Archive

Archive for the ‘દેવિકાબેન ધ્રુવ’ Category

શબ્દ એક અર્થ અનેક- દેવિકાબેન ધ્રુવ

July 28, 2007 vijayshah Leave a comment

       શબ્દ

        કક્ષ

  અર્થસમૂહ

  1. પાસુ,પડખુ
  2. વનનો અંતર્ભાગ
  3. બગલ,કાખ
  4. સૂકું ઘાસ
  5. સ્ત્રીનો કંદોરો
  6. ગ્રહનો ભ્રમણ માર્ગ Read more…

શતદલ-દેવિકબેન ધ્રુવ

2346748421.jpg 

શતદલ પંખ ખીલત પંકજ પર
હસત નયન જ્યમ શ્યામ વદન પર,

શત શત બુંદ સરક દલ વાદળ,
 ભીંજત બદન નર નાર નવલ પર,

ઘનન ઘનન ગરજત નભમંડળ,
કરત ક્યાંક કલરવ ખગ તરુવર, Read more…

સમયની વાતે

picture-in-scrap.jpg 

ઝરમર ઝરમર નીરની ધારે,
        વાદળઘેરી કાલની સાંજે,
સાહિત્યની સરિતાને કાંઠે,
        મચી પડ્યાં અમે સમયની વાતે.
હાથમાં લઈને સમયની પીંછી,
             દોર્યા કોઇકે જૂના ચિત્રો,
પ્રાચીન ને અર્વાચીન કેવી,
             કંડારી કૃતિઓ સમયની મિત્રો;
કોઇકે જઇને સ્મૃતિને દ્વારે ,
             રચનાઓ મનભાવન વાંચી,
વળી કોઇકે સમયની સાથે ,
             ખોતરી વાતો મનની ત્યારે.
વ્હેતી ચાલી ક્ષણો સમયની,
        ઢળતી ગઇ એમ પળો સમયની,
સમાઇ યુગમાં હર ઘડી સમયની,
        ઝુલશે ઝરુખે આ યાદો સમયની.

-દેવિકાબેન ધ્રુવ

મને હું મળી.-દેવિકા રાહુલ ધ્રુવ

February 15, 2007 vijayshah 1 comment

નીરવ એકલતામાં મને હું મળી;
સઘળા સગપણથી વિખુટી,મને હું મળી.


કાગળ કલમને વરેલી,મને હું મળી;
માયાના મેળામાં ભૂલી પડેલી,મને હું મળી.


ઘડી-કાંટાના જંગલમાં ખોવાયેલી,મને હું મળી;
શબ્દોની વનરાઈમાં વીંટળાયેલી,મને હું મળી.

ભીતરના ખજાના- દેવિકા રાહુલ ધ્રુવ

January 23, 2007 vijayshah 1 comment

 

મનની ભીતરમાં ભર્યા છે ખજાના
        સાગર મહીં જેમ મોતીને હીરા
સાચાં કે ખોટા, સારા કે નરસા

        કદી ન જાણે કોઇ મનની માળા
ડૂબકી મારી મારી મથે સૌ પલ પલ
        જડે તો યે ફક્ત શંખોને છીપલાં
Read more…

વિશ્વશાંતિ-દેવિકા રાહુલ ધ્રુવ

December 24, 2006 vijayshah 2 comments

આતમે ઓઢેલ કાયાનાં વાઘામાં
ઇશ્વરનો અંશ જરા સમજી તુ લે

મનને વરેલા વિચારોનાં પિંછામાં
ઉંચેરી આશા ઉમેરી તુ લે

દિલને વીંટેલા આ માયાનાં વીંટામાં
સાચુકડી પ્રીત જરા વણી તુ લે Read more…

પૂરવનો જાદુગર – દેવિકા રાહુલ ધ્રુવ

December 16, 2006 vijayshah 4 comments

પૂરવનો જાદુગર આવે
છાબ કિરણની વેરે,

હળવે હાથે ધીમુ સ્પર્શે,
પડદા પાંપણના ખોલે.

અંગ મરોડે, કાલની વાતે
આશા નવી કોલાવે, Read more…