એક સુંદર મુકતક..
તારીખના જ્યાં જ્યાં લખાણો હોય છે
ત્યાં એક તરફા કાં વિધાનો હોય છે?
હો એકનો શૂરવીર, દોષી અન્યનો
શું સત્યના પણ બે પ્રકારો હોય છે?
હિમાંશુ ભટ્ટ (c) ૨૦૦૯
કવિનું આ સુંદર મુકત વાંચતા લાગે કે સત્યના બે પ્રકારો હોય શકે ખરા? ત્યાં કવિએ પ્રશ્નાર્થ મુકી દીધો છે.ને વાંચકો પર છોડી દીધું છે. પણ ઈતિહાસ, ભુતકાળમાં નજર નાંખો..તો જે હિટલરને જગતના ઘણાં વ્યક્તિ નફરતથી જુએ! પણ બીજા દ્ર્ષ્ટિઅકોણથી જુઓ તો જર્મન દેશમાં એમને પ્રત્યે કુણી લાગણી જોવા મળે! એજ રીતે આપણાં પુરાણ પુસ્તક”રામાયણ”માં રાવણનું પાત્ર ને દરેક વ્યક્તિ જુદી, જુદી દ્રષ્ટિથી જુએ છે..પણ સત્યને કઈ નજરથી નિહાળો એની પર આધાર છે..સત્યતો સત્ય છે..પણ એને સમજવું, જાણવું લોખંડના ચણા ચાવવા સમાન છે..
-વિશ્વદીપ

વાંચકોના પ્રતિભાવ