Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ફેબ્રુવારી, 2007

water-bridge.JPG 

Water Bridge in Germany …. What a feat! Six years,500 million euros,918 meters long…….

now this is engineering!

This is a channel-bridge over the River Elbe and joins the former East and West Germany,
as part of the unification project. It is located in the city of Magdeburg , near Berlin . The photo was taken on the day of inauguration.

To those who appreciate engineering projects…..  

એકવીસમી સદીનું અદભુત માનવ સર્જન નદીનાં પાણી ની ઉપર અન્ય પાણીની નહેર…અને વાહન વ્યવહાર.

Advertisements

Read Full Post »

poet_narmad.jpg

(ડો ઇન્દ્રવદન દવેનાં વિવેચન-લેખ સંગ્રહ ‘ઉપાસના” માંથી તારવેલુ)

નર્મદ એટલે જીવનભરનો જોધ્ધો. એને શાંત,શાણું, ઠાવકું અને ચીલામાં ઘસડાતુ જીવન પસંદ જ નહિ. એની અહર્નીશ ઝંખના જ અસત્ય સામે , અજ્ઞાન સામે, અપમાનો સામે, સીતમો સામે, ગુલામીનાં બંધનો સામે, રુઢીનાં કિલ્લા સામે યુધ્ધ કરવાની, હારવુ પણ થાકવુ નહિ! પડી પડીને પાછા ઉઠવુ પણ દુશ્મન દફનાવાય નહિ, ત્યાં સુધી યુધ્ધમાંથી કદી પાછા હઠી જવુ નહિ એ એનો જીવન મંત્ર. (વધુ…)

Read Full Post »

કોણ  ખરું  છે  ખોટું  શું છે ? હું પણ  જાણું  તું  પણ  જાણે,
મનમાં કોના  ઓછું   શું છે ? હું  પણ જાણું   તું પણ જાણે.

સૌનું   હસવું   રડવું  સરખું ,  ચઢવું  ને ઓસરવું  સરખું,
તોય   બધામાં  નોખું  શું  છે ? હું પણ જાણું તું પણ જાણે.

ક્યારે  કેવી ચાલ રમાશે   જો   જાણો  તો  જીતશો , બાકી,
ઊંટ, વજીર ને  ઘોડુ શું છે ? હું   પણ જાણું તું પણ જાણે.

દિલ  પર  રોજે   રોજનું  ભારણ , સંબંધો તૂટવાનું કારણ,
ઝાઝું  નહીં તો થોડું શુ છે ? હું પણ  જાણું  તુ  પણ જાણે.

તારો મોભો, માન,પ્રતિષ્ઠા, વૈભવ, કિર્તી સૌ  ર’વાદે,
કાળું  શું છે, ધોળું શું છે ? હું  પણ  જાણું   તું પણ જાણું.

                  મકરંદ –   ગઝલગરિમા-૨૦૦૧

*********************************************

નિરાશા  ભરેલા  સ્વરે શું  કહો  છો ?
તમે જે કહો છો , મને શું કહો છો ?
વહેતી  જતી આ    નદીને  કિનારે,
હતું એક શબ ક્યાં જશે ? શુ કહો છો?

– “દીપ”

Read Full Post »

 વસ્ત્રો થઈ ગયા ટુંકા, લાજ ક્યાંથી હોય ?
અનાજ થઈ ગયા હાઈબ્રીડ , સ્વાદ ક્યાંથી હોય ?
નેતા થયા ખુરશીના , દેશ દાઝ ક્યાંથી હોય ?
ફૂલો થયા પ્લાસ્ટીકનાં , સુગંધ ક્યાંથી હોય ?
ચહેરા થયા મેકઅપનાં , રૂપ ક્યાંથી હોય ?
શિક્ષકો થયા ટ્યુશનીયાં , વિદ્યા  ક્યાંથી હોય
ભોજન થયા ડાલડાનાં , તાકાત  ક્યાંથી હોય ?
પ્રોગ્રામ થયા કેબલનાં , સંસ્કાર ક્યાંથી હોય ?
માણસ થઈ ગયો પૈસાનો , દયા ક્યાંથી હોય ?
ભક્તો થયા સ્વાર્થના , ભગવાન ક્યાંથી  હોય ?
                                                     -અજ્ઞાત

સૌજન્ય: www.readgujarati.com
સંશોધન સહાય:  વિનય ખત્રી

Read Full Post »

mitra.jpg

 છે એક, શાણો મિત્ર અમારો,
છે, એ અમ સૌથી નિરાલો.

આપવાની ભાડે બુધ્ધિને,
ગ્રહ્યો છે ,ધંધો નિજનો એણે.

ભૂલ કાઢવી સામા જણની,
ધંધાની પૉલિસી એની.

કામ ભલે હો દસ મિનીટનું,
આયોજન એનું સાત દિવસનું.
(વધુ…)

Read Full Post »

યાદ છે સનમ

imagescawyxw3w.jpg 

વિણેલા વાટમાં મોતી સાથ , યાદછે સનમ,
અધરે  પીધેલા મધુરા  જામ, યાદછે સનમ્.

દિનભર  માણેલી  મહેફીલ ,  યાદછે સનમ,
સાંજે  લધેલ વસ્મી વિદાય,  યાદછે સનમ.

હાથમાં  હાથ   ઝાલી ફરેલા,  યાદછે સનમ,
દુનિયાની  નથી  કરી પરવા, યાદ છે સનમ. (વધુ…)

Read Full Post »

નીરવ એકલતામાં મને હું મળી;
સઘળા સગપણથી વિખુટી,મને હું મળી.


કાગળ કલમને વરેલી,મને હું મળી;
માયાના મેળામાં ભૂલી પડેલી,મને હું મળી.


ઘડી-કાંટાના જંગલમાં ખોવાયેલી,મને હું મળી;
શબ્દોની વનરાઈમાં વીંટળાયેલી,મને હું મળી.

Read Full Post »

Older Posts »