મને હું મળી.-દેવિકા રાહુલ ધ્રુવ
નીરવ એકલતામાં મને હું મળી;
સઘળા સગપણથી વિખુટી,મને હું મળી.
કાગળ કલમને વરેલી,મને હું મળી;
માયાના મેળામાં ભૂલી પડેલી,મને હું મળી.
ઘડી-કાંટાના જંગલમાં ખોવાયેલી,મને હું મળી;
શબ્દોની વનરાઈમાં વીંટળાયેલી,મને હું મળી.
Categories: દેવિકાબેન ધ્રુવ, સભ્યોની રચનાઓ
ha, ekalta ma j hu male chhe. pan badha aa samazta nathi ane bheed ma khovai jaay chhe