Archive

Archive for the ‘સાહિત્ય સમાચાર’ Category

ક્યાંથી વરસે આ વરસાદ ?-દિનેશ ઓ.શાહ

August 14, 2009 vijayshah 2 comments

rain

        વાદળ ના દેખાયે તો’ય ક્યાંથી વરસે આ વરસાદ?

       રુદિયામાં નિરંતર રણકે કોઇની મીઠી યાદ

       જીવનના અજાણ રસ્તે કોનો સુણું આ સાદ? ….ક્યાંથી વરસે આ વરસાદ

 

        છાટાં વાગે વર્ષાના, નીતરે મારી આ કાયા

        અંતર મારું સુકુ રણ, રહ્યુ રદય ભિંજાયા વિના

        જીવનની આ કમનસીબી, કોને કરુ ફરિયાદ?…..ક્યાંથી વરસે આ વરસાદ

 

        વાદળ ગાજે વિજળી ચમકે ચાર દિશા જળ બંબાકાર

        ડુબી ગયા ઘરબ્હાર મારા,રહ્યા ફક્ત સ્મૃતિઓના ભંડાર

        તાજા વાસી ભોજનિયા, મારે મન મંદિર પરસાદ……..ક્યાંથી વરસે આ વરસાદ

 

        શ્રાવણ ભીંજવે કાયા મારી, હૈયું તુજ યાદ ભીંજાય

        મેહુલીઓ તો વરસે મહિનો, હૈયું ભીંજાય બારે માસ

        ધરતી તો થાશે લીલીછમ, મારું હૈયું સદા ઉદાસ…….ક્યાંથી વરસે આ વરસાદ

 

        શ્રાવણના જળબિંદુ ખર્યા કે અશ્રુ તુજ પાંપણ ધાર

        લાગે છે કે છુપાઇ ગઇ તું આભની પેલે પાર

        અદ્રષ્ય થઇ તું વિજળી સમ ફક્ત મુકી ગઇ તુજ યાદ…..ક્યાંથી વરસે આ વરસાદ

News from Dr. D O Shah: A view from Nadiad to Gainesville!

December 8, 2008 vijayshah 6 comments

Dear Friends,
 
I am delighted to share with you the events of the last four months that you will be pleased to read.
 
Two Grants of 3.5 crore rupees each are offered to Shah-Schulman Centre for Surface Science and Nanotechnology at DDU, Nadiad, Gujarat
 
I am pleased to report that after several presentations at Gandhinagar, the Government of Gujarat has approved a grant of Rupees 3.5 crores to purchase the modern instruments for surface science and nanotechnology at Dharmsinh Desai University(DDU). A similar grant was approved by DDU for Faculty, staff and technicians and laboratories. I feel very happy that God has given me this good news in my ‘retirement’ years. I am looking forward to train a few students and younger colleagues here at DDU.
 
My Concert ‘Aambe Aavya Mhor’ on Saturday, January 10, 2009 at Tejpal Auditorium in Mumbai !
 
A concert is planned with my 14 songs at Tejpal Hall near Gowalia Tank, Mumbai on Saturday January 10, 2009 to pay my tribute to two founders of Gokuldas Tejpal Boarding and D M Parekh Hostel where I spent six years of my college education in Mumbai from 1955 to 1961. As the years went by I realized how important was the vision, generosity of these founders for creating these charity hostels for students who otherwise could not afford to stay in Mumbai. I wanted to pay my tribute to these two founders who are gone from this world long time ago. However, they planted the mango trees and I was one of the beneficiaries among the thousands of students who utilized these boardings for their studies in Mumbai. In a sense, we enjoyed the mangoes from the trees planted by these founders. Accordingly, I gave the title to the concert, ‘Aambe Aavya Mhor’. The first song of this concert was published in this blog last year as follows: 
 
http://gujaratisahityasarita.wordpress.com/2007/09/03/ambe-avya-mor/#more-276 Read more…

ગુજરાતી શેર અંતાક્ષરીનો નૂતન કાર્યક્રમ-વિજય શાહ

November 6, 2007 vijayshah 6 comments

ગુજરાતી સાહિત્ય સરિતા એ ભજવ્યો ગુજરાતી શેર અંતાક્ષરીનો નૂતન કાર્યક્રમ

4 નવેમ્બર 2007 નાં રોજ કો ઓર્ડીનેટર શ્રી દિપક ભટ્ટને ત્યાં યોજાયેલ સાહિત્ય સરિતાની નિયમિત માસિક બેઠક્માં કદાચ સમગ્ર વિશ્વમાં પ્રથમ ગુજરાતી શેર અંતાક્ષરીનો નૂતન કાર્યક્રમ યોજાયો.
આ બેઠકનાં સંવાહ્ક ડો.ભગવાનદાસ પટેલ હતા જેમણે બેઠક્નાં વિષય ‘આનંદ અને આભાર’ વિશે માહીતિ આપી અને સભા સંચાલન પ્રાર્થનાથી શરુ કર્યુ..મનોજ મહેતાએ તેમણે લખેલ તાજા ચાર મુક્તકો વાંચી આભાર વિષયને સંભાળ્યો. દેવિકાબેન ધ્રુવ અને સુમન અજમેરી નવતર વિષયો લાવ્યા હતા જેમા મહદ અંશે પ્રભુ તો કેટલો પાંગળો છે એવી માન્યતાને મજબુત કરતુ કાવ્ય સુમનભાઇએ કહ્યુ અને દેવિકાબેને પ્રતિ કાવ્ય સ્વરુપે જવાબ આપ્યો પ્રભુ તુ સર્વવ્યાપ્ત છે તારી અમને જરુર છે. શ્રી ધીરુભાઇ શાહે તેમની કવિતા સરળ ભાષામાં અને વિષય આધારીત રજુ કરી. વૈષ્ણવજન તો તેનેરે કહીયે નો ખુશવંતસીંઘ દ્વારા થયેલ અનુવાદ હ્યુસ્ટનનાં ગાંધી શ્રી અતુલ કોઠારીએ વાંચ્યો. Read more…

ગઝલકાર જનાબ આદિલ મન્સૂરીનું એક વધુ બહુમાન!

August 13, 2007 vijayshah 10 comments

adil-mansuri.jpg

પચાસ વર્ષની લાંબી સર્જન યાત્રામાં એક વધુ સન્માનથી પુરસ્કૃત થયા ન્યુ જર્સી સ્થિત ગઝલકાર જનાબ આદિલ મન્સૂરી. તે અવોર્ડ છે ” Life time acheivement awrd”.

અમેરીકન ફેડરેશન ઓફ મુસ્લીમ્સ ઓફ ઇંડીયા- આ એવોર્ડ તેમના વાર્ષિક અધિવેશન માં ખાસ આમંત્રિત દિલ્હીનાં નિવૃત ન્યાયાધીશ ડો રાજેન્દ્ર સાચરનાં હસ્તે જનાબ આદિલ મન્સૂરીને 1 સપ્ટેંબર 2007 નાં રોજ કેનેડા ખાતે અપાશે. Read more…

ગુજરાતી વાંચતાં, લખતાં અને બોલતાં શીખો -વિજય શાહ

July 9, 2007 vijayshah 6 comments

e-gujarati.gif

ગુજરાતી સાહિત્ય સરિતાનાં શ્રી કીરિટ ભક્ત અને વિશાલ મોણપરા એક સાંજે કોઇ કામ અંગે બેઠા હતા અને તેમની ચર્ચામાં વિષય આવ્યો જગત દાદાનો. જગત દાદા ખેડૂત અને તેમનો કાંતી મોટેલમાં સારુ એવુ કમાતો અને સ્થીર થયેલ અને તેના પુત્ર હીરેન અને પુત્રી રાધાને ગુજરાતી શીખવવા જે દોશી સાહેબ આવે તેને અને રાધાને વાતચીતમાં સમજણ ન પડે. ગામથી જગતદાદા આવ્યા ત્યારે દોશી સાહેબને પડતી તકલીફોનો ઉકેલ જગત દાદાએ જે આપ્યો તે વિચારતા કીરિટભાઇને લાગ્યુ કે ગુજરાતી ભારત બહાર કાંતી જેવા કંઇ કેટલાય કુટુંબો છે તેમના બાળકો ભાષા સમજી નથી શકતા તેનુ કારણ શિક્ષણ પધ્ધતિ છે. અમેરિકન પધ્ધાતિ પ્રમાણે જો ગુજરાતી શીખવાડાય તો કેવુ? અને તે વિચારે જોર પકડ્યુ.. Read more…

પંખી અને ઝાડ – સુધીર પટેલ.

December 8, 2006 vijayshah 2 comments

 

 

 

 

 

 

પંખી અને ઝાડ

પંખી સાથે ઝાડ રહ્યું કૈં ટહુકી,
ટહુકવાની આ ધન્ય ક્ષણોને બસ માણે એ મન મૂકી !

ટહુકે ટહુકે ફૂટે કુંપળ કૂણી કૂણી,
ફળ-ફૂલ દઇ સૌને કરતું રહેતુ ઋણી,
સમભાવે ઊજવી છે એણે હરેક મોસમ લીલી-સુકી!
પંખી સાથે ઝાડ રહ્યું કૈં ટહુકી, Read more…

સ્વલક્ષણ મીમાંસા – બકુલ ત્રિપાઠી

September 8, 2006 vijayshah Leave a comment

(‘બત્રીસલક્ષણા બકનામનું મારું પુસ્તક હમણાં પ્રગટ થયું. હાસ્યરસના મારા લેખોનું આ સંપાદિત પુસ્તક છે. પુસ્તકના સંપાદકશ્રીને મેં પૂછયું, ‘તમે મને પૂછયા વિના જ આવું શીર્ષક શા આધારે બાંધી દીધું ? મારાં બત્રીસ લક્ષણો કયાં ?’ સંપાદકશ્રી વદ્યા ‘એ તો તમારે શોધી કાઢવાનાં. મેં તો શીર્ષક આકર્ષક લાગ્યું એટલે રાખી દીધું’ ‘કયાં હશે મારાં બત્રીસ લક્ષણો?’ – શોધવાના નમ્ર પ્રયાસ રૂપે આ લેખ…… બ. ત્રિ. )

નાનપણમાં મારા પિતાજીએ મારું મુખ્ય લક્ષણ ગણાવેલું – ભણેશરી હોવાનું ! મારા મોટાભાઈ જોડે સરખામણી કરતાં એ કહેતા, “આ મોટો તોફાની છે. ભણવાની દાનત જ નથી. હા આ બકુલના લક્ષણ ખરાં, ભણવાના !” જોકે ખાનગી હકીકત એટલી જ કે મારા મોટાભાઈ પ્રમાણિક હતા અને હું જન્મથી જ “એક્ટર” હતો ! માર ખાવાનો એમનો જ વારો આવતો, કારણ એ બહાદુરીથી પ્રમાણિકપણે ગુનો કબૂલ કરી લેતા, જ્યારે હું આંખમાં, વગર ગ્લિસરીને ઝળઝળિયાં લાવી શકતો. અને એવા તો નિર્દોષ ચહેરે કહેતો કે “વાંક ગમે તેનો હોય, પણ એમને નહીં, મને વઢો કારણ ગમે તેમ તોય એ મારા મોટાભાઈ છે.” અને અમારા વડીલ મારી ખાનદાની-શહીદીથી એવા તો પ્રભાવિત થઈ જતા કે…. માર મોટાભાઈને જ પડતો ! Read more…

અજબગજબની એક નાર અલબેલી – પ્રવીણ પટેલ ‘શશી’

August 30, 2006 vijayshah Leave a comment

હવા ખરી પણ શ્વાસ લેવામાં મુશ્કેલી પડે, અસંખ્ય વચ્ચે એકલતા અનુભવાય, આ બધું તો જળ બિન મછલી જેવું છે. સારું લખવાથી કામ પતી જતું નથી. આને કોણ વાંચે, જાણે કે નાંણે તો લખ્યાની સાર્થકતા વર્તાય, અને કલમમાં ઉત્સાહનું જોમ બઢે. સહી જાણ વગર અંધારામાં આથડવા જેવું પણ થાય. Read more…