Home > વર્ષા શાહ, સભ્યોની રચનાઓ > મીનાનું સીતાફળ- વર્ષા શાહ(‘સખી’)

મીનાનું સીતાફળ- વર્ષા શાહ(‘સખી’)

sitafal.jpg 

એ છેલ્લી બપોર હતી- વતનની મુલાકાતની
શિયાળાનો મધબપોરનો તડકો-
ઠંડા પવનની લહેરો, તડકાની સોનેરી બાંયો
વરંડાની ઉંચી પાળે ભીંતે અઢેલીને બેઠેલી હું
મીના બે વાડકીઓમાં સીતાફળના અર્ધયુગ્મને લઇ આવી
ચમચીને ખોસી
શાંતિથી એક એક કળી ખાજે, એણે સૂચવ્યું
સામ સામા બેસી એની સાકરને અમે ચૂસી.
બીયાંને વળગેલો માવો-આસ્વાદ એનો
બંધ આંખે માણ્યો
એ કલાકના અંતે
સીસમ જેવાં કાળાં બીયાંનો ઢગલો.
લાલ હીંચકો, મીઠાશનો એ મેળો
નિજાનંદી તડકો
મીનાની માંજરી આંખો
એની તરલતામાં હાસ્ય અને વિદાયની ઉદાસીનું મિશ્રણ
કદીયે નહીં ભૂલું
કદીયે નહીં

  1. March 29, 2007 at 6:01 pm | #1

    એની તરલતામાં હાસ્ય અને વિદાયની ઉદાસીનું મિશ્રણ
    કદીયે નહીં ભૂલું
    કદીયે નહીં

    vah! sundar abhivyakti
    meena ane sitafal e meethashnee anetaralataamaa^ haasya ane udaasinu mishran
    vah saras vaat chhe bahenoma pragaTel snehanee

  1. No trackbacks yet.