Archive

Archive for the ‘ગમતાનો ગુલાલ’ Category

નૈતિક મુલ્યો-દિનેશ ઓ.શાહ

August 31, 2009 vijayshah Leave a comment

વીમાન ઉંચે જાય તેમ વૃક્ષો છોડ જેવા લાગે છે
   નૈતિક મુલ્યો ઉંચે જાતા મુસીબતો ગૌણ લાગે છે
 
   વિજળી પેદા થતી જ્યારે ધોધ પડતો  લાગે  છે
   જેમ ઉંચો પાણીનો ધોધ, વધુ વોલ્ટેજ આવે છે
 
   ડુંગરને દુરથી જોતા ઉપર જાવું આસાન લાગે છે
   મોજા સાગરના મોટા દુરથી છાલક સમ લાગે છે
 
   નૈતિક મુલ્યો હતા ઉંચા નરસીંહ મીરા કબીરનાં
   ઝેર પીધાં હસીને એણે ને કરતાલ હજી વાગે છે
 
   વીમાન ખુબ ઉંચે ઉડે તો વાદળ નીચે લાગે છે
   દુખના વાદળ વરસે છતાં એ જીવન કોરું રાખે છે
 
   જીવનમાં આ સંદેશ ન ભુલાય એવો લાગે છે
   નૈતિક મુલ્યો ઉંચા તો જીવનપથ સરળ લાગે છે
 
   દિનેશ ઓ.શાહ, ગેઇન્સવીલ, ફ્લોરીડા,યુ.એસ.એ.

ભગવદ્ગોમંડલ ઓન-લાઈન : ગુજરાતી ભાષાની સૌથી મોટી ઐતિહાસિક ઘટના

September 25, 2008 vijayshah Leave a comment

Bhagvadgomandal_cover page Bhagvadgomandal_back cover

મોટી ‘જમ્બો’ સાઈઝના નવ-નવ દળદાર ગ્રંથોના ૯૨૭૦ સુવર્ણ પૃષ્ઠોની વચ્ચે આશરે ૨,૮૧,૩૭૭ શબ્દોના ૫,૪૦,૪૫૫ જેટલા અર્થો અને બોનસમાં ૨૮,૧૫૬ જેટલા રૂઢિપ્રયોગો ધરાવતો આ મહાજ્ઞાનકોશ સ્કૅન કરીને ઓન-લાઈન ઉપલબ્ધ કરાયો છે જે કોઈ પણ શબ્દનો અર્થ તમારા ક્મ્પ્યુટરની એક જ ક્લિક્ પર ક્ષણાર્ધમાં શોધી આણે છે. જેમને યુનિકોડમાં ટાઈપ કરતાં ન ફાવે એમના માટે કી-બૉર્ડ પણ હાજર છે.ઈચ્છિત શબ્દને ટાઈપ કરી Exact word અથવા Anywhere in the word અથવા Start with the word આ ત્રણ વિકલ્પમાંથી કોઈ એક પસંદ કરી સર્ચ ક્લિક્ કરવાથી કી-બૉર્ડની નીચે એ શબ્દ લખાયેલો જોવા મળશે. એ શબ્દ પર ક્લિક્ કરવાથી એ શબ્દ જે પાનાં પર હશે એ આખું સ્કૅન કરેલું પાનું ખૂલશે અને તમને સતત આશ્ચર્યમાં રમમાણ રાખે એવા અર્થોની કદી ન જોઈ હોય એવી અને કદી ન વિચારી હોય એવી એક આખી દુનિયા તમારી સમક્ષ ઉઘડવા માંડશે….

તો મિત્રો, રાહ શાની જુઓ છો? કરવા માંડો ક્લિક્ ક્લિક્ ક્લિક્ :

http://bhagavadgomandalonline.com/

બીલ ગેટસને પત્ર. _આર. જોષી રજુ. વકીલખાન e mail courtsey -Mohmad ali Bhaidu (canada)

September 15, 2007 vijayshah 6 comments

પ્રિય મિત્ર બીલ ગેટસ,

   પંજાબથી બંટા સિંઘ તરફથી આ પત્ર છે.

અમે અમારા ઘર માટે એક કોમ્પ્યુટર ખરીદ્યું છે,પરંતુ એમા કેટલીક ક્ષતિઓ છે,તે પ્રતિ આપનું ધ્યાન દોરું છું.

1 ઈંટરનેટ સાથે જોડાણ કર્યા બાદ ,અમે ઈ_મેલ એકાઉંટ ખોલવાનો વિચાર કર્યો.પરંતુ જ્યારે પણ હૉટમેલ પર  ફોર્મ ભરતી વખતે પાસવર્ડ ની કૉલમ ભરવાનો પ્રયત્ન કર્યો ત્યારે ફકત ****** દેખાય છે.,પણ બીજી જગ્યાએ અમે જે ટાઇપ કરીએં તે દેખાય છે. Read more…

સ્વાધીનોનું ગીત – ઝીણાભાઇ દેસાઇ, ‘સ્નેહરશ્મિ’

August 15, 2007 vijayshah 2 comments

સ્વાધીન અજય છે ભોમ અમારી,

મુક્ત અજય અમ સરિતાતીર;

ગિરિગહવર ને ખીણ-કોતરો,

મુક્ત સદા અમ સાગર-નીર!

સ્વાધીન! અમે સ્વાધીન! સદા સ્વાધીન!

અમે સૌ ઉન્નત-શિર;

મુક્ત અભય છે ભોમ અમારી,

મુક્ત અભય અમ વહે સમીર. Read more…

સાથિયા જેવો -”ફક્ત” તરુણ

July 31, 2007 vijayshah Leave a comment

ના ચાડીયા જેવો ના પાળિયા જેવો:
ક્ષિતિજ પાર ના ગામડીયા જેવો.

પ્રેમનો રંગ ભગવો કે સિંદુરી!
રાધા ને મીરાંના શામળીયા જેવો.

એને કહેવાય લાજવાબ પત્ર-
સાવ કોર કોર કગળિયા જેવો.

સૂરજ મેળવે સમય પાસેથી
રોકડો એક દિવસ દાડિયા જેવો.

ૐ શ્રીસવા, શ્રીલાભ, શ્રીશુભ જેવી તું-
ને તારા ઘરનો રસ્તો સાથિયા જેવો.

કવિનાં કાવ્ય સંગ્રહ ‘મારા હ્રદય નો અનુવાદ’ માંથી
સંકલન: કીરીટ ગો. ભક્ત

Human Nature- Email coutsey Dr Mayur J Kapadia

April 20, 2007 vijayshah Leave a comment

human-nature.gif

ક્યારેક આવું કરે; ક્યારેક તેવુ કરે
નહિ જાણુ; માણસ કેવું કરે -સુરેશ દલાલ્

જેટલો મોટેલનો વિસ્તાર છે- અદમ ટંકારવી

March 28, 2007 vijayshah 4 comments

adam-tan-karavi.JPG

જેટલો મોટેલનો વિસ્તાર છે
એટલો આપણો સંસાર છે

આ અમેરિકાનો જય જયકાર છે
એની થુલી પણ હવે કંસાર છે

આપણો તાળો નથી મળતો પટેલ
એક પટલાણી ને સપના ચાર છે Read more…

કેટલી જલદી -ચન્દ્રેશ ઠાકોર

March 13, 2007 vijayshah Leave a comment

map0000.jpg

Water Bridge- email courtsey Satish Parikh

February 28, 2007 vijayshah Leave a comment

water-bridge.JPG 

Water Bridge in Germany …. What a feat! Six years,500 million euros,918 meters long…….

now this is engineering!

This is a channel-bridge over the River Elbe and joins the former East and West Germany,
as part of the unification project. It is located in the city of Magdeburg , near Berlin . The photo was taken on the day of inauguration.

To those who appreciate engineering projects…..  

એકવીસમી સદીનું અદભુત માનવ સર્જન નદીનાં પાણી ની ઉપર અન્ય પાણીની નહેર…અને વાહન વ્યવહાર.

નર્મદની શૌર્ય કવિતા-ડો ઇન્દ્રવદન દવે

February 24, 2007 vijayshah 2 comments

poet_narmad.jpg

(ડો ઇન્દ્રવદન દવેનાં વિવેચન-લેખ સંગ્રહ ‘ઉપાસના” માંથી તારવેલુ)

નર્મદ એટલે જીવનભરનો જોધ્ધો. એને શાંત,શાણું, ઠાવકું અને ચીલામાં ઘસડાતુ જીવન પસંદ જ નહિ. એની અહર્નીશ ઝંખના જ અસત્ય સામે , અજ્ઞાન સામે, અપમાનો સામે, સીતમો સામે, ગુલામીનાં બંધનો સામે, રુઢીનાં કિલ્લા સામે યુધ્ધ કરવાની, હારવુ પણ થાકવુ નહિ! પડી પડીને પાછા ઉઠવુ પણ દુશ્મન દફનાવાય નહિ, ત્યાં સુધી યુધ્ધમાંથી કદી પાછા હઠી જવુ નહિ એ એનો જીવન મંત્ર. Read more…