Archive

Archive for December, 2006

નારી જીવનને વંદન-હેમંત ગજરાવાલા

December 30, 2006 vijayshah 1 comment

તારા ઉદરનાં દરિયામાં સંભાળ્યો મને
તારા હ્રદય ના સિંહાસન પર વિરાજ્યો મને
તારા પુનિત અંગે અંગમાં સમાવ્યો મને
અને આ વિશ્વની મહેંક માણવા તજ્યો મને

નિર્દોષ મસ્તીવાળુ શૈષવ આપ્યું હતું મને
શીક્ષણ પામવા બે વેલણ પણ આપ્યાં મને Read more…

જવુ નથી-નિરંજન મઝુમદાર

December 29, 2006 vijayshah 2 comments

જયાં જાય છે  આ કાફલો મારે જવું  નથી,

પાછી લઈ લે નાવ કિનારે જવું નથી.

 

આરામથી  થવા દે સફર જિંદગી મહીં,

આવેછે  મોત  તેડવા જ્યારે જવું નથી.

જીવન બચાવતાં હવે થાક્યો છું, નાખુદા!

મઝધાર ચલ! કિનારે કિનારે જવું નથી. Read more…

Merry Christmas & Happy New year!

December 26, 2006 vijayshah Leave a comment

Merry Christmas & Happy New year! 

from

Gujarati Sahitya Sarita Parivar
Houston TX USA

Rasik Meghani -Co ordinator

Prashant Munshaw _Associate co ordinator

Categories: Uncategorized

વિશ્વશાંતિ-દેવિકા રાહુલ ધ્રુવ

December 24, 2006 vijayshah 2 comments

આતમે ઓઢેલ કાયાનાં વાઘામાં
ઇશ્વરનો અંશ જરા સમજી તુ લે

મનને વરેલા વિચારોનાં પિંછામાં
ઉંચેરી આશા ઉમેરી તુ લે

દિલને વીંટેલા આ માયાનાં વીંટામાં
સાચુકડી પ્રીત જરા વણી તુ લે Read more…

ત્યાં કોઇ ગંદકી ન હતી.- કિરીટકુમાર ગો.ભકત.

December 21, 2006 vijayshah 3 comments

રજાઓમાં અમે આબુ ફરવા ગયેલાં.ત્યાં એક અંગ્રેજ દંપતી મળી ગયેલું. ભાષાની સમસ્યાને હલ કરવા માટે એમણે અમારી સાથે રહેવા વિનંતી કરી,અને મેં હા પાડી દીધી.તેઓ અમારી સાથે જોડાયાં,અંગ્રેજ બાઇને ગંદકી ઘણી ચીડ હતી.તે વાત વાતમાં ‘ડર્ટી’ ‘ડર્ટી’ ની ટેપ વગાડયા કરતી હતી.એટલે,મારી મિત્ર મને ખિજાતી કે શું કરવા કામ આ ચતરીને સાથે લીધી.  ત્યારે મેં એમ કહીને વાતએ ટાળી દીધેલી કે એ આપણા મહેમાન છે અને,અત્યારે એમને આપણી જરુર છે.  Read more…

આવું અજવાળું.-શોભિત દેસાઇ.

December 19, 2006 vijayshah 2 comments

 

આવું અજવાળું ના ઉગે ધણમાં ! કૈક જાદુ હશે રબારણમાં !

આજે તેં આંખ ફેરવી લીધી,કાલે બેઠોતો તારી પાંપણમાં.

સહે…..જ ઉમ્મર વધી હો વર્ષાની,એવું લાગી રહ્યું છે શ્રાવણમાં. 

વૃધ્ધો સામાન્યત: ઊઠી વહેલાં,દીર્ઘ દિવસ જીવે છે ઘડપણમાં.

 રેતી આવી રુપાળી તો ના હોય !ક્યાંક કૂવો છુપાયો છે રણમાં.

હા,લીલો કાચ જેવો મુંઝારો,વેડફી નાખ્યો છે મેં સમજણમાં.

Read more…

લઘુ ગઝલ સંગ્રહ ભાગ-૨ સંકલન- સુમન અજમેરી

December 18, 2006 vijayshah 2 comments

સામ સામે હતા એમ તો આપણે
ખીણ જેવી શરમ ઉભી આડી હતી
                         રતિલાલ ‘અનિલ’

મારી મરજી મુજબના શ્વાસ લઉં
એક પણ એવી ક્યાં જગા આપી?
                          મનોજ ખંડેરિયા

આ દર્દ મૌનમાં જ છવાતું ભલે અહીં
મેં તો કહ્યું હતું મને,ને સાંભળ્યું તમે
                         ડો. રઘુવીર ચૌધરી Read more…

પૂરવનો જાદુગર – દેવિકા રાહુલ ધ્રુવ

December 16, 2006 vijayshah 4 comments

પૂરવનો જાદુગર આવે
છાબ કિરણની વેરે,

હળવે હાથે ધીમુ સ્પર્શે,
પડદા પાંપણના ખોલે.

અંગ મરોડે, કાલની વાતે
આશા નવી કોલાવે, Read more…

Just how small are we, here on Earth? Satish Parikh

December 14, 2006 vijayshah Leave a comment

Now, THIS is really fascinating - I’ve never really given this any thought whatsoever, 

but it’s rather dazzling to see it presented this way.   

Read more…

એવું કશું કશું !! – રસિક મેઘાણી

December 14, 2006 vijayshah Leave a comment

પગરવના તારી વાટમાં હર-એક મુજ વિપળ
યુગ યુગ સુધી પ્રલંબને એવું કશું કશું

તારા વિના આ જિંદગી આકશે ઉડ્ડયન
જાણે કટી પતંગને એવું કશું કશું

સુરજથી પ્રેમ એટલે ઝાકળની જિંદગી
એકાદ પળનો સંગને એવું કશું કશું

જે કાલ આપણી હતી, એવીજ આજે છે
એકજ એ રંગ-ઢંગને એવું કશું કશું

તારો ગમન જે માર્ગે થયો એ હજીય છે
ખુશ્બુથી તર નિશંકને એવું કશું કશું

ચલો મળી સ્મરીએ ‘રસિક’ યાદ આપણી
સુખ દુઃખ તણાં પ્રસંગને એવું કશું કશું

http://bgohil7.wordpress.com/