Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for જાન્યુઆરી, 2007

હોયછે.

imagescaf2smbd.jpg 

રોજ રોજ આંસુ પાડનારા, મજાકનુ કારણ  બનતા હોય છે
દદૅ  કોણ લે,  સૌ    વાતનું   વતેતર    કરતા   હોય છે.

કેટલાય  ઘર  એમને  એમ  બળી  ખાખ થઈ જતાં હોય છે,
 ભભુકતી આગને   ફૂંક મારવાની   મજા   માણતા   હોય છે.

યજ્ઞ   કરનાર  ઘીના   ડબ્બા   હજારો   હોમાતા     હોય છે,
દલીતોના   પેટ પર  પાટુ     મારવાનું  કામ  કરતા હોય છે.

મોતની મજાક ઉડાવી લાશપર  આંખ આડા કાન કરતા હોયછે,
“દીપ” રાખજે  કાળજું   કઠણ  ,દુનિયા સાવ નઠારી  હોયછે.

 

Read Full Post »

પરોઢના પ્રકાશની નજાકત જોઈને તમે યાદ આવ્યા,
               
પ્રકાશના લાલ કીરણની ટશર જોઈને તમે યાદ આવ્યા,

કીરણના શેરમાંથી નીકળતી ધટમાળ જોઈને તમે યાદ આવ્યા,
              
શેરનાં સ્પન્દનો અને શબ્દોના  ભાવ જોઈને તમે યાદ આવ્યા, (વધુ…)

Read Full Post »

અહંકારે  આગ લગાવી અભિમાને અભડાવી
અસ્તિત્વની આળપંપાળમાં આ જગે જકડાઇ

રજકણથી પણ સુક્ષ્મ, તણખલાને તુલ્ય
ઝાંઝવાનાં જળ સમાન આ જીવનનું શું મૂલ્ય (વધુ…)

Read Full Post »

180px-taj_mahal_in_march_20041.jpg 

 નિત મારી   શૈયા સજાવી, વ્હાલ થી પોઢાવનાર કોણ છે ?
ઉષાના  રંગીન વસ્ત્રો સજી,સુંવાળો સ્પશૅ કરનાર  કોણ છે ?

ભટતો  એકલો  હું , આસું  સારતો  આ વેરાન  નગરી માં,
સ્નેહ  શણગાર  સજી , મારા   આસુંને  પોંછનાર  કોણ છે? (વધુ…)

Read Full Post »


થોડા દિવસ
કરુણ શબ્દોની ઊડાઊડ.
થોડા દિવસ
હૉસ્પિટલની લૉબીમાં ફરતાં સગાંવહાલાં જેવી
ઠાલાં આશ્વાસનોની અવરજવર.
થોડા દિવસ (વધુ…)

Read Full Post »

dsc00528.JPG

ધમ ધમતી ધરતી પર,સરકતી સરિતાના નીર ધીંગા-મસ્તી કરતા હોય્,
ખેતરના ખોળામાં લીલોછમ પાક લહેરાતો હોય્,
ત્યારેજ કવિઓમાં કોઈ ગીત જાગેછે.

ચમકતી ચાંદની ચુંદડી પે’રી,લહેરાતા સાગરને લોભાવતી હોય્,
મોજાની મદ મસ્તી સાથે રેતી રણજણતી હોય,
ત્યારેજ કવિઓમાં કોઈ ગીત જાગેછે.

વસંતી વાયરા કોયલનું કુંજન લઈ, પ્રેમીઓને પાગલ કરતા હોય્,
કળીઓની મહેંકમાં યૌવનની અધીરાઈ હોય,
ત્યારેજ કવિઓમાં કોઈ ગીત જાગેછે.
(વધુ…)

Read Full Post »

 

મનની ભીતરમાં ભર્યા છે ખજાના
        સાગર મહીં જેમ મોતીને હીરા
સાચાં કે ખોટા, સારા કે નરસા

        કદી ન જાણે કોઇ મનની માળા
ડૂબકી મારી મારી મથે સૌ પલ પલ
        જડે તો યે ફક્ત શંખોને છીપલાં
(વધુ…)

Read Full Post »

 

મીઠા જળનું હુ માછલુ ખારારે વિદેશી જળ
કેમ કરી રે જીવાય અહીંયા, ડોલર દે ડંખ, 

વતન માં સૌ સ્નેહીઓ, એકલતાની આ પળ
દે મને ઓ પ્રભુ  ઊડવાને, તહીં મનપંખ.  (વધુ…)

Read Full Post »

 

સાચાં માનવ  તેને રે કહીયે, જે ખ્યાલ બીજાંનો કરતાં રે,
મ્હારું ત્હારું જરી ન કરતાં, જરુરત પુરવા મથતાં રે…સાચાં

 સમાનતા સૌમાં જે દાખે, ભેદભાવ ના કરતાં રે,
વિચાર, વાણી વર્તનમાં હે , એક સરીખાં રહેતાં રે..સાચાં (વધુ…)

Read Full Post »

તમને જોઇને વળે ફૂલોને પસીનો
તેને ઝાકળનું નામ આપું તો કેવું?

મુખડૂં ઢંકાય જો ફરફરતી લટોથી
તેને ચંદ્રગ્રહણનું નામ આપું તો કેવું?

મીઠડી બે વાત કરી ભીંજાવો હૈયાને
તેને શ્રાવણનું નામ આપું તો કેવું? (વધુ…)

Read Full Post »

Older Posts »