Archive

Archive for November, 2006

માધવ

November 30, 2006 3 comments

કાળજુ કાઢી ભોંય ધરુ,લઇને કાગા ઉડી જા,

માધવ બેઠા મેડીએ,એ ભાળે એમ ખા.

 રાધાની વેદના તો દુનિયાએ જાણી,પણ માધવની વેદના અજાણી,

આ હૈયાના ગોખમાં સંગરીને રાખી,પણ હોઠ પર કદી નવ આણી,  

રાધાની વેદના તો દુનિયાએ જાણી,પણ માધવની વેદના અજાણી, Read more…

બાળક -ધીરુભાઇ શાહ

November 28, 2006 Leave a comment

બાળક ઝંખતો હતો
વહાલ ભરી માતા માટે,
તેને સાંપડી દિવસે
નોકરી કરતી કે
બજારમાં ભમતી અને
સાંજે વીડિયો જોતી માતા Read more…

મને એક વર્ષ પુરું થયું -મેહુલ શાહ

November 26, 2006 Leave a comment

 

તમે કોઇ દિવસ એમ નથી પૂછ્યું ,
કે તું ક્યાં કામ કરે છે? મજા આવે છે?
બસ મારા ખાવાનાની અને તબિયતની જ તમને ચિંતા રહે છે…
અને મારું ભણવાનું કેમ ચાલે છે?

આજે તમે મને ચાર-પાંચ લાઇનમાં
e mail કરતાં થયા છો, Read more…

હિંસાની પરંપરા- મોહમ્મદઅલી પરમાર

November 22, 2006 1 comment

  

અહિંસા ધર્મ નથી તો પ્રીત પ્રભુથી કરી નથી શકતા

જપી માળા પ્રભુની જીવ હત્યા  કરી  નથી શકતા

તબાહી થી બચાવે આ જગતને તે અહિંસા છે

છતાં નુસ્ખો મહાત્માઓનો જગને  દઇ નથી શકતા

મહાવીરને કે ગૌતમને, મહાત્મા બાપુજીને પણ

અહિંસાને તજી, અંજલી પવિત્ર દઇ નથી શકતા Read more…

STROKE: Remember The 1st Three Letters…

November 21, 2006 Leave a comment

 
My friend sent this to me and encouraged me to post it and spread the word. I agree. If everyone can remember something this simple, we could save some folks. Seriously.. Please read:
STROKE IDENTIFICATION:
During a BBQ, a friend stumbled and took a little fall – she assured everyone that she was fine (they offered to call paramedics) and just tripped over a brick because of her new shoes. They got her cleaned up and got her a new plate of Read more…

હું- રોહિત પંડ્યા

November 20, 2006 4 comments

તમે કહો તો પથ્થર છું
ખરેખર તો ઇશ્વર છું
જો વાંચી શકો તો વાંચો
ભાષાનો આદિમ અક્ષર છું
હું જ સત્યને હું જ સુંદર
ચાર વેંત હું અધ્ધર છું Read more…

હે ઇસ્માઇલ મને આજે રાતે – દિપક ભટ્ટ

November 17, 2006 Leave a comment

 

પૂછો – રમેશ પારેખ.

November 15, 2006 1 comment

પૂછો કે pen માં ય ફરે ઝાંઝવાં, તો હા
પૂછો કે હોય ત્યાં ય હરણ બ્હાવરાં, તો હા

એવું ય ઘર હતું જ્યાં ઊગી’તી લીલોતરી
પૂછો કે એની આજ છે આવી દશા, તો હા Read more…

એ ઘર છે આપણું -’રસિક’ મેઘાણી

November 15, 2006 1 comment

ના  કોઈનો   નિવાસ   છે,  એ ઘર છે  આપણું
ના  કયાંય  પણ  ઉજાસ છે, એ ઘર છે  આપણું

દીવાલે  રંગ  ના  થયો  વષો્રથી  જ્યાંને  આજ
શેવાળનો   લિબાસ   છે,  એ  ઘર  છે  આપણું Read more…

પતિદેવ અને પેટીસ.-કીરીટ ગો. ભક્ત

November 14, 2006 9 comments

પ્રવક્તા-આજે આપણા મહિલામંડળના વાર્ષિક મેળાવડામાં,અત્યાર સુધી હાસ્યથી ભરપુર

         કાર્યક્રમો માણ્યા.હવે થોડીક રોજીંદા જીવનની કામની વાતો જાણીએ.શીખીએ. અને,

         એ માટે આપણા સામાજિક કાર્યકર શ્રીમતી ઇલાબેન ઑફિસથી થાકીને ઘેર આવેલા,

         પતિદેવને કેમ સંભાળવા,અને એના થકી ઘરને કંકાસથી કેમ બચાવવું,એ વિષય પર

         એમના વિચારો રજૂ કરશે.તો,બહેનો થઇ જાઓ તૈયાર,અને આપ સૌના વતી હું આવ-

         કારું છું.શ્રીમતી ઇલાબેનને….

પ્રમુખ- અરે..ઉભા રહો, આ સમયે તો..તો શ્રીમતી શીલાબેનનો કાર્યક્રમ છે.અને એમનો વિષય Read more…