ભીતરના ખજાના- દેવિકા રાહુલ ધ્રુવ
મનની ભીતરમાં ભર્યા છે ખજાના
સાગર મહીં જેમ મોતીને હીરા
સાચાં કે ખોટા, સારા કે નરસા
કદી ન જાણે કોઇ મનની માળા
ડૂબકી મારી મારી મથે સૌ પલ પલ
જડે તો યે ફક્ત શંખોને છીપલાં
મરજીવા પહોંચે છેક પાતાલ પાણી
સુણે અચાનક કો’ આકાશ વાણી
ગેબી એ વાણી, જાણી અજાણી
લાવી કિનારે ધરે શબ્દોનાં મોતી
રામ કે રહિમ, કૃષ્ણ કે શિવ
પયગમ્બર કે જિસસની એક જ ભાષા
સાચા છે મનનાં સુવિચારોનાં હીરા
ચમકાવે જીવન આ ભીતરના ખજાના
Categories: દેવિકાબેન ધ્રુવ, સભ્યોની રચનાઓ
Wah Devikaben,Tamari shailee khub gami.
Uchh Kakshanu Lakhan Tamaru,
Samjaay je hoy Marjiva tamara Jeva