Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ડિસેમ્બર, 2006

તારા ઉદરનાં દરિયામાં સંભાળ્યો મને
તારા હ્રદય ના સિંહાસન પર વિરાજ્યો મને
તારા પુનિત અંગે અંગમાં સમાવ્યો મને
અને આ વિશ્વની મહેંક માણવા તજ્યો મને

નિર્દોષ મસ્તીવાળુ શૈષવ આપ્યું હતું મને
શીક્ષણ પામવા બે વેલણ પણ આપ્યાં મને (વધુ…)

Read Full Post »

જયાં જાય છે  આ કાફલો મારે જવું  નથી,

પાછી લઈ લે નાવ કિનારે જવું નથી.

 

આરામથી  થવા દે સફર જિંદગી મહીં,

આવેછે  મોત  તેડવા જ્યારે જવું નથી.

જીવન બચાવતાં હવે થાક્યો છું, નાખુદા!

મઝધાર ચલ! કિનારે કિનારે જવું નથી. (વધુ…)

Read Full Post »

Merry Christmas & Happy New year!

Merry Christmas & Happy New year! 

from

Gujarati Sahitya Sarita Parivar
Houston TX USA

Rasik Meghani -Co ordinator

Prashant Munshaw _Associate co ordinator

Read Full Post »

આતમે ઓઢેલ કાયાનાં વાઘામાં
ઇશ્વરનો અંશ જરા સમજી તુ લે

મનને વરેલા વિચારોનાં પિંછામાં
ઉંચેરી આશા ઉમેરી તુ લે

દિલને વીંટેલા આ માયાનાં વીંટામાં
સાચુકડી પ્રીત જરા વણી તુ લે (વધુ…)

Read Full Post »

રજાઓમાં અમે આબુ ફરવા ગયેલાં.ત્યાં એક અંગ્રેજ દંપતી મળી ગયેલું. ભાષાની સમસ્યાને હલ કરવા માટે એમણે અમારી સાથે રહેવા વિનંતી કરી,અને મેં હા પાડી દીધી.તેઓ અમારી સાથે જોડાયાં,અંગ્રેજ બાઇને ગંદકી ઘણી ચીડ હતી.તે વાત વાતમાં ‘ડર્ટી’ ‘ડર્ટી’ ની ટેપ વગાડયા કરતી હતી.એટલે,મારી મિત્ર મને ખિજાતી કે શું કરવા કામ આ ચતરીને સાથે લીધી.  ત્યારે મેં એમ કહીને વાતએ ટાળી દીધેલી કે એ આપણા મહેમાન છે અને,અત્યારે એમને આપણી જરુર છે.  (વધુ…)

Read Full Post »

 

આવું અજવાળું ના ઉગે ધણમાં ! કૈક જાદુ હશે રબારણમાં !

આજે તેં આંખ ફેરવી લીધી,કાલે બેઠોતો તારી પાંપણમાં.

સહે…..જ ઉમ્મર વધી હો વર્ષાની,એવું લાગી રહ્યું છે શ્રાવણમાં. 

વૃધ્ધો સામાન્યત: ઊઠી વહેલાં,દીર્ઘ દિવસ જીવે છે ઘડપણમાં.

 રેતી આવી રુપાળી તો ના હોય !ક્યાંક કૂવો છુપાયો છે રણમાં.

હા,લીલો કાચ જેવો મુંઝારો,વેડફી નાખ્યો છે મેં સમજણમાં.

(વધુ…)

Read Full Post »

સામ સામે હતા એમ તો આપણે
ખીણ જેવી શરમ ઉભી આડી હતી
                         રતિલાલ ‘અનિલ’

મારી મરજી મુજબના શ્વાસ લઉં
એક પણ એવી ક્યાં જગા આપી?
                          મનોજ ખંડેરિયા

આ દર્દ મૌનમાં જ છવાતું ભલે અહીં
મેં તો કહ્યું હતું મને,ને સાંભળ્યું તમે
                         ડો. રઘુવીર ચૌધરી (વધુ…)

Read Full Post »

પૂરવનો જાદુગર આવે
છાબ કિરણની વેરે,

હળવે હાથે ધીમુ સ્પર્શે,
પડદા પાંપણના ખોલે.

અંગ મરોડે, કાલની વાતે
આશા નવી કોલાવે, (વધુ…)

Read Full Post »

Now, THIS is really fascinating – I’ve never really given this any thought whatsoever, 

but it’s rather dazzling to see it presented this way.   

(વધુ…)

Read Full Post »

પગરવના તારી વાટમાં હર-એક મુજ વિપળ
યુગ યુગ સુધી પ્રલંબને એવું કશું કશું

તારા વિના આ જિંદગી આકશે ઉડ્ડયન
જાણે કટી પતંગને એવું કશું કશું

સુરજથી પ્રેમ એટલે ઝાકળની જિંદગી
એકાદ પળનો સંગને એવું કશું કશું

જે કાલ આપણી હતી, એવીજ આજે છે
એકજ એ રંગ-ઢંગને એવું કશું કશું

તારો ગમન જે માર્ગે થયો એ હજીય છે
ખુશ્બુથી તર નિશંકને એવું કશું કશું

ચલો મળી સ્મરીએ ‘રસિક’ યાદ આપણી
સુખ દુઃખ તણાં પ્રસંગને એવું કશું કશું

http://bgohil7.wordpress.com/

Read Full Post »

Older Posts »