Archive

Author Archive

નૈતિક મુલ્યો-દિનેશ ઓ.શાહ

August 31, 2009 vijayshah Leave a comment

વીમાન ઉંચે જાય તેમ વૃક્ષો છોડ જેવા લાગે છે
   નૈતિક મુલ્યો ઉંચે જાતા મુસીબતો ગૌણ લાગે છે
 
   વિજળી પેદા થતી જ્યારે ધોધ પડતો  લાગે  છે
   જેમ ઉંચો પાણીનો ધોધ, વધુ વોલ્ટેજ આવે છે
 
   ડુંગરને દુરથી જોતા ઉપર જાવું આસાન લાગે છે
   મોજા સાગરના મોટા દુરથી છાલક સમ લાગે છે
 
   નૈતિક મુલ્યો હતા ઉંચા નરસીંહ મીરા કબીરનાં
   ઝેર પીધાં હસીને એણે ને કરતાલ હજી વાગે છે
 
   વીમાન ખુબ ઉંચે ઉડે તો વાદળ નીચે લાગે છે
   દુખના વાદળ વરસે છતાં એ જીવન કોરું રાખે છે
 
   જીવનમાં આ સંદેશ ન ભુલાય એવો લાગે છે
   નૈતિક મુલ્યો ઉંચા તો જીવનપથ સરળ લાગે છે
 
   દિનેશ ઓ.શાહ, ગેઇન્સવીલ, ફ્લોરીડા,યુ.એસ.એ.

ક્યાંથી વરસે આ વરસાદ ?-દિનેશ ઓ.શાહ

August 14, 2009 vijayshah 2 comments

rain

        વાદળ ના દેખાયે તો’ય ક્યાંથી વરસે આ વરસાદ?

       રુદિયામાં નિરંતર રણકે કોઇની મીઠી યાદ

       જીવનના અજાણ રસ્તે કોનો સુણું આ સાદ? ….ક્યાંથી વરસે આ વરસાદ

 

        છાટાં વાગે વર્ષાના, નીતરે મારી આ કાયા

        અંતર મારું સુકુ રણ, રહ્યુ રદય ભિંજાયા વિના

        જીવનની આ કમનસીબી, કોને કરુ ફરિયાદ?…..ક્યાંથી વરસે આ વરસાદ

 

        વાદળ ગાજે વિજળી ચમકે ચાર દિશા જળ બંબાકાર

        ડુબી ગયા ઘરબ્હાર મારા,રહ્યા ફક્ત સ્મૃતિઓના ભંડાર

        તાજા વાસી ભોજનિયા, મારે મન મંદિર પરસાદ……..ક્યાંથી વરસે આ વરસાદ

 

        શ્રાવણ ભીંજવે કાયા મારી, હૈયું તુજ યાદ ભીંજાય

        મેહુલીઓ તો વરસે મહિનો, હૈયું ભીંજાય બારે માસ

        ધરતી તો થાશે લીલીછમ, મારું હૈયું સદા ઉદાસ…….ક્યાંથી વરસે આ વરસાદ

 

        શ્રાવણના જળબિંદુ ખર્યા કે અશ્રુ તુજ પાંપણ ધાર

        લાગે છે કે છુપાઇ ગઇ તું આભની પેલે પાર

        અદ્રષ્ય થઇ તું વિજળી સમ ફક્ત મુકી ગઇ તુજ યાદ…..ક્યાંથી વરસે આ વરસાદ

News from Dr. D O Shah: A view from Nadiad to Gainesville!

December 8, 2008 vijayshah 6 comments

Dear Friends,
 
I am delighted to share with you the events of the last four months that you will be pleased to read.
 
Two Grants of 3.5 crore rupees each are offered to Shah-Schulman Centre for Surface Science and Nanotechnology at DDU, Nadiad, Gujarat
 
I am pleased to report that after several presentations at Gandhinagar, the Government of Gujarat has approved a grant of Rupees 3.5 crores to purchase the modern instruments for surface science and nanotechnology at Dharmsinh Desai University(DDU). A similar grant was approved by DDU for Faculty, staff and technicians and laboratories. I feel very happy that God has given me this good news in my ‘retirement’ years. I am looking forward to train a few students and younger colleagues here at DDU.
 
My Concert ‘Aambe Aavya Mhor’ on Saturday, January 10, 2009 at Tejpal Auditorium in Mumbai !
 
A concert is planned with my 14 songs at Tejpal Hall near Gowalia Tank, Mumbai on Saturday January 10, 2009 to pay my tribute to two founders of Gokuldas Tejpal Boarding and D M Parekh Hostel where I spent six years of my college education in Mumbai from 1955 to 1961. As the years went by I realized how important was the vision, generosity of these founders for creating these charity hostels for students who otherwise could not afford to stay in Mumbai. I wanted to pay my tribute to these two founders who are gone from this world long time ago. However, they planted the mango trees and I was one of the beneficiaries among the thousands of students who utilized these boardings for their studies in Mumbai. In a sense, we enjoyed the mangoes from the trees planted by these founders. Accordingly, I gave the title to the concert, ‘Aambe Aavya Mhor’. The first song of this concert was published in this blog last year as follows: 
 
http://gujaratisahityasarita.wordpress.com/2007/09/03/ambe-avya-mor/#more-276 Read more…

ભગવદ્ગોમંડલ ઓન-લાઈન : ગુજરાતી ભાષાની સૌથી મોટી ઐતિહાસિક ઘટના

September 25, 2008 vijayshah Leave a comment

Bhagvadgomandal_cover page Bhagvadgomandal_back cover

મોટી ‘જમ્બો’ સાઈઝના નવ-નવ દળદાર ગ્રંથોના ૯૨૭૦ સુવર્ણ પૃષ્ઠોની વચ્ચે આશરે ૨,૮૧,૩૭૭ શબ્દોના ૫,૪૦,૪૫૫ જેટલા અર્થો અને બોનસમાં ૨૮,૧૫૬ જેટલા રૂઢિપ્રયોગો ધરાવતો આ મહાજ્ઞાનકોશ સ્કૅન કરીને ઓન-લાઈન ઉપલબ્ધ કરાયો છે જે કોઈ પણ શબ્દનો અર્થ તમારા ક્મ્પ્યુટરની એક જ ક્લિક્ પર ક્ષણાર્ધમાં શોધી આણે છે. જેમને યુનિકોડમાં ટાઈપ કરતાં ન ફાવે એમના માટે કી-બૉર્ડ પણ હાજર છે.ઈચ્છિત શબ્દને ટાઈપ કરી Exact word અથવા Anywhere in the word અથવા Start with the word આ ત્રણ વિકલ્પમાંથી કોઈ એક પસંદ કરી સર્ચ ક્લિક્ કરવાથી કી-બૉર્ડની નીચે એ શબ્દ લખાયેલો જોવા મળશે. એ શબ્દ પર ક્લિક્ કરવાથી એ શબ્દ જે પાનાં પર હશે એ આખું સ્કૅન કરેલું પાનું ખૂલશે અને તમને સતત આશ્ચર્યમાં રમમાણ રાખે એવા અર્થોની કદી ન જોઈ હોય એવી અને કદી ન વિચારી હોય એવી એક આખી દુનિયા તમારી સમક્ષ ઉઘડવા માંડશે….

તો મિત્રો, રાહ શાની જુઓ છો? કરવા માંડો ક્લિક્ ક્લિક્ ક્લિક્ :

http://bhagavadgomandalonline.com/

“ચાલો ગુજરાત” શેરાક્ષરી વિડિયો

September 24, 2008 vijayshah Leave a comment

“ચાલો ગુજરાત” માં ગુજરાતી સાહિત્ય સરિતાના કાર્યક્રમનો વિસ્તૃત અહેવાલ અહીં જુઓ

[youtube:http://www.youtube.com/watch?v=EE36Op8ZULw]

[youtube:http://www.youtube.com/watch?v=Xcuyx70z-48]

[youtube:http://www.youtube.com/watch?v=t5F3NdzEL_k]

[youtube:http://www.youtube.com/watch?v=NuElOFJ9G4c]

[youtube:http://www.youtube.com/watch?v=qQ8_54PWTm0]

[youtube:http://www.youtube.com/watch?v=2VPZo48a_SE]

[youtube:http://www.youtube.com/watch?v=gPrZABab2pY]

[youtube:http://www.youtube.com/watch?v=M56dWrvucoQ]

[youtube:http://www.youtube.com/watch?v=VmP_Yxcah1U]

ગુજરાતી સાહિત્ય સરિતાની જૂન મહીના ની બેઠક

June 25, 2008 vijayshah 1 comment

Mukund Gandhi
શ્રી મુકુંદ ગાંધી- પૂ. મોટાભાઈનાં પાત્રમાં

Artists Performing Pu. Motabhai
સંગીતકાર મનોજ મહેતા, મુકુંદભાઈ અને વર્ષાબેન શાહ પત્ર વાંચનની ક્ષણોમાં

Artists Performing Pu. Motabhai 2

પ્રવક્તા નાં પાત્રમાં વર્ષાબેન શાહ અને સોહમનાં પાત્રમાં શ્રી રસેશ દલાલ

Audience 1
નાટ્યમાં તલ્લીન શ્રોતાગણ..વિજય શાહ, સતીશ પરીખ, નિખિલ મહેતા,ફતેહ અલી ચતુર્ સરયુબેન પરીખ, દેવિકાબેન ધ્રુવ અને પ્રશાંત મુનશા. પાછળની હરોળમાં રીધ્ધીબેન દેસાઈ, દીપાબેન દલાલ અને તેમના બેન તથા કનક બેન શાહ નાટક માણી રહ્યાં છે

Audience 2

નાટ્યમાં તલ્લીન રમઝાનભાઈ વિરાણી, હેમંતભાઈ ગજરાવાલા, સુરેશ બક્ષી, ઉમાબેન નગરશેઠ, નીરા બેન શાહ્ ગીરિશ ભાઈ પંડ્યા, પંકજભાઈ દેસાઈ, પૂર્ણીમાબેન ગજરાવાલા, રસિક મેઘાણી રાજેશ દેસાઈ, ભાવિક અને શ્રધ્ધા શાહ

ગુજરાતી સાહિત્ય સરિતાની જૂન મહીના ની બેઠક

ગુજરાતી સાહિત્ય સરિતાની જૂન મહીના ની બેઠક તા. ૨૨ જૂન ૨૦૦૮, રવિવારે શ્રી મુકુંદ ગાંધીને ત્યાં બપોરે ૨ વાગે આયોજાઈ. આ બેઠક્નો વિષય હતો “મારા પિતાજી” જે ફાધર ડે ને અનુલક્ષીને હતો. ધારણા હતીકે માતા ઉપર ઘણુ લખાણ છે પણ પિતા ઉપર ઓછુ લખાણ્ હોય છે તેથી આ વિષય થોડો અઘરો થશે પણ તેવુ ન બન્યુ અને ઘણા લખાણો વંચાયા કેલીફોર્નીયાનાં ડો ચંદ્રવદન મિસ્ત્રી થી માંડીને લાભશંકર ઠાકરનાં પુસ્તક “બાપા વિષે” સુધી ની મજલ ફાધર ડે ને જીવંત કરી ગઈ. પ્રવિણાબેન કડકીયા, દેવિકાબેન ધ્રુવ્, હિંમત શાહ, નુરુદ્દિન દરેડિયા, રમઝાન વિરાણી, સતીષ પરીખ, વિજય શાહ અને વર્ષા શાહે પોતાની પિતાજી વિશે કવિતા કહી, ફતેહઅલી ચતુરે વ્યંગાત્મક રીત આજની પેઢીની વાતો તેમની આગવી છ્ટામાં કહી.

આ બેઠક્નું વિશિષ્ટ પાસુ એ હતું કે ગુજરાતી સાહિત્ય સરિતાએ પહેલી વાર સ્વાયત્તતાનો હેતૂ પુર્ણ કર્યો.. સાત વર્ષ પહેલા આ પરિકલ્પના હતી કે સાહિત્ય સરિતા સંપૂર્ણ સ્વાયત્ત બને એટલે કે એવો પ્રોગ્રામ કરે કે જેમાં સંગીત નાટ્ય અને લેખન ત્રણેય કળાઓને વરેલા સભ્યો સર્વે સર્વા હોય્. આવો એક કાર્યક્રમ આજે યોજાયો. સભ્ય વિજય શાહની વેબ પત્રશ્રેણી “પૂ. મૉટાભાઈ” નાટ્ય સ્વરુપે ભજવાઈ તેનું નાટ્ય રુપાંતર અને ભજવનાર હતા શ્રી મુકુંદ ગાંધી, રસેશ દલાલ અને વર્ષા શાહ અને પાર્શ્વ સંગીત આપ્યુ હતુ શ્રી મનોજ મહેતાએ.

“પૂ. મોટાભાઈ” વેબ પત્ર શ્રેણી માતૃભૂમિ છોડીને પરદેશમાં ઠરીઠામ થયેલા આપણા સૌની કહાણી છે. માતાપિતા કુટુંબની છત્ર છાયા છોડીને આપણે આવ્યા. આજે તેઓ ની વૃધ્ધાવસ્થામાં તેઓ દિકરાઓની હૂંફ ઇચ્છે છે ત્યારે દિકરાઓ તેમના સંતાનો ને પણ તેટલીજ આર્તતા થી ચાહે છ તેથી તેઓ ત્યાં જઈ ને રહી નથી શકતા. બે સંસ્કૃતિ, બે પેઢીઓ વચ્ચેનો આ પ્રવાસ, સહવાસ અને સુંદરતાની સાથે જે ખાલીપો બંને પેઢીનાં માબાપો ભોગવે છે તેની શું ફલશ્રુતિ હોઈ શકે તેની વાતો થી આ નાટ્ય પ્રયોગ તેની ભજવણી દરમ્યાન દરેક નાટ્ય વણાંકો પ્રમાણે સભાગૃહનાં સભ્યો ને તન્મય અને એકરુપ કરી શક્યું હતું સૌ શ્રોતા નાટકનાં દરેકે દરેક પત્રોને વધાવતા જતા હતા. દર્દનાં પ્રસંગે અશ્રુધારા પણ જોવા મળતી હતી. શ્રી મુકુંદ અને મંજુબેન ગાંધીનાં ઘરમાં આયોજીત રંગમંચમાં ભારત અને અમેરીકાનાં ધ્વજ જે તે દેશ અને વેશ દર્શાવતા હતા. સવા કલાકનાં આ નાટક દરમ્યાન સભાગૃહનું રંગમંચ પર ભજવાતા નાટક પ્રત્યે માન ઉંચું હતું તે પત્ર પતે અને પડતી તાળીઓનાં ગુંજારવ થી સિધ્ધ થતુ હતુ.

આભાર વીધી કરતી વખતે વિજય શાહે જણાવ્યુ હતું કે આ પ્રયોગ ગુજરાતી સાહિત્ય સરિતાનાં સભ્યોની હુંફ અને માર્ગદર્શન વગર શક્ય ન બન્યુ હોત. આ આખી વાર્તા અને તેનો નાટ્ય પ્રયોગને ગુજરાતી સહિત્ય સરિતાની વેબ સાઈટ http://gujaratisahityasarita.org ઉપર જોવા મળશે.

-ફતેહ અલી ચતુર
ફોટો સૌજન્ય: સતીશ પરીખ

માર્ચ ૨૦૦૮ ની બેઠકનો અહેવાલ- ફતેહઅલી ચતુર-પ્રશાંત મુન્શા

March 20, 2008 vijayshah 3 comments

માર્ચની પહેલી તારીખે યોજાયેલી ગુજરાતી સાહિત્યસરિતાની ૭૨ મી બેઠક નુ આયોજન શાંગ્રિલા આર્ટ ગેલેરીમાં રાખવામાં આવ્યું હતું. ત્યાં ત્રણ પ્રસંગોમાં બે લલિત કળાઓનો અદભુત સંગમ યોજાયો હતો. ભારતમાં જન્મેલા અને અમેરિકામાં વસેલા ચિત્રકારોના ચિત્રોનુ પ્રદર્શન ( કે જેમા આપણા ચિત્રકાર મિત્ર અને સભ્ય વિનોદ પટેલનાં પણ ચિત્રો રજુ થયા હતા) અને હ્યુસ્ટન ની ગુજરાતી સાહિત્ય સરિતાની બેઠક અને કવિઓની કવિતાનો રસાસ્વદ સાથે શેર અન્તાક્ષરી ભાગ-૨ માં ૫૭ જેટલા જાણીતા અને માનવંતા ગઝલકારોનાં શેરોની રમઝટ.

રંગબેરંગી રંગોના સાનિધ્યમા પ્રશાન્તભાઈએ સભાની શરુઆત સહુ મહેમાનો ને આવકારી ને કરી, અને પ્રકાશભાઈ મજમુદારને પ્રાર્થના માટે આવકાર્યા. પ્રકાશભાઈએ કવિ નાનાલાલ ની પ્રાર્થના “અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા” ભાવવાહી સ્વરે ગાઈને સભાનુ મંગળાચરણ કર્યું. સર્વ વક્તા અને શ્રોતાઓએ પણ સુર પુરાવ્યો.

ત્યારબાદ પ્રશાન્તભાઈએ દેવિકાબેનને આવકારી સભાનુ સંચાલન પદ ગ્રહણ કરવા વિનંતી કરી.

દેવિકાબેને કવિઓના નામ ની ચિઠ્ઠી બનાવી હતી અને જે પ્રમાણે નામ નીકળે એ પ્રમાણે કવિ પોતાની કૃતિ રજુ કરે એ પ્રથા રાખી હતી.બેઠક્નો વિષય હતો “નજર”

સૌ પ્રથમ હેમંતભાઈ ગજરાવાલા નો વારો આવ્યો. એમણે યુવાવસ્થાથી એમના જીવનમા મહત્વનો ભાગ ભજવનાર વ્યક્તિ ની નજર . “તારી નજરે યુવા મનને સપના દર્શાવ્યા થી માંડી ને ત્રીજા નેત્ર સુધીની વાત સરસ રીતે કાવ્યમા વણી લીધી. દેવિકાબેને સરસ પંક્તિઓ એ માટે રજુ કરી “મળી મળી ને પડી વિખુટી નજર તમારી મળી શકીના.” આગળ ધપતા દેવિકાબેને મનોજભાઈને કૃતિ રજુ કરવા આમંત્ર્યા. મનોજભાઈએ નજરને કર્તાનુ રુપ આપી લગતા વિશેષણોની વાત કરી.”નજર સારી, નજર ખરાબ, વગેરે ગઝલ રજુ કરી.

“નજર નજર મા ફરક પડે છે,
શોલા મળે ક બરફ મળે છે.”

દેવિકાબેને ગઝલને બિરદાવતા નજરના જુદાજુદા નજારાની વાત કરી. અને ડો વિવેક ટેલર ની કવિતા “ફાંસ”ની એક નજર “ભર બપોરે ભર મેળામા નજરુની વાગી ગઈ ફાંસ.” રજુ કરી ત્યારબાદ પ્રશાન્તભાઈનુ નામ નીકળતા એમણે આપણા બહુ જાણીતા કવિ કરસનદાસ માણેકનુ ખુબ જ જાણીતું કાવ્ય “તે દિન આંસુભીના રે હરિના લોચનિયા મે દીઠા” સંભળાવ્યુ સાથે દુનિયાની વિષમતા ની વાત કરી. આ પછી વિજયભાઈએ એમના ત્રીસ વર્ષના લગ્નજીવન પર લખાયેલું એમનુ કાવ્ય “પેલી સારસ બેલડી સરકે સંગસંગ” સુંદર રીતે રજુ કર્યુ. આ પછી ફતેહઅલીભાઈએ” જીંદગી” પર નાનકડું કાવ્ય

“જિંદગી એક કિતાબ હૈ, આકારમે દિલસી,
પવિત્ર ગીતા, કુરાન, બાઈબલ જૈસી”

રજુ કરી. પ્રકાશભાઈએ શુન્યપાલનપુરી ની ગઝલ “નજર મેળવીશું ને ખોવાઈ જાશુ” ભાવવાહી સ્વરે સહુને સંભળાવી. એનો પ્રત્યુત્તર આપતા દેવિકાબેને નજરુ મેળવવાની વાત પર ” નયનમાં જો કોઈની નજર ના હોત” ની વાત કરી મુરબ્બી ધીરુભાઈ શાહે ગાંધી નિર્વાણ દિન અને યુધ્ધના સૈનિકો પર પોતાની રચના રજુ કરી. સુમનભાઈ અજમેરીએ “પનિહારી” પર નુ ગીત રજુ કરી ગ્રામ્ય જીવનનુ દર્શન કરાવ્યુ અને “જવાની જ્વાળ થઈ જાશે” ગઝલ રજુ કરી. ત્યારબાદ આપણા સહુના જાણીતા વિશાલ મોણપરાએ “તને જોઈ જોઈ તો પણ તુ અજાણી” કાવ્ય ની પંક્તિઓ રજુ કરી.ચીમનભાઈએ

“કરે કથામા વાતો લોકો કારણો વગર
અને બગાડે સમય પોતાનો કારણો વગર”

સંભળાવી સહુને હાસ્ય તરબોળ કર્યા.

જ્યારે રસિક મેઘાણીએ નાના બે શેર અને એક ગઝલ ગાઈને રજુ કરી.

“પલક પલક પાંખડી ના ગુલાબ જેવા નયન તમારા,
છે કાળી કાળી લટોની સાથે વદન ની શોભા નયન તમારા.”

દેવિકાબેને શબ્દારંભે અક્ષર એક” નો નવતર પ્રયોગ રજુ કર્યો અને “ન” અક્ષર પરથી શબ્દ શરુ થાય એમ આખુ કાવ્ય રચ્યું.

“નીલમ નામે નાર નવેલી,
નાજુક નમણી નખશિખ નિરાળી”

નમણાશ થી રજુ કર્યુ. શૈલાબેને “દ્રષ્ટિ” કાવ્ય જે હળવાશ થી શરુ થઈને દ્રષ્ટિ ની ગહનતા પર સહુને લઈ ગયુ એ રજુ કર્યું. છેવટે અશોકભાઈ પટેલે નાના બે મુક્તક રજુ કર્યા.

આ રીતે દેવિકાબેને સભાના કાવ્યમય પ્રથમ દોરની સમયસર પુર્ણાહુતી કરી વિજયભાઈને શેર અન્તાક્ષરી ની બાગડોર સોંપી.આ અન્તાક્ષરીના એક પક્ષમાં દેવિકાબેન્ ધ્રુવ , શૈલાબેન્ મુન્શા રસિક્ભાઈ મેઘાણી અને ચિમનભાઈ પટેલ અને બીજા પક્ષમાં મનોજભાઈ મહેતા, અશોક્ભાઈ પટેલ્, સુરેશભાઈ બક્ષી તથા ગીતાબેન ભટ્ટૅ ભાગ લીધો હતો.

આપ સર્વેને જણાવતા અમને આનાંદ થાય છે કે આ કાર્યક્રમ VIDEO માં અહીં ગુજરાતી સાહિત્ય સરિતાની વેબસાઈટ પર મુકાયો છે. જેનો જીવંત અનુભવ આપ સૌ માણી શકશો.

શ્રી વિનોદ પટેલ ના સુચનથી હાજર રહેલા તમામ કવિ મિત્રોએ ત્યાં દિવાલો પર મુકાયેલ ચિત્રો પર પોતાની બે થી ચાર પંકતિના શીઘ્ર મુક્તકો રજુ કર્યાં જેનો વિગતવાર અહેવાલ આપ અહીં માણો

ફત્તેહ અલીભાઈએ સૌનો અભાર માનીને સભાની પુર્ણાહુતી કરી.

ફત્તેહ અલી-પ્રશાંત મુન્શા

ગુજરાતી ગઝલ અંતાક્ષરીનો વિડિયો અહીં ઊપલબ્ધ છે.

ગુજરાતી સાહિત્ય સરિતા એ ભજવ્યો ગુજરાતી શેર અંતાક્ષરીનો નૂતન કાર્યક્રમ

November 21, 2007 vijayshah 5 comments

<p>આ કાર્યક્રમ સાંભળવા માટે નીચે ક્લીક કરો.<br />
[audio:http://gujaratisahityasarita.org/files/2007/11/sher-antaxari.mp3]</p>
<p>4 નવેમ્બર 2007 નાં રોજ કો ઓર્ડીનેટર શ્રી દિપક ભટ્ટને ત્યાં યોજાયેલ સાહિત્ય સરિતાની નિયમિત માસિક બેઠક્માં કદાચ સમગ્ર વિશ્વમાં પ્રથમ ગુજરાતી શેર અંતાક્ષરીનો નૂતન કાર્યક્રમ યોજાયો.<br />
આ બેઠકનાં સંવાહ્ક ડો.ભગવાનદાસ પટેલ હતા જેમણે બેઠક્નાં વિષય ‘આનંદ અને આભાર’ વિશે માહીતિ આપી અને સભા સંચાલન પ્રાર્થનાથી શરુ કર્યુ..મનોજ મહેતાએ તેમણે લખેલ તાજા ચાર મુક્તકો વાંચી આભાર વિષયને સંભાળ્યો. દેવિકાબેન ધ્રુવ અને સુમન અજમેરી નવતર વિષયો લાવ્યા હતા જેમા મહદ અંશે પ્રભુ તો કેટલો પાંગળો છે એવી માન્યતાને મજબુત કરતુ કાવ્ય સુમનભાઇએ કહ્યુ અને દેવિકાબેને પ્રતિ કાવ્ય સ્વરુપે જવાબ આપ્યો પ્રભુ તુ સર્વવ્યાપ્ત છે તારી અમને જરુર છે. શ્રી ધીરુભાઇ શાહે તેમની કવિતા સરળ ભાષામાં અને વિષય આધારીત રજુ કરી. વૈષ્ણવજન તો તેનેરે કહીયે નો ખુશવંતસીંઘ દ્વારા થયેલ અનુવાદ હ્યુસ્ટનનાં ગાંધી શ્રી અતુલ કોઠારીએ વાંચ્યો.</p>
<p>મુકુંદ ગાંધી એ ડો. દિનેશ શાહની કવિતા વાંચી જે અમેરિકામાં કમાતા દિકરાઓ જે વતનમાં માબાપને જે ભુલી ગયાછે તેમની વ્યથાને વણી. વિજય શાહે શ્રી ઇન્દ્ર શાહ ની કવિતા ‘કાવડ’ વાંચી આજનાં શ્રવણને યાદ કર્યો. ફતેહ અલી ચતુરે તેમની મનોરંજક અદામાં અશોક ચક્રધરની કવિતા સંભળાવી સૌને આનંદીત કર્યા. શ્રી દીલિપ પરીખે અગીયારસ થી નૂતન વર્ષ સુધી દિવાળીનાં દિવસોનુ મહત્વ સમજાવ્યુ અને આધ્યાત્મિક રીતે દિવાળી કેમ ઉજવાય તેના મનોગમ્ય સુચનો કર્યા. ડો ભગવાનદાસે પ્રસંગોચીત આભાર અને આનંદ વિશે તેમનું મનનીય વક્તવ્ય રજુ કર્યુ. દિપક ભટ્ટ ગુજરાતી સાહિત્ય સરિતાનાં ભાવી કાર્યક્રમો અને આયોજન અંગે તેમના અભિપ્રાયો આપ્યા.<br />
બહુ અપેક્ષિત નવો શેર અંતાક્ષરીનો કાર્યક્રમ શરુ કરતા પહેલા આ કાર્યક્રમનુ માળખુ તૈયાર કરનાર શ્રી સુમન અજમેરીનું અભિવાદન થયું.<br />
45 થી વધુ ગુજરાતનાં જાણીતા અને સ્વિકૃત કવિ અને ગઝલકારોનાં લગભગ 81 શેરો 8 સભ્યો સર્વ શ્રી રસિક મેઘાણી, સુરેશ બક્ષી, મનોજ મહેતા, અશોક પટેલ દેવિકાબેન ધ્રુવ, ફતેહઅલિ ચતુર,પ્રવિણા કડકીયા અને શૈલા મુનશા એ રજુ કર્યા. સમગ્ર અંતાક્ષરીનું સુચન શ્રી કીરિટ ભક્ત અને રસેશ દલાલનું હતુ. આ અંતાક્ષરીનું આયોજન અને સંચાલન વિજય શાહે કર્યુ હતુ.<br />
કાર્યક્રમનાં શ્રોતાઓમાં લગભગ દરેક સ્પર્ધકોનાં શેરો ઉપર દાદ મળતી હતી. અને આવા કાર્યક્રમો વધુ કરો કે જેથી ગુજરાતી સાહિત્યની જાણવણી અને લોક્ભોગ્યતા જળવાય તેવુ મંજુલાબેન પટેલનું સુચન આવ્યુ હતુ. આવા કાર્યક્રમો લોકભોગ્ય રીતે મોટા પાયે કરવાનુ અને સ્પર્ધકોને વધુ સાહિત્ય મળે તો આપણો અમર વારસો સચવાય તેવુ પણ કેટલાક મંત્ર મુગ્ધ શ્રોતાઓએ સુચવ્યુ હતુ.</p>
<p>સ્પર્ધકોની રજુઆત અને તેમણે કરેલ કાર્યની મુલવણી માટે ત્રણ જજ ડો ભગવાનદાસ પટેલ, મુકુંદ ગાંધી અને હેમંત ગજરાવાલા હતા. સર્વ શ્રી દેવિકાબેન ધ્રુવ અને મનોજ મહેતાને સારી અને અસરકારક રજુઆત માટે સન્માન્યા હતા અને દરેક સ્પર્ધકોને શ્રોતાઓએ વધાવ્યા હતા. ગુજરાતી સાહિત્યની ઉંચેરી સંસ્કાર મુડીને વિદેશમાં સાચવવા મથતા લગભગ દરેક ગુજરાતીને આ પ્રયોગનો આનંદ હતો અને નવતર પ્રયોગ માટે અભિમાન હતુ. અને આવા કાર્યક્રમોનું સ્તર નાની બેઠકથી વધારી મોટા કાર્યક્રમ સ્તરે લઇ જવા સુચન થયુ હતુ</p>

શેર અંતાક્ષરી

ઢમ ઢમ બાજે ઢોલ નગારા યારો રમવા આવો
શેર ગઝલ સરવાણી મીઠી શબ્દે શબ્દે વહાવો
સુમન અજમેરી

વીખરેલી લટોને ગાલો પર રે’વાદે પવનતુમ રે’વાદે
પાગલ ગુલાબી મોસમમાં વાદળનું વિસર્જન કોણ કરે
સૈફ પાલનપુરી

રમું છું હું રંગીન મોસમની સાથે ક્યારેક રંગીન જોખમની સાથે
સરળતાથી ચાલુ છું મુશ્કેલ પંથે મને એવી આ જીંદગાની ગમે છે
શેખાદમ આબુવાલા

છલોછલ છલકીને અંગો અવર પે વારી દે રંગો
ઉમરનો એ તકાજો છે નિછાવર પ્યાર થઈ જશે
સુમન અજમેરી

છણકો કરીને ઠેક લો તો ચાલમાં ગઝલ
ને ઝાંઝરી ઝણકી ઉઠે તો પાયમાં ગઝલ
યોસેફ મેકવાન

લ્યો પિપળ ફરક્યા પાન હવે તો સોહમ સોહમ
છે પવન તણું ઘમસાણ હવે તો સોહમ સોહમ
ડૉ. રશીદ મીર

મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ
આંગળી જળમાંથી નિકળીને જગ્યા પૂરાઈ ગઈ
ઓજસ પાલનપુરી

ઈશ્વરની મુઠ્ઠીમાંથી જે છટકી ગઈ
એ તો મનુષ્ય નામની મોંઘી જણસ હતી
ભગવતીકુમાર શર્મા

તારી પાસે પહોંચવાની વાત કોરાણે રહી
હું જ મારાથી હજુ કેટલોય દૂર છું
કિસ્મત કુરેશી

છલોછલ ઓસનો આસવ પીધો છે રાતભર એણે
સવારે ઘાસની આંખે દિશાઓ ઝુમવા લાગી
મનોહર ત્રિવેદી

ગુલે ગુલે થઈ ગઈ જવાની જંગ માગે છે
ન’તો જાણ્યો કદી એવો રવાની રંગ માગે છે
સુમન અજમેરી

છાલક છાલક રમેલા તે સમયની વાત છે
રેતના ઘરમાં વસેલા તે સમયની વાત છે
એહમદ ગુ’લ

છે તારી અંદર માણસ છે તું ઢાંક-પછેડો રહેવા દે
એ અજવાળું નહી ફાનસ છે તુ ઢાંક પછોડો રહેવા દે
ડૉ અશરફ ડબ્બાવાલા

છલકે છે એમનું જામ મુકદરની વાત છે
ખાલી છે મારું ઠામ મુકદરની વાત છે
ઝાકિર ઉપલેટવી

દફનાઈ જવાદો ગૌરવથી એ જ્યાં જન્મે છે ત્યાં ને ત્યાં
આંસુને નિસાસાની કાંધે મહોબ્બતનો જનાજો શામાટે
મધુકર રાંદેરિયા

ટુકડો બરફનૉ જેમ હથેળી પર રહે
વાતોમાં તારી સમય ઓગળી ગયો
મનહરલાલ ચોક્સી

યા પ્યારથી એને પંપાળો યા ક્રૂર થઈને ધુત્કારો
આ લોકે રહે કે પરલોકે સાગર તો તમારો કહેવાશે
સાગર કુતિયાનવી

શ્વાસને આરામ મળે છે કબરમાં
જિંદગી બેફામ ચાલી હોય છે
આહમદ મકરાણી

છે નિપુણ આ ઓઢવામા માનવી પરછાઈને
હોઠને હૈયા વચાળે ફાસલો કૈ કૈ સદી
સુમન અજમેરી

દીધો’તો સ્વર્ગમાંથી જાકારો હે પ્રભુ
બીજે ક્યાં જાય નરક ભણી આદમી ગયા
મરીઝ

યુગયુગથી પીએ સરિતા સાગર તો યે પ્યાસો છે
નહીતર મેઘો ઉભરેના કેકારવ છલકાયો છે
દીપક બારડોલીકર

છે ભીડ અંહી એકલતાની ને શહેર છે સન્નટાનું
ને નામ વગરના સ્ટેશનનો સંભાળ લઈને દોડું છું
પ્રફ્ફુલ વોરા

છૂટી લટ ગુલાબી ચહેરો આંખમાં શરમ
પ્રિયે છબીમાંએ તું કેટલી શરમાયા કરે
નઝીર શાયર

રણમાં ફર્યા કરવાનુ પરિણામ જોઈલો
આખર પડી ગયા અમે મૃગજળના પ્યારમાં
ડૉ. અદમ ટંકારવી

મળે છે કોઈ એકાદ પ્રેમીને સાચી લગન દિલની
બધાય ઝેર પીનારા કંઈ શંકર નથી હોતા
અકબરઅલી જસદણવાળા

તને કોણે કીધું કે હું રંક છું નથી રંક રાયનો રાય છું
મને તોળ સત્યને ત્રાજવે કે હું સત્ય લોકનો ન્યાય છું

અમૃત ઘાયલ

છૂટી પડી ગયેલી ક્ષણોમા પડાવ રે
હું પણ કોઈ ઉદાસ હવાઓમાં આળ રે
હેમન્ત ધોરડા

રડી લેશું પડ્યું છે આયખુ નજર સામે
વિગત ના થાય તોફાની પળો હરદમ ઝુલાવી દો
સુમન અજમેરી

દિવસો જુદાઈના જાય છે એ જશે જરૂર મિલન સુધી
મને હાથ ઝાલીને લઈ જશે મુજ શત્રુઓ સજન સુધી
ગની દહીંવાળા

ધર્મના કર્મ જાળમાં મુજને હવે ફસાવના
મુજમાં તું ઓતપ્રોત છે હું તારા શ્વાસ શ્વાસમાં
બદરી કાચવાલા

મોતનું બંધન છતાં કરતો રહ્યો છે માનવી
જિંદગીની માવજત આદમથી શેખાદમ સિધી
શેખાદમ આબુવાલા

ધુમ્મસ ઢળેલ અશ્વ સવારોના શહેરમાં
શું સૂર્યનો દમામ વિકારોના શહેરમાં
અગમ પાલનપુરી

મઘમઘું છું હેમે થઈને ઝામગું છું સૌરભ બની
તું મને સ્પર્શે જો મિતવા આવ એ રીતે સ્પર્શ
ડૉ. પુરુરાજ જોશી

શ્રધ્ધાજ મારી લઈ ગઈ મંઝિલ સુધી મને
રસ્તો ભૂલી ગયો અને દિશા ફરી ગઈ
ગની દહીંવાળા

અંદર જાણે અડ્યા મુળિયાં કેમ આવશે પાન
ભીતર જ્યારે શ્વાસ સકલ છે કેમ ગવાશે ગાન
ડૉ. ચંદ્રકાંત શેઠ

ન ધરા સુધી ન ગગન સુધી નહીં ઉન્નતિ ન પતન સુધી
પણ આપણે તો જવું હતું બસ એકમેકના મન સુધી
ગની દહીંવાળા

ધોમ ધખતા તાપમાં સાગરને ઉકળવુ રહ્યું
જલ ભર્યા ખાબોચિયે સૂરજ ફફડતો હોય પણ
આર જે નિમાવત

નવમા ધોરણની પલ્લવી પંડ્યા
ઘંટ વગ્યો ને પરી થઈ ગઈ

ડો. અદમ ટંકારવી

આકાશી વાદળને નામે વાત તમને કહી દંઉ છું
કાં વરસો કાં વિખરાઓ આમ ગરજો શામાટે

મધુકર રાંદેરિયા

વાયરા વંટોળિયા કાંઈ કેટલા લઈ જાય પણ
ડાળ પરના ફૂલની ફોરમ કદી ખૂટતી નથી
ખામોશ મૌન બલોમી

થઈ ધાડપાડુ ત્રાટકે’સારિકા’ભલે અમાસ
ટહુકા ઉછેરવાનો અમારો સ્વભાવ છે
સાહિલ

છેક પરપોટા સમી છે જીંદગી પણ
નિત ઝરણાની ગણી છલછલ છલકવુ
ગુણવંત ઉપાધ્યાય

વાત દિલમાં છે આપણી છે રસિક
મુખથી નિકળે તો એ પરાઈ છે
રસિક મેઘાણી

છે સમસ્યા ઍટલી માણસ બધા મોંઘા મળે
બાથમાં લીધા પછી શૂળ જેવું છળ છળે
અશોકપુરી ગોસ્વામી

લાખ સૃષ્ટિની સુરાહિ છલક્યા કરે
જિંદગી પીનારની તળિયા વિનાનું જામ છે
શૂન્ય પાલનપુરી

છે દિશાઓ ધુંધળીને મંઝીલો નથી
શ્વાસના બળતા બપોરે ક્યાં લગી જશું
આહમદ મકરાણી

શ્રધ્ધાનો હો વિષયતો પુરાવાની શી જરૂર છે
કુરાનમાં તો ક્યાંય પયગંબરની સહી નથી
જલન માતરી

થઈ ગયો એકજ ચમત્કારે તુ ઈશ્વર
ને મને માનવી થતા બહુ વાર લાગી
જિગર ટંકારવી

ગળેથી જરા નીચે ઉતરીને તોફાની થઈ ગઈ
હતી જામમા સાવ સાદી મદિરા
મરીઝ

રહેશે મને મારી મુસીબતની દશા યાદ
બીજા બધા તો ઠીક આવ્યા ન ખુદા યાદ
મરીઝ

દરિયો હતો હોડી હતી ખારવો હતો
એવે સમે ખુદા તને પડકારવો હતો
અશોકપુરી ગોસ્વામી

તું ઉખાડી ફેંકવાની જીદ ના કર
પહાડ છે એ ખળભળ્યા તો બહુ થયુ
કૃષ્ણ દવે

યાદની દિવાલને હા તોડવી સહેલી નથિ
આંસુઓની રેત પર તારાં ચરણ બાકી રહે
જયન્ત પરમાર

હવે તો હું ય ખુલ્લો થઈ ગયો છું આભના જેવો
હવે તો બાથ ખુલ્લી પ્ર્થ્વીને ભરવાની ઉમર છે
જગદીશ વ્યાસ

છે સકળ એની જ હિલચાલો બધી
મન સમું છે કોણ બીજું મુત્સદી
અશોકપુરી ગોસ્વામી

દિલની વરાળ આંખથી ટપકી’તી જે રસિક
ડૂસકાં ભરી થમી ગઈ પાલવમં છેવટે
રસિક મેઘાણી

ટેવના દરિયા લીલાંછમ ભર્યા છે
તોયે કારણ ના હરણ તરસે મર્યા
શ્યામ સાધુ

યાદના જલતા દીવાઓથી વધ્યું અંધરુ
હું નર્યા મીણનો માણસ છું ઓગળી જઈશ
હરીન્દ્ર દવે

શી ખબર શા હાલ થાશે રાંક શ્રધ્ધાના હવે
તાગવા એને હજારો યાતનાઓ નીકળી
બેજાન બહાદર પરી

લીટી  એકાદ  સાંભળી  ઘાયલ
 હલબલી જાય  આદમી, તે ગઝલ
    અમૃત  ઘાયલ

   લાખ  રસ્તા ખૂલી  ગયા  જ્યારે
   બંધ  થઈ ગયા શ્વાસના  રસ્તા
   મનોજ  ખંડેરિયા

  તિમિરની  મહેક  લઈને  સાંજ  પણ  આવી  ઘરે  મારે
  તમારી   યાદથી   ત્યારે   વ્યથાઓ   ઝુમવા   લાગી
  મનોહર  ત્રિવેદી

   ગેરુ  છોને  ગગન પર  મન અગર  કંચન  રહે
   તો  પુણ્યના  મર્ગ પર  તું  ના કદી  નિર્ધન  રહે
   રસિક  મેઘણી

   હવે  એક  એવી  કબરમા  હું  પોઢું
   ન પૃથ્વી  બિછાવું  ન આકાશ  ઓઢું
   મકરંદ દવે

   ઢબૂક્યા  ઢોલ  ચોરે  અમે ગુલમોર  પીધો
   ખુશીથી  ખોબે  ખોબે અમે ગુલમોર પીધો
    દીપક  બારડોલીકર

   ધૂળનું ઘર, ધૂળના પથ,ધૂળ મિસૃત  ખાનપાન
   ધૂળમાં  રગદોળી  આ   શ્વાસની  સૌ  બાંધણી
   સુમન  અજમેરી

    નથી  હુ  સૂર કે  રોકી  શકો  તમે  મુજને
    હું બૂમ છું, અને કોઈ  કંઠથી પડાઈ જઈશ
    ભગવતીકુમાર  શર્મા

    શિકયત  ભૂલથી  પન  હું  નથી  કરતો  સિતમગરની
    નથી  હું  આપતો  ઉત્તર  કદી  પથ્થરનો   પથ્થરથી
    સૈયદ  રાઝ
    થઈ  જાય  પાંચેય  આંગળીઓ  તૂર્ત  કાગડો
    મૂઠી  તમે એ શહેરમાં  ખોલી  ને શું  કરો
     રમેશ  પરેખ

    રણ  તને  કેવી  મળી  છે પ્રેયસી
    ઉમ્રભરની  જે  તરસ  આપી  ગયા
    રાવજી  પટેલ

   યાદ  છે  તડાક  દઈને  તૂટવાની ક્ષણ મને
   વર્ષો થયા એ  વાત  ક્યાં  સાંધી  શક્યો  છું
    રૂક  રાણા

   છે  સલામત  સ્વપ્ન  કોનું  વિશ્વમાં
   ક્યાં  સિકંદરથી  કશી  છાયા  મળે
  ચંદુ  મહેસાનવી

    લાગણીની  કૂણી ડાળે  ફૂલ  ક્યાંથી  આવશે
    હસ્ત રેખાઓની  વચ્ચે  માત્ર  રણ  બાકી રહે
    જયન્ત  પરમાર
    હજુ  ખનખન  અવાજો  ઓરડે  પોઢ્યા નથી  ત્યાં  તો
    ફરીથી  પહેરતાં  કંકણ  ઘણી  તકલીફ  લાગે  છે
     હર્ષદ   ત્રિવેદી

ગુજરાતી શેર અંતાક્ષરીનો નૂતન કાર્યક્રમ-વિજય શાહ

November 6, 2007 vijayshah 6 comments

ગુજરાતી સાહિત્ય સરિતા એ ભજવ્યો ગુજરાતી શેર અંતાક્ષરીનો નૂતન કાર્યક્રમ

4 નવેમ્બર 2007 નાં રોજ કો ઓર્ડીનેટર શ્રી દિપક ભટ્ટને ત્યાં યોજાયેલ સાહિત્ય સરિતાની નિયમિત માસિક બેઠક્માં કદાચ સમગ્ર વિશ્વમાં પ્રથમ ગુજરાતી શેર અંતાક્ષરીનો નૂતન કાર્યક્રમ યોજાયો.
આ બેઠકનાં સંવાહ્ક ડો.ભગવાનદાસ પટેલ હતા જેમણે બેઠક્નાં વિષય ‘આનંદ અને આભાર’ વિશે માહીતિ આપી અને સભા સંચાલન પ્રાર્થનાથી શરુ કર્યુ..મનોજ મહેતાએ તેમણે લખેલ તાજા ચાર મુક્તકો વાંચી આભાર વિષયને સંભાળ્યો. દેવિકાબેન ધ્રુવ અને સુમન અજમેરી નવતર વિષયો લાવ્યા હતા જેમા મહદ અંશે પ્રભુ તો કેટલો પાંગળો છે એવી માન્યતાને મજબુત કરતુ કાવ્ય સુમનભાઇએ કહ્યુ અને દેવિકાબેને પ્રતિ કાવ્ય સ્વરુપે જવાબ આપ્યો પ્રભુ તુ સર્વવ્યાપ્ત છે તારી અમને જરુર છે. શ્રી ધીરુભાઇ શાહે તેમની કવિતા સરળ ભાષામાં અને વિષય આધારીત રજુ કરી. વૈષ્ણવજન તો તેનેરે કહીયે નો ખુશવંતસીંઘ દ્વારા થયેલ અનુવાદ હ્યુસ્ટનનાં ગાંધી શ્રી અતુલ કોઠારીએ વાંચ્યો. Read more…

આપ સૌને અમારી નવી સાઇટ ઉપર આમંત્રણ

September 18, 2007 vijayshah 2 comments
Categories: Uncategorized