Archive

Archive for the ‘પ્રવિણાબેન કડકીયા’ Category

મારી વાર્તા -પ્રવિણા કડકીયા

January 26, 2007 vijayshah Leave a comment

અહંકારે  આગ લગાવી અભિમાને અભડાવી
અસ્તિત્વની આળપંપાળમાં આ જગે જકડાઇ

રજકણથી પણ સુક્ષ્મ, તણખલાને તુલ્ય
ઝાંઝવાનાં જળ સમાન આ જીવનનું શું મૂલ્ય Read more…

જિંદગીની મઝા-પ્રવિણા કડકીયા

December 5, 2006 vijayshah 7 comments

જિંદગીની મઝા 

શા કાજે કડાકૂટ કરો છો
અમે અમે છીએ તમે તમે છો
અમે તમે નથી થવાનાં
તમે અમે નથી બનવાનાં
શા ને માથાઝીંક કરવાનાં
અમારા અંતરની વાત Read more…

અલિપ્ત રહીને સજાવ

August 21, 2006 vijayshah Leave a comment

જાગતાને કોણ જગાડે
ઉંઘતા આસાનીથી જાગે
જ્ઞાનનો અહંકારી ભમે અંધર
વલોવે પાણી માખણ નવ પામે

આંધરા ભલે છવાયા
ઉજાશ પથરાશે
નિરાશા ભલે ફેલાઇ
આશાનો સુરજ પ્રકાશશે

ધીરજ ધર શ્રધ્ધા રાખ.
દિલ તારુ તું સાફ કર
પ્યાર મહોબ્બત્થી ભરપુર રાખ
નીર ક્ષીર અલગ કર.

દૂરથી દૂરી દૂર નથી થતી
પાસથી દૂરી મજબુર બની જતી
જ્યારે વિશ્વાસના વાયરા વાશે
દૂરી પાસમાં ભળી એકાકાર થૈ જાશે

જો તુ તુજને ન ચાહે
તુજને કોણ ચાહી શકે
જો તુ તુજને ન પહચાને
તુજને કોણ પહચાની શકે

તારી ચાહન તારી પિછાણ
તારી શ્રધ્ધાના કર મંડાણ

આનંદ આપ આનંદ પામ
સંતોશ રાખ શાંતિ પામ
ત્યજીને ભોગવ
અલિપ્ત રહીને સજાવ