બીલ ગેટસને પત્ર. _આર. જોષી રજુ. વકીલખાન e mail courtsey -Mohmad ali Bhaidu (canada)
September 15, 2007
પ્રિય મિત્ર બીલ ગેટસ,
પંજાબથી બંટા સિંઘ તરફથી આ પત્ર છે.
અમે અમારા ઘર માટે એક કોમ્પ્યુટર ખરીદ્યું છે,પરંતુ એમા કેટલીક ક્ષતિઓ છે,તે પ્રતિ આપનું ધ્યાન દોરું છું.
1 ઈંટરનેટ સાથે જોડાણ કર્યા બાદ ,અમે ઈ_મેલ એકાઉંટ ખોલવાનો વિચાર કર્યો.પરંતુ જ્યારે પણ હૉટમેલ પર ફોર્મ ભરતી વખતે પાસવર્ડ ની કૉલમ ભરવાનો પ્રયત્ન કર્યો ત્યારે ફકત ****** દેખાય છે.,પણ બીજી જગ્યાએ અમે જે ટાઇપ કરીએં તે દેખાય છે.
આ વિઘ્ન ખાલી અમને પાસવર્ડ માંજ નડે છે.અમે હાર્ડવેર વિક્રેતા સંતા સિંઘને જ્યારે ફરિયાદ કરી તો એનું કહેવું છે કે આ મામલો કી બૉર્ડનો છે. અમે ઈ_મેલ એકાઉંટ ****** ના પાસવર્ડથી ખોલ્યો છે તો આપને વિનંતી છે કે એ અંગે ઘટતું કરશો.અમને એમાં કશી ગતાગમ પડતી નથીકે પાસવર્ડ શું છે.
2 _ ‘સ્ટાર્ટ’નામનું બટન એમાં છે,પણ ‘સ્ટોપ’નું બટન નથી.એની ચકાસણીની પણ વિનંતી છે.
3 _એમાં એક ‘રન’ નામનું બટન પણ છે.મારા એક મિત્રે ‘રન’બટન દબાવ્યું અને અમૃતસર સુધી દોડ્તો રહ્યો. એ અંગે એક વિનંતી છે કે એ બટન ને ‘સીટ’ બટન માં ફેરવી નાંખવું ,જેથી અમે બેસીને એને કલીક કરી શકીએં.
4 _ અને એક વિનંતી એ પણ છે કે એમાં ‘રી સાયકલ’ છે,પણ મારી પાંસે સ્કૂટર હોવાથી ‘રી સ્કૂટર’ મળી શકે?
5 _ એમાં એક ‘ફાઈંન્ડ’ બટન પણ છે ,પણ તે બરબર કામ કરતું નથી.મારી પત્નિથી બારણાની ચાવી ખોવાઇ ગઇ છે,અમે એ બટન દબાવી ચાવી શોધવાનો ખૂબ પ્રયત્ન કર્યો પણ ,એનો પત્તો ખાતો નથી. શું એમાં કોઇ’બગ’ છે?
6 _મહેરબાની કરી મને જણાવશો કે ,મને કયારે ‘HEART”(પત્તાંની રમત) જીતવા બદલ પૈસા પહોંચાડશો અને તમારા પૈસા લેવા કયારે આવશો?
7 _ મારા બાળકો ‘મઈક્રો સોફટ વર્ડ’ શીખી ગયાં છે,હવે તેઓ ‘માઇક્રોસોફ્ટ સેનટન્સ’ શીખવા માંગે છે. તો એની વ્યવસ્થા તમે કયારે પુરી પાડશો?
8 _ મે કોંપ્યુટર,સીપીયુ,માઊસ અને કીપેડ નાં પેકેજ સાથે ખરીદ્યું છે,પરંતુ કોમ્પ્યુટર પર એકજ વાત લખી છે’My computer ’તો બીજા ઉપકરણોનું શું થયું?
9 _ અને આ પણ કમાલની વાત છે કે વીડૉઝ પર લખ્યું છે કે ‘Mypicture’ પણ ત્યાં મારો એકે ફોટો નથી.તો મારો ફોટો ક્યારે મુકશો?
10 _ એમાં ‘MICROSOFT OFFICE ‘તો છે, પરંતુ’ MICROSOFT HOME,નથી,.અને હું તો પીસી નો ઉપયોગ ઘરમાં કરું છું.
આપનો
બંટાસિંઘ
Entry Filed under: અન્ય બ્લોગમાંથી ગમે, ગમતાનો ગુલાલ. .
6 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed
1.
કાર્તિક મ&hellip | September 15, 2007 at 11:05 pm
અને હા, આ તો બધુ મેં પાયરેટેડ લીધુ છે..
2.
Indravadan Mistry | September 17, 2007 at 7:22 pm
માનનિય બીલ ગેટ ના નામમાં જ દરવાજો છે પણ કોમ્પ્યુટરમાં બધો જ વ્યવહાર વિંડો માંથી જ થાય છે.
અમે નાના હતા ત્યારે સ્કૂલના ક્લાસમાંથી છટકવા અને ચોરીછુપીથી ક્લાસમાં પ્રવેશવા માટે બારીનો ઉપયોગ કરતા હતા. શ્રીમાન બીલ ગેટ પણ આમજ કાંઇક કરતા હોવા જોઇએ, એટલે જ તેમના કોમ્પ્યુટરમાં ડોર નથી, ફક્ત વિંડો જ છે. શું આ નવી સભ્યતા શીખવવાનો પ્રયાસ છે કે પછી પોતના અનુભવોને વિશ્વની સમક્ષ મુકવાની ઘેલછા છે?
3.
pravina Avinash | September 22, 2007 at 1:46 am
સારું છે દરવાજાનું બીલ નથી આવતું. એટલે બારી થી ચલવવું પદશે.
4.
chetu | October 2, 2007 at 4:23 pm
વાચવા ની મજા પડી ગઇ…નએ સાથે હસવા ની પણ..
5.
Jayantibhai Patel | October 9, 2007 at 8:02 am
અરે, મારા એક દોસ્ત પરબતસિંગ એક કોમ્પ્યુટર લઈ આવ્યા હતા એ ચાલુ કરતાં 2000 વિંડો ખુલી ને એ વિચારમાં પડી ગયા કે એટલી બધી વિંડો માટેના પડદાનો ખર્ચ કેટલો બધો આવશે1 ને એમણે એ બંધ કરીને ઢાંકી રાખ્યું છે. કોઈને જોઈતું હોય તો સસ્તામાં મળી જશે.
6.
jagruti | October 10, 2007 at 11:18 am
હાસ્યસભર લેખ… મજા આવી ગઈ.