Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ઓગસ્ટ, 2006

હવા ખરી પણ શ્વાસ લેવામાં મુશ્કેલી પડે, અસંખ્ય વચ્ચે એકલતા અનુભવાય, આ બધું તો જળ બિન મછલી જેવું છે. સારું લખવાથી કામ પતી જતું નથી. આને કોણ વાંચે, જાણે કે નાંણે તો લખ્યાની સાર્થકતા વર્તાય, અને કલમમાં ઉત્સાહનું જોમ બઢે. સહી જાણ વગર અંધારામાં આથડવા જેવું પણ થાય. (વધુ…)

Read Full Post »

બેવફા  

કેળવી લીધી છે કેવી વ્યથા
કે નજરો પણ કહેતી તે કથા
શબ્દો બધીર બની રુએ બધા
આંસુ એક નીકળે નહીં છતા
જોતો રહ્યો ઘટતી હતી જે ખતા
લૂંટાતી રહી મુરખો વચ્ચે મતા
આવજો કહી તે આમ જતા
ઉરને મારતા પથ્થર સદા
લાગણીઓતો જાણે અશબ્દા
ચુરતા ક્ષણે ક્ષણે કહી બેવફા

પ્રભુનુ ગણિત

જીવનમાં કાયમ જે આપીયે
તેનુ વળતર  મળવુ જ જોઇએ એ હઠાગ્રહ ખોટો.
માબાપ આપ્યા કરે જે
વાત્સલ્યસભર પ્રેમ તે તો અમોલ
તેની કિંમત ન થાય
કે ન થાય તેનો તોલ કે મોલ
ફક્ત રાહ જ જોવી રહી કે સંતાન પણ થાય મા કે બાપ

દુઃખ એ તો પ્રભુનુ તેડુ છે

કસોટી સોનાની હોયે
કદી કથીરની હોતી નથી
તેમજ સમજ કે પ્રભુનુ ગણિત
તને ન સમજાય્ તેની લાકડી જુદી,

તેનો  માર ગેબી
ભક્તિભાવે ભજતા રહીયે,
સહેતા રહીયે ને સોંપી દઇયે તેને સર્વ ભાર

દસત્વ આપણુ

તુ રડ ના સખી!
વધુ તો શું કહુ તુ શુન્ય તો હું એકડો
છુટા પડીશુ તો બન્ને નાના અને અર્થહીન
પણ સાથે છીયે તો બધાથી મોટા આપણે.
 જીવન જીવવા કોઇ ભવિષ્ય નો ભ્રમ સેવવા કરતા
જે છે તે માણવુ તે વધુ કલયુગી સત્ય છે વધુ તો શું કહુ?
ખર્ચી નાખી જે જીવન શક્તિ બધી,
તેનો આફ્સોસ નકામો.
આશાન્વીત છુ કે એક દિવસ તે મહેનત ઉગશે સાચે જ
રાખે પ્રભુ જે રીતે,
 તે રીત જ ઉત્તમ આપણે માટે
વધુ તો શું સમજાવુ ?
તને તુ સમજે બધુ છતા સારે આંસુ અમોલા
રડ ના સખે! તારા શુન્યપણામાં જ છુપાયુ
‘દસત્વ આપણુ!‘

 *****
નિષ્ફળતાને નાથવાની ક્રિયા છે મથતા રહેવુ
વિકસવાના પ્રયાસોથી જીવન ભરતા રહેવુ
આશા નિરાશાનાં ઝુલા સદા ઝુલતા રહેવાના
આશાન્વીત રહેનાર સદા સફળ થતા રહેવાના

*****

તમે હસો તો પ્રફૂલ્લીત થઇ જાશુ
ને તો નમશુ નયન થઇ જાશુ
દુઃખોને કર્મપ્રસાદી સમજતા રે‘શુ
પણ જુદાઇ દો તો કવિનું કવન થઇ જાશુ.

*****

મા બાપ તમને કરોડો પ્રણામ

કેવા નગુણા બાપુજી અમે
અને કૃતઘ્ની જબરા અમે

તમે દીધુ જન્મદાન
અમને શિક્ષણસમજ અને જ્ઞાન્

ચાલ્યા ગયા અમે છોડી તમને
જ્યારે બન્યા તમે પીળુ પાન

ધીક્કાર તો ઘણો છુટશે અમને
જ્યારે કરવુ પડશે પીંડદાન

વળાવવા જવુ પડશે તમને
ને આપવો પડશે ચેહ સ્મશાન્

દિકરા બનીને અવતર્યા માત
કામ ન લાગ્યા છતા દે આશિર્વાદ

માબાપ બન્યા જ્યારે ત્યારે સમજ્યા
તમારી અમ માટે લાય

મા બાપ તમને કરોડો પ્રણામ
મા બાપ તમને કરોડો પ્રણામ

યૌવનના ઉછાળા

યૌવનના ઉછાળા હોય કદીક આકરા
 અને થાય કે કરી નાખું ઘણું
કર્યા પછી જો સફળતા મળે તો
લાગે આખું જગ વામણું પણ

જો કદીક નિષ્ફળતા મળે
તો કોકની છાતીમાં માથું નાખીને રડવું હોય તો
માના સમું નથી કોઈ સ્થાન જગમાં
…
વલોપાત અને નિષ્ફળતાનાં ઝેરને ઓકવા 
બાપનાં કાન સમું નથી કોઈ સ્થાન જગમાં
તમારા સુખે સુખી અને તમારા દુ:ખે દુ:ખી
એવા સમભાગિયા માબાપ સમુ કોઈ નથી જગમાં

વાતો એમની કદાચ જુના જમાનાની
ગમા કે અણગમાને ઉપજાવનારી
પણ શ્રદ્ધા સદા કરજો તેમાં છૂપાઈ છે
ફક્ત સદભાવના અને ચિંતા તમારી
…

Read Full Post »

તમામ દેશોમાં રંગ ભરતો,મળે તો એ વિશ્વગુર્જરી છે.

સમસ્ત ઉપવન સુગંધી કરતો,મળે તો એ વિશ્વગુર્જરી છે.

વિરાટ એની છે કર્મભૂમી, વિરાટ એની બધી દિશઓ.

છતાંય લક્ષ્યે નિતાંત રમતો,મળે તો એ વિશ્વગુર્જરી છે.  

ન એની ગરમી, ન એની ઠંડી,બધાય મોસમ છે એના મોસમ.

દુઃખોને ઝીલી હંમેશા હસતો,મળે તો એ વિશ્વગુર્જરી છે.

ન જીત એની, ન હાર એની, છતાં અડીખમ એ મરજીવો છે.

વમળમાંથી પણ ફરી ઉભરતો,મળે તો એ વિશ્વગુર્જરી છે.

નરમ મૃદુમય છે વાણી એની, સવેદનાશિલ હ્રદય છે એનું.

સમગ્ર માનવથી પ્રેમ કરતો,મળે તો એ વિશ્વગુર્જરી છે. 

નગર સિમાડા ન એના બંધન,અસીમ રસ્તાનો છે પ્રવાસી.

અથાક વગડામાં ડગલા ભરતો,મળે તો એ વિશ્વગુર્જરી છે.

રસિકધરા છે યુગોથી ધામો, છતાંય આકાશ લક્ષ્ય આજે.

અનંત અવકાશમાં વિહરતો, મળે તો એ વિશ્વગુર્જરી છે.                                                                                    રસિકમેઘાણી૦૬/૧૬/૨૦૦૬શુક્રવાર, હ્યુસ્ટન.

Read Full Post »

જાગતાને કોણ જગાડે
ઉંઘતા આસાનીથી જાગે
જ્ઞાનનો અહંકારી ભમે અંધર
વલોવે પાણી માખણ નવ પામે

આંધરા ભલે છવાયા
ઉજાશ પથરાશે
નિરાશા ભલે ફેલાઇ
આશાનો સુરજ પ્રકાશશે

ધીરજ ધર શ્રધ્ધા રાખ.
દિલ તારુ તું સાફ કર
પ્યાર મહોબ્બત્થી ભરપુર રાખ
નીર ક્ષીર અલગ કર.

દૂરથી દૂરી દૂર નથી થતી
પાસથી દૂરી મજબુર બની જતી
જ્યારે વિશ્વાસના વાયરા વાશે
દૂરી પાસમાં ભળી એકાકાર થૈ જાશે

જો તુ તુજને ન ચાહે
તુજને કોણ ચાહી શકે
જો તુ તુજને ન પહચાને
તુજને કોણ પહચાની શકે

તારી ચાહન તારી પિછાણ
તારી શ્રધ્ધાના કર મંડાણ

આનંદ આપ આનંદ પામ
સંતોશ રાખ શાંતિ પામ
ત્યજીને ભોગવ
અલિપ્ત રહીને સજાવ

Read Full Post »

 

                        

હે પ્રભો !

વિપત્તિમાં મારી રક્ષા કરો, એ મારી પ્રાર્થના નથી,

પણ વિપત્તિમાં હું ભય ન પામું,

એ મારી પ્રાર્થના છે.

દુ:ખ ને સંતાપથી ચિત્ત વ્યથિત થઇ જાય ત્યારે

મને સાંત્વના ન આપો તો ભલે,

પણ દુ:ખ પર હું વિજય મેળવી શકું એવું કરજો.

મને સહાય ન આવી મળે તો કાંઇ નહિ,

પણ મારું બળ તૂટી ન પડે.

સંસારમાં મને નુકસાન થાય,

કેવળ છેતરાવાનું જ મને મળે,

તો મારા અંતરમાં હું તેને મારી હાનિ ન માનું તેવું કરજો.

મને તમે ઉગારો – એવી મારી પ્રાર્થના નથી,

પણ હું તરી શકું એટલું બાહુબળ મને આપજો.

મારો બોજો હળવો કરી મને ભલે હૈયાધારણ ન આપો,

પણ એને હું ઊંચકી જઈ શકું એવું કરજો.

સુખના દિવસોમાં નમ્રભાવે તમારું મુખ હું ઓળખી શકું,

દુ:ખની રાતે, સમગ્ર ધરા જ્યારે પગ તળેથી ખસી જાય

ત્યારે તમે તો છો જ –

એ વાતમાં કદી સંદેહ ન થાય, એવું કરજો.

ઉમાશંકર જોશી

 

 લગભગ દરેક ધર્મની પ્રાર્થનામાં જોવા મળશે કે કોઇક પરમ તત્વ જે તારક છે મર્ગદર્શક છે અને જે તેના પર ભરોંસો રાખે છે તે દુઃખી થતો નથી.ભલે તે પ્રાર્થના નબળા કે પીડીત વર્ગની હોય કે સક્ષમ કે ધનવાનની હોય. આ પ્રાર્થના બુધ્ધીજીવી માણસ માત્રની છે. એક વાત જે નિશ્ચિત સ્વરુપે માને છે કે પરમ તત્વ છે પણ તેની પાસે માંગવાનુ  રક્ષણ, માર્ગદર્શન કે ધન નહીં પણ હિંમત, બાહુબળ અને સ્થિર બુધ્ધી છે કે જેથી આવી પડેલી આધી વ્યાધી અને ઉપાધીમાંથી ક્ષેમકૂશળતાથી બહાર આવી શકે.
    કોઇક લોકવાર્તા હતીકે જેમાં  દરિદ્ર બ્રાહ્મણ અને  અંધ દરિદ્ર વણિક પોતાનુ દુઃખ દુર કરવા શીવજીને રીઝવે છે.બ્રહ્મણ ભોળા હોય તેથી તેને ત્રણ વરદાન અને વણિકને એક વરદાન મળ્યુ.
બ્રાહ્મણ ઘરે આવીને પોતના પુત્ર અને પત્નિને એક એક વરદાન લેવાનુ કહે છે. બ્રાહ્મણ પત્નિ સામાન્ય દેખાવ અને ભુખમરાથી થાકેલી હતી તેથી રુપાળી રાજકુંવરી બનીને રજવાડે પરણે તેવુ વરદાન માંગે છે. તેથી ક્રોધીત બ્રહ્મણ એ રાજકુંવરી બનેલી પત્ની ને કુબ્જામાં ફેરવી નાખવામાં બીજુ વરદાન વેડફી નાખે છે.નાનો પુત્ર એ કુબ્જા માતાને પાછી મૂળ સ્વરુપે માંગી ત્રીજુ વરદાન વાપરી નાખે છે.આમ તપશ્ચર્યા એળે જાય છે. જ્યારે કુંવારો અંધ વણિક એક વરદાનમાં માંગે છે કે હે પ્રભુ હું સાતમે માળે સોનાનાં હીંડોળે મારા સાતમા પુત્રની વહુને  નાના પૌત્ર ને તેડતી મારી પત્ની સાથે જોઉ.

કવિ ઉમાશંકરની આ પ્રાર્થના મને તો વણિકની પ્રાર્થના જેવી લાગે છે.

તમારુ શું માનવુ છે?

Read Full Post »