Archive

Archive for the ‘ચિંતન લેખ’ Category

માતૃભાષાનું દેવુ (5) વિજય શાહ

August 2, 2007 vijayshah 9 comments

ગુજરાતી ભાષાને નબળી માનીને ચાલનારા સૌને તેમના અજ્ઞાન ઉપર શરમ આવવી જોઇએ. તેવુ મંતવ્ય ધરાવતા નર્મદે જ્યારે નર્મદકોશ  તૈયાર કર્યો ત્યારે સંસ્કૃત માતાની કોઇ પણ ભાષા નબળી ન હોય તે સિધ્ધ કરવા તે વર્ષો સુધી ઝઝુમ્યા. અંગ્રેજીકાળમાં તેમને જરુરી ક્લાર્ક જમાતને તૈયાર કરતા તેઓ એ જે ભાષા તેઓ સમજી શકે તે ભાષા કરતા બીજી દરેક ભાષા ઉતરતીનું જે વિષ પીવડાવ્યુ હતુ તેની માઠી અસરો હજી ઉતરી નથી. જે બ્રીટીશ કંપની દેશને 200 વરસ ચુસીને ગઇ છતા તેમના હજી કેટલાક અનુયાયીઓ માનવા નથી માંગતા કે તેમનામાં અને આપણી ભાષામાં ઘણો ફેર છે.

ચાલો મુળભુત વાતો પહેલા કરીયે

અંગ્રેજી માં સ્વર કેટલા અને વ્યંજનો કેટલા? અને ગુજરાતીમાં સ્વર કેટલા અને વ્યંજનો કેટલા? Read more…

ગુજરાતી ભાષાનું દેવુ (4)

June 17, 2007 vijayshah 9 comments

માતૃભાષાનું દેવુ (4) વિજય શાહ

શુભ ચિંતક મિત્ર અને માતૃભાષાનાં રખેવાળ જેવા વાચક મિત્ર શ્રી મહેન્દ્ર પંચાલે ચીંધેલ દરેક ક્ષતિઓ ને સુધારી માતૃભાષાનું દેવુ (2) ફરી મુક્યો છે. તેમનો આભાર કે તેમણે તે ક્ષતિઓ તરફ ધ્યાન દોર્યુ.

તેમનો એક વધુ પ્રશ્ન હતો અને તે એક હ્ર્સ્વ ઉ અને દીર્ઘ ઇ નાં ઉપયોગ વિષે મારા વિચારો શું છે તે વિષયે આ શ્રેણીમાં ઉલ્લેખ કરવો.

મને આ એક પ્રકારની મમત લાગે છે. હું આ વિષય ઉપર જે વિધ્વાનો નાં મત છે તેની સાથે ન હોવાની મારી વાતને બહુ મહત્વ નથી આપતો કારણ કે દરેક્ને પોતાનો મત હોઇ શકે અને તે સાચો છે તેવો ભ્રમ તેઓને સેવવો હોય તો તેઓ તે ભલે સેવે. તે મમત સગવડીયા છે તેવુ તો હું જરુર માનીશ. બાળકોને સગવડ મળે તે હેતુ થી જોડણીમાં ધરખમ ફેર પાડવા તે મિત્રો “પિતા” અને “પીતા” કે “દિન” અને “દીન” કે “પતિ” અને “પતી” વચ્ચે જે ભાષાકીય ભીન્નતા છે તેને ભુલી જઇ ભુલકાની યાદ શક્તિ ઉપર જોર ન પડે… અને તેમ કરતા વડીલો તરીકે અમારે પણ ફરી ગુજરાતી ન શીખવુ પડે તેવી સગવડીયા વૃત્તિથી તેનો પ્રચાર કરે છે અને હવે એવો પણ પ્રયત્ન છે કે અનુસ્વારની પણ શું જરુર છે… Read more…

માતૃભાષાનું દેવુ (3)-જય ભટ્ટ્

June 13, 2007 vijayshah Leave a comment

માતૃભાષની સ્થિતિ સારી નથી- સુમન શાહ-2

માતૃભાષાની સ્થિતિ સારી નથી-સુમન શાહ-1

જે લેખે મને આ શ્રેણી લખવા પ્રેર્યો તે લેખ મુ કિશોર દેસાઇનાં આશિર્વચન અને સંમતિ થી અત્રે મુકું છું
સાથે સાથે શ્રી જય ભટ્ટનાં વિચારો અમેરિકામાં જે ગુજરાતીનું અમેરિકન સ્વરુપ્ જોઇ દેખાયા છે તે અહીં મુકું છું.

એ ક્દાચ સાચું હોઈ શકે કે અહીં મોટાં થતાં બાળકો ને ગુજરાતી ભાષા માટે આપણને જેટલો લગાવ છે તેટલો એમને ક્દાચ ન હોય,અને તેઓ ધીમે ધીમે ગુજરાતી ક્દાચ ભુલી પણ જાય. આ વસ્તુ મેઁ પ્રત્યક્ષ જોઈ છે. પણ સાથે સાથે નવાં ગુજરાતીઓ પણ દર વર્ષે અહીં આવી રહ્યા છે. ગુજરાત અને મુંબઈમાં ગુજરાતી શાળાઓ બંધ થવા માંડી છે. અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો આગ્રહ, માતા-પિતા પણ ફટાફટ બોલતાં અંગ્રેજી બાળકોને જોઈ ગર્વ અનુભવે. ઘણી વખત માતા-પિતા બાળકોને કહેતાં થાકે કારણકે બધાં જ અંગ્રેજીમાં બોલતાં બાળકો વચ્ચે પોતે કદાચ જૂનવાણી લાગે એ બીકે. ઝી ગુજરાતી પર ‘પાર્થિવ ગોહિલ’ સંચાલિત ‘સા રે ગ મ’ કાર્યક્રમ આવતો તે પણ હવે બંધ થઈ ગયો છે. હિંદી ‘સા રે ગ મ’ બધાં પૂરજોષથી નિહાળે છે. અહીં અમેરિકાના પૂર્વના રાજ્યોમાં તુષાર શુક્લ સંચાલિત ‘મહેફિલ’ પ્રોગ્રામ આવે છે ત્યારે જ હિંદીમાં ‘સા રે ગ મ’ આવે છે. આપણાં ગુજરાતીઓમાંથી કેટલાં સા રે ગ મ છોડીને ‘મહેફિલ’નો રસ પીશે? ‘અંગેજી’, ‘હિંદી’ કે ‘ગુજરાતી’ ભાષા વચ્ચેનો આ વિવાદ નથી. માત્ર મારૂં કહેવું એટલું જ છે કે ગુજરાતી ભાષાનું સહ-અસ્તિત્વ હોવું બહુ જ જરૂરી છે. ગુજરાતી સાહિત્ય રૂપાંતર સ્વરૂપે બીજી ભાષાઓમાં પણ આવે એ અત્યંત જરૂરી છે.
દરેક ભાષા એ દેશની સંસ્કૃતિને જીવાડે છે.
ગુજરાતની શાળાઓમાં શિક્ષકો એ સહિયારાં બ્લોગ બનાવવાનું વિધાર્થિઓને પ્રોત્સાહન આપવું જરૂરી છે. ચર્ચાત્મક બ્લોગ્સ ગુજરાતી ઉપરાંત સર્જનાત્મક વિચારોને બહાર લાવશે. અંગ્રેજી માધ્યમ ની શાળાઓમાં એક ગુજરાતી વિષય રાખવો. અહીં અમેરિકામાં આવ્યા પછી ગુજરાતી ભાષા પ્રત્યેનું મારું ખેંચાણ વધ્યું. ગુજરાતી પુસ્તકો પણ્ અહીં વાંચવા મળ્યાં. ગુજરાત રાજ્યની પોતાની જ ઘણી ગુજરાતી વેબ સાઈટ્સ દેખાવા માંડી છે. મારાં વ્યક્તિગત રસ ને લીધે આ વિષય પર સમય મળ્યે મારી શોધ ખોળ ચાલુ છે. બધાં ગુજરાતી સામયિકો કે સમાચારપત્રો ગુજરાતી સર્ચ એઁજિનોમાં ‘Index’ક્યાર થી થશે? આ શક્ય થશે ત્યારે ગુજરાતી ભાષા વધુ વ્યાપક બનશે. ગુજરાતી ભાષાના પ્રેમીઓ પોતાનો ‘પ્રેમ’ વધુ ઉત્ક્ટ બનાવી આ દિશામાં આગળ વધી સંપાદકોને જાણકાર બનાવે.

ગુજરાતી સારસ્વત પરિચય પર ‘વેબ પર જાણો અને માણો’ http://sureshbjani.wordpress.com/web_info/ નો વિભાગ પૂ. સુરેશદાદા અને પૂ. જુગલકાકામાંથી પ્રેરણા લઈ શરૂ કર્યો. આ વિભાગમાં ગુજરાતી ભાષામાં પ્રકાશિત થતી માહીતિ કે ગુજરાતી ભાષાને લગતી માહીતિ આપવનો યથાયોગ્ય પ્રયત્ન કર્યો છે. ગુજરાતી ભાષાને જીવતદાન આપવા માટે સંયુક્ત પ્રયત્ન કરવાનો સમય આવી ગયો છે. ભાષાનું ભાવિ ઘણું જ ધૂંધળું લાગે છે. આપણે બધાં જ સાથે મળીને પ્રયત્ન કરીશું તો જરૂર સફળ થઈશું જ.

જરૂર છે સહકાર, સમન્વય, હકારાત્મક અભિગમ, ત્યાગ (આપણાં વ્યક્તિગત સમયમાંથી થોડો સમય કાઢી )

જય ભટ્ટ સારા લેખક અને સંશોધન કર્તા છે જેઓ ગુજરાતીને જીવંત રાખવાનાં આ પ્રયાસોનો એક ભાગ છે તે જ્યારે તેમની વેબ સાઇટ www.bansinaad.wordpress.com જોશો ત્યારે સમજાશે… જયભાઇની જેમ દરેક ગુજરાતી ભાષાનાં ચાહક અને ચિંતક્ને આ મંચ ઉપર આમંત્રણ છે.

માતૃભાષાનું દેવુ (2) -વિજય શાહ

June 10, 2007 vijayshah 3 comments

ગાંધીજી એમ સ્પષ્ટપણે માનતા હતા કે ગુજરાતી શબ્દોની જોડણી અંગે જે અરાજકતા પ્રવર્તે છે તેવી અરાજકતા મરાઠી,બંગાળી,તામીલ કે ઉર્દૂમાં નથી. યુરોપની પણ કોઇ ભાષામાં નથી. જે ભાષાની જોડણી બંધાઈ ન હોય તે ભાષાના બોલનારા જંગલી ( પછાત) ન કહેવાય તો શું કહેવાય? મનુષ્ય જેમ આગળ વધે તેમ તેની ભાષા વધે જ છે. નબળી ભાષા બોલનાર પછાત કે અભણ કહેવાય તે તો સાવ સીધુ પરિમાણ છે.
ગુજરાતી લેખકોને પોતાની ભાષાની શુધ્ધિ વિશે એટલો ગર્વ રહેવો જોઈએ જેટલો અંગ્રેજોને પોતાની ભાષા વિષે હોય છે અને તેથી જે સાચો શબ્દ ન લખી શકે તેને તે માન ની નજરે નથી જોતો. અંગ્રેજોને જવા દઈએ અત્યારે અંગ્રેજી શાળાઓમાં અંગ્રેજી શબ્દોની જોડણી ઉપર જેટલો ભાર દેવાય છે તેટલો ગુજરાતી ભાષા માટે લેવાય છે ખરો? Read more…

માતૃભાષાનું દેવુ (1)-વિજય શાહ

June 9, 2007 vijayshah 6 comments

રાષ્ટ્રપિતા ગાંધીજીએ જોડણી કોશની પહેલી આવૃતિ બહાર પડી ત્યારે ઇ.સ. 1929માં લખ્યુ હતુ કે નાક વિનાનું મનુષ્ય જેમ શોભે નહિ,તેમ જોડણી વિનાની ભાષાનું સમજવું. આગળ જતા તેઓ લખે છે જે ગુજરાતીને ભાષાનો પ્રેમ છે, જે શુધ્ધ ભાષા લખવા ઇચ્છે છે, અથવા જે રાષ્ટ્રીય હિલચાલમાં ગૃંથાયેલ અસંખ્ય ગુજરાતીઓ લખવા માગે તે જોડણીનો સ્વીકાર કરવા ઇચ્છતા હોય તે બધાએ જોડણીકોશ મેળવી લેવો ઘટે.

પોતે સારા લેખક હોવા છતા તેમનુ એક વાક્ય જે વિનયપુર્વક અને નમ્રતાથી લખ્યુ હતુ કે જોડણી ખરી કે ખોટી તે વિવાદમાં જવાને બદલે ઠીક ઠીક ગુજરાતી જાણનારા વ્યાકરણ શુધ્ધ ગુજરાતી લખવાનો પ્રયત્ન કરનારની કલમે થી જે જોડણી ઉતરી તે ખરી કહીને તે સમયનાં ગુજરાતી જોડણીનાં વિચાર વંટોળને શમાવવાનો અલ્પકાલીન પ્રયત્ન કર્યો. Read more…

નર્મદની શૌર્ય કવિતા-ડો ઇન્દ્રવદન દવે

February 24, 2007 vijayshah 2 comments

poet_narmad.jpg

(ડો ઇન્દ્રવદન દવેનાં વિવેચન-લેખ સંગ્રહ ‘ઉપાસના” માંથી તારવેલુ)

નર્મદ એટલે જીવનભરનો જોધ્ધો. એને શાંત,શાણું, ઠાવકું અને ચીલામાં ઘસડાતુ જીવન પસંદ જ નહિ. એની અહર્નીશ ઝંખના જ અસત્ય સામે , અજ્ઞાન સામે, અપમાનો સામે, સીતમો સામે, ગુલામીનાં બંધનો સામે, રુઢીનાં કિલ્લા સામે યુધ્ધ કરવાની, હારવુ પણ થાકવુ નહિ! પડી પડીને પાછા ઉઠવુ પણ દુશ્મન દફનાવાય નહિ, ત્યાં સુધી યુધ્ધમાંથી કદી પાછા હઠી જવુ નહિ એ એનો જીવન મંત્ર. Read more…

આધુનિક યુગનાં પુણ્યો – મીનાક્ષી ચંદારાણા

February 9, 2007 vijayshah 2 comments

( વાપી થી શ્રી ગોપાલ પરીખે આ લેખ ટાઇપ કરીને મોકલ્યો તે બદલ તેમનો આભાર.) 

આપણાં શાસ્ત્રો-પુરાણોએ જુદા જુદા ગ્રંથો દ્વારા આપણને પાપ-પુણ્યની વિભાવના આપી છે. જેમ કે ગરીબ(વંચિતો), ગાય (સમૃધ્ધિનો સ્ત્રોત), અને બ્રાહ્મણ(વિધા આપનાર) ને ખવડાવવું તે પુણ્ય. બિલાડી જેવું બિન-ઉત્પાદક પ્રાણી પણ ગુસ્સામાં તો નહીં, ભૂલેચુકે પણ આપણાથી મરી જાય તો સોનાની બિલાડીના મૂલ્યનું પાપ. પર્યાવરણની જાળવણી માટે કેવો સરસ ઉપાય ! આવા ઘણા નિયમો હતા, જેને અનુસરીને સામાન્ય માણસ પાપબોધથી બચી શકે, દરેક વ્યકિતને સારી રીતે જીવન જીવવા માટે એક સરળ માળખું મળે અને સમાજમાં સૌની સગવડ સચવાય. પરંતુ શું એ માળખું આજના યુગમાં પણ પ્રસ્તુત છે? Read more…

દુઃખી માનુ વસિયતનામુ- ગિરીશ દેસાઇ

November 9, 2006 vijayshah 3 comments

હું મરી જઉ પછી મારા પાર્થિવ દેહને હાથ જોડ્શો નહીં ( કારણ એ જ હાથોથી તમે મને મારતા હતા )

મારી અર્થી પર દેખાવ ખાતર પણ ફુલો ન ચઢાવશો ( જીવતે જીવ તમારા વાણી વર્તનથી ઘણા કાંટા ભોંક્યા છે.)

મારી પાછળ કોઇ શાંતીપાઠ કરવા નહી ( તમારા થકી મેં ઘણી અશાન્તી સહી છે )

મારી પાછળ ભજન કિર્તન કરશો નહીં ( મારા ભાગનુ મેં ભજન કરી લીધુ છે.) Read more…

કાશ! હું મોટો જ ન થઉ તો?- વિજય શાહ

November 2, 2006 vijayshah 2 comments

એ નાનપણથી એકલો હતો.બા દાદાનાં ભરોંસે મને મુકીને પપ્પા અને મમ્મી નોકરી કરવા જાય. બા ડોશી પુરાણ કરે અને દાદા ફોન અને છાપામાંથી ઉંચા ન આવે. મારી વાતો- મારા લવારા સાંભળવા કોઇને સમય  જ નહીં. મને એમની વાતો ન સમજાય અને મારી વાતો એમને મન લવારા.મારે કરવુ તો શું?

મને ભુખ લાગે ત્યારે તે બધા જમી પરવારીને બેઠા હોય. મારે કેળુ ખાવુ હોય અને મને સુખડી ધરે. છાસ પીવી હોયને ચા ધરે..!એકલી મમ્મી સમજુ. એને મારા લવારા પણ સમજાય અને મને વહાલ પણ બહુ કરે.ઑફીસ જતા પહેલા થોડુ વહાલ કરે અને આંખોમાંથી પાણી પડુ પડુ થાય પણ પપ્પાના સ્કુટરનું હોર્ન વાગે અને બીચારીને દોડવુ પડે.

રવિવારે કેવી મઝા! મમ્મી અને પપ્પા ઘરે જ હોય. દાદા ટીવી જુએ અને બા સામાયીક કરે. સહેજ પણ નજીક જાઉં તો અડકીશ ના એવા ઘાંટા પાડે. અને મનમા થતુ કે આ રવિવાર છ દિવસ પછી કેમ આવે છે?રોજ કેમ નહીં? દીદીને  પુછ્યુ તો કહે મને પણ એવુ જ થાય છે આ મમ્મીને કામ કેમ કરવાનુ? બા અને દાદાજીની જેમ ઘરે કેમ નહીં રહેવાનુ?

તે દિવસે પપ્પા અને દાદાજીને કોઇક વાતે ઝઘડો થયો અને પપ્પાને કહી દીધુ આ ઘર મારુ છે અહી રહેવુ હશે તો અમારા કહ્યા પ્રમાણે રહેવુ પડશે.પપ્પા સ્તબ્ધ થઇ ગયા.જાણે આ ઘર એમની પાસેથી દાદાજી જાણે છીનવતા ન હોય્.. આ મોટાઓમાં આ મારુ આ તારુ ક્યાંથી આવે છે?

કાલે ઉઠીને હું મોટૉ થઇશ તો મને પણ પપ્પા કાઢી મુકશે?

કાશ! હું મોટો જ ન થઉ તો?

આ દિવસ પણ જતો રહેવાનો છે.

October 25, 2006 vijayshah Leave a comment

આપેક્ષા કરવી નહીં
આવેશમાં આવવુ નહી.
ખાવો તો ગમ ખાવો
સારુ કર્યાનો મદ ન કરવો
પડી ગયા તો રંજ ન કરવો
અમીરીમાં લીન ન થવુ
ગરીબીમાં દીન ન થવુ
કારણ કે
આ દિવસ પણ જતો રહેવાનો છે.
( સુખનો હશે તો પણ અને દુઃખનો હશે તો પણ)