની,આ એવી અલૌકીક જોડી મા-બાપની

નમેછે ભગવાન પણ હાથ જોડી, આ એવી પુજનીય જોડી મા-બાપની
મંદીર, મસ્જીદ કે ચર્ચ ની કયાં જરૂરત છે? આ એવી શ્રેષ્ઠ જોડી મા-બાપની.

વિશ્વદીપ બારડ

આ દિવસ પણ જતો રહેવાનો છે.

October 25, 2006 vijayshah Leave a comment

આપેક્ષા કરવી નહીં
આવેશમાં આવવુ નહી.
ખાવો તો ગમ ખાવો
સારુ કર્યાનો મદ ન કરવો
પડી ગયા તો રંજ ન કરવો
અમીરીમાં લીન ન થવુ
ગરીબીમાં દીન ન થવુ
કારણ કે
આ દિવસ પણ જતો રહેવાનો છે.
( સુખનો હશે તો પણ અને દુઃખનો હશે તો પણ)

હોય છે – મરીઝ

October 25, 2006 vijayshah 1 comment

બસ દુર્દશાનો એટલો આભાર હોય છે
જેને મળુ છુ મુજથી સમજદાર હોય છે
ઝંખે કોણ મિલનને જો એની મજા કહુ !
તારો જે દુરદુર થી આવકાર હોય છે
ટોળે વળે છે કોઈની દીવાનગી ઉપર
દુનિયાના લોક કેવા મિલનસાર હોય છે
દાવો અલગ છે પ્રેમ નો દુનિયાની રીતથી
એ ચુપ રહે છે જેને અધિકાર હોય છે

www.gurjardesh.com 

મરીઝ જ્યારે પણ કંઇક લખે છે તે આટલુ ચોટદાર કેવી રીતે હોય છે તે વાત અહીં મર્મ સ્વરુપે છેલ્લા શેરમાં દેખાય છે. Read more…

ભેગા મળી દીપોત્સવી ઉત્સવ ઉજવીએ સરસ-રતીભાઇ ચંદરીયા

October 20, 2006 vijayshah 1 comment

‘ભેગા મળી દીપોત્સવી ઉત્સવ ઉજવીએ સરસ

ઉજાણી કરીએ નવા વરસની સરસ સરસ

ભુતકાળને ભુલી પીરસીએ પ્રેમરસ અરસપરસ

વર્ષ આખું બની જાય સરસ સરસ’

Thanks to Anjana Desai, an unknown reader of Sunday e-Mahefil for sending the following poem which I share with you.

ગુજરાતી સાહિત્ય સરિતાનાં સૌ સભ્યોની શુભકામનાઓ

October 20, 2006 vijayshah 3 comments

દિપાવલી નાં શુભ દિને
એટલી પ્રભુ તમને પ્રાર્થના
કે આવનારા વર્ષમાં
દસે દિશાઓથી શુભ ભાવો
મને,અમને,આપણને સૌને
ઉપલબ્ધ થાવો
જેથી મન તિમિરનાશની સાથે સાથે
સૌ ઉન્નતિનાં માર્ગે ચઢે!
સૌની મનોકામના ફળે!
અને આસુરી શક્તિ ઉપર
પ્રેમનો વિજય થાય.

પ્રભુ તમને કોટી કોટી વંદન.

કહે છે કોણ કે ગુજરાતમાં પાણી નથી? -અંબુભાઇ દેસાઇ “શાંતામ્બુ”

October 17, 2006 vijayshah 1 comment

adesai.jpg

હું એવો ગુજરાતી–ડો. વિનોદ જોશી

October 17, 2006 vijayshah 5 comments

            

હું એવો ગુજરાતી
જેની હું ગુજરાતી એજ વાતથી ગજ ગજ ફુલે છાતી…

અંગે અંગે વહે નર્મદા,શ્વાસોમાં મહીસાગર્,
અરવલ્લીનો પિંડ,પ્રાણમાં ધબકે છે રત્નાકર;
હું સાવજની ત્રાડ, હું જ ગરવી ભાષા લચકાતી… Read more…

અખાની સમકાલીન સમસ્યા – હેમંત ગજરાવાલા

October 16, 2006 vijayshah 1 comment