

હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતા વેગ પકડતી આગળ ધપી રહી છે.દિવાળી અને નવા વર્ષની ઉજવણી સહ સાહિત્ય સરિતાની ૧૧૬મી બેઠક યજમાન રેખાબેન અને વિશ્વદિપભાઈ બારડ ત્યાં યોજવામાં આવી હતી. બેઠક નો સમય સાંજના ચાર થી સાતનો રાખવામાં આવ્યો હતો. દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા સાથે યજમાન દંપતિએ સૌનું ભાવભીનુ સ્વાગત કર્યું.
સૌ પ્રથમ “બનવારી રે…જીનેકા સહારા તેરા નામ રે! ના સુંદર ભજન શ્રીમતી રેખાબેનના સ્વરે ગવાયાબાદ શ્રી વિશ્વદીપે આજની બેઠકનું સુકાન હેમાબેન પટેલને આપ્યું. પહેલીજ વખત સભાનુંસંચાલન કરનાર હેમાબેન પણ પૂર્ણ તૈયારી સાથે આવ્યા હતાં.સમયને લક્ષમાં રાખી એક પછી એક વક્તાના ટૂંકા પરિચય સાથે બેઠકની શુભ-શરૂઆત કરી.
સૌ પ્રથમ ગુજરાતી સાહિત્ય સરિતાનાઅગ્રગણી વડીલ અને આદરણિય શ્રી ધીરૂભાઈ શાહે પ્રાચીન કવિઓ વિશે વાત કરી જેઓ અમદાવાદમાં ચાની હોટેલમા ભેગા થતાં અને ચા નો કપ પીતાં પીતાં કવિતા સર્જનની વાતો કરતાં. સાથે સાથે નાનકડી બે હાસ્ય કથાઓ સંભળાવી.
શૈલાબેન મુન્શાએ એમની ગઝલ “મંઝિલ”સંભળાવી
“રેખા હથેળી ની બદલતી નથી કોઈ મંઝિલ”
ના હો હથેળી તોય બસ સલામત મંઝિલ.”વિજયભાઈ શાહે સાહિત્ય સરિતાની સિધ્ધીઓ વિશે વાત કરી. દેવિકાબેનનું નામ સહુથી વધુ વંચાતા બ્લોગમાં પહેલા ૨૫ મા છે અને પ્રવિણાબેન ટુંક સમયમા એમની ૧૦૦૦મી કૃતિ એમના બ્લોગ પર મુકશે. સાથે સાથે ઘણા મિત્રો દ્વારા લખાતી નવલકથા હવે ઈ બુક તરીકે બુક ગંગા પર વંચાશે. આપણી સાહિત્ય સરિતા માટે આ એક બહું મોતી સિદ્ધી અને ગૌરવની વાત છે.સાહિત્યના દોર અને સમયની સાથે ચાલનાર હેમાબેન કાર્યક્રમમાં વિવિધતા રૂપે સાહિત્ય સાથે સંગીત-ગીતની રજુઆતમાં
ભારતીબેન દેસાઈને ગીત ગાવા આમંત્ર્યા..તેમણે તેમના સુંદર સ્વરે એક ગરબો…“નવદાડા ના નોરતાં રે!” લોકગીત પોતાના મધુર ને દમદાર અવાજે ગાઈ સંભળાવ્યું. સહુ શ્રોતાજને એમા સુર પુરાવી વાતાવરણ સંગીતમય બનાવી દીધું.
હેમંતભાઈ ગજરાવાલાએ એપલ કોમ્પ્યુટર નુ નામ કેવી રીતે પડ્યું તે એલન તુરિન વિશે ઘણી રસપ્રદ માહિતી આપી.
પ્રકાશભાઈ મજમુદારે શ્રી કૈલાશ પંડિતે લખેલી અને મનહર ઉદાસે ગાયેલી ગઝલ
“ચમન તુજને સુમન મારી જ માફક છેતરી જાશે” પોતાના મધુર કંઠે સંભળાવ્યુ.
વિશ્વદિપભાઇ બારડે જીવનનું કટુ સત્ય રજુ કરતી લખુવાર્તા “મારા દાદા” સંભળાવી એક કરૂરસમાં ઝબોળી દીધા.
સપના બારડે એક નાનુ મુક્તક રજુ કર્યું.
“બીત ગઈ જો સાલ ઉસે ભુલ જાઈએ,
ઈસ નયે સાલકો ગલે લગાઈએ.
ડો. ઈન્દુબેન શાહે “દિવાળી આવી શું શું લાવી” કાવ્ય દ્વારા બાળ-ફરિયાદ રજુ કરી.
ઈન્દ્રવદનભાઈ ત્રિવેદી એ “હે જનની જણજે દાતા કાં શુર” ગીત ભાવવાહી સ્વરે ગાઈ સંભળાવ્યું.
અનસુયાબેન બારડે “તું શું કરે વિચાર, તારે આજ જાઉં કે કાલ” ભજન સંભળાવ્યું.
રસેશભાઈ દલાલે આપણા મુર્ધન્ય કવિ શ્રી ઉશનશ જેમનુ હાલમાં જ ૯૧ વર્ષની વયે અવસાન થયું, એમનુ બહુ જાણીતું કાવ્ય મોક્લાવ્યું હતું જે વિશ્વદિપભાઈ એ શ્રદ્ધાંજલી સહ વાંચી સંભળાવ્યું.
“તારા દુર દુરના પ્રવાસે નીકળ્યો હતો એ પ્રુથ્વી”
ભારતીબેન મજમુદારે (સીનીયર) એ પતિદેવોની ખાસિયત વિશે વાત કરી.
હસમુખભાઈ પટેલે દુનિયામાં થતી ઉથલ પાથલ અને ઉઠતા અનેક સવાલો પર પોતાનુ મંતવ્ય રજુ કર્યું.
વિનોદભાઈ પટેલ જે પોતે પણ ખુબ જાણીતા ચિત્રકાર છે, એમણે ભારતના આધુનિક ચિત્રકારો ની શ્રેણીમા લગભગ ૩૦ કલાકારો વડોદરાના અને મોટાભાગના પદ્મશ્રી કે પદ્મવિભુષણ થી નવાજિત વિશે વાત કરી અને ચિત્રકાર કે.જી. સુબ્રમણ્યમ જે કેરળમા જનમ્યા હોવાં છતા ગુજરાતના થઈને રહ્યાં ને વડોદરા યુનિવર્સીટીના ડિન તરીકે પોતાની સેવા આપી ની વાત કરી.
પ્રશાંતભાઈ મુન્શા હમેશ પોતાના કલેક્શન માં થી સરસ શાયરી સંભળાવે. આ વખતે પણ બે શાયરી રજુ કરી.
નીતિનભાઈ વ્યાસે એક બે રમુજી પ્રસંગો સંભળાવ્યા.
અશોકભાઈ પટેલે એક મુક્તક સંભળાવ્યું. “નગરમાં હાહાકાર મચી ગયો”
ગુજરાતી સાહિત્ય સરિતાના નવા સંચાલક તરીકે સતીશભાઈ ની નિમણુક થઈ. છ મહિના માટે સરિતાનુ સુકાન એ સંભાળશે.
નવેમ્બર માસમાં જે કવિ મિત્રોની વર્ષગાઠ આવે એ સૌ મિત્રોને શુભેચ્છા …તુમ જીઓ..હાજારો સાલ..ગીત ગાઈ ,સુંદર શુભેચ્છા વ્યકત કરી…૯૧ વર્ષની ઉંમરના આંગણે આવેલ શ્રી ધીરૂભાઈ હજુ પણ એક યુવાનને શરમાવે એવી સ્ફ્રુતિ ધરાવનારને એમના સુખી અને તંદુરસ્તી વિશે માહિતી આપી..કહે છે…”ઓછું ખાવ..કસરત કરો, રોજ નિયમિત ચાલવાનું રખો અને મન હંમેશા ખુશ રાખો..હસતા રહો..”
અંતમાં રેખાબેન અને વિશ્વદિપભાઈનું આતિત્ય માણી સહુ છુટા પડ્યા. દિવાળી બાદની આ પહેલી બેઠક હોવાથી યજમાન દંપતિ એ છોલે, પરાઠા, ખમણ ચટણી ને ખીર ખવડાવી સહુને તૃપ્ત કર્યા.
અસ્તુ
શૈલા મુન્શા. તા૧૧/૧૫/૨૦૧૧.