Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for માર્ચ, 2007

sitafal.jpg 

એ છેલ્લી બપોર હતી- વતનની મુલાકાતની
શિયાળાનો મધબપોરનો તડકો-
ઠંડા પવનની લહેરો, તડકાની સોનેરી બાંયો
વરંડાની ઉંચી પાળે ભીંતે અઢેલીને બેઠેલી હું
મીના બે વાડકીઓમાં સીતાફળના અર્ધયુગ્મને લઇ આવી (વધુ…)

Read Full Post »

adam-tan-karavi.JPG

જેટલો મોટેલનો વિસ્તાર છે
એટલો આપણો સંસાર છે

આ અમેરિકાનો જય જયકાર છે
એની થુલી પણ હવે કંસાર છે

આપણો તાળો નથી મળતો પટેલ
એક પટલાણી ને સપના ચાર છે (વધુ…)

Read Full Post »

વાત આજે માંડવી છે જુનાગઢના રેશમી શાયર..શ્રી મનોજ ખંડેરિયાની, કઠોરમાં કઠોર વાતને પણ એ શાયરે નાજૂકાઇથી જ કાયમ મૂકી આપી છે અને તે પણ સંપૂર્ણ અસરકારક રીતે..

બીજુ એ કે, Corporate Worldમાં કે Managementની વાતોમાં જે Core Competencyની વાતો થઈ છે..જે મુજબ કંપનીએ પોતાના Main Business પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ..બહુ દિશાઓમાં પ્રયત્નો કરીને effort dilute ના કરવા જોઇએ…એ વાતને આ શાયરે પોતાની જીંદગીમાં ઉતારી..માત્ર ગઝલનો જ કાવ્ય પ્રકાર ખેડીને..અને એમાં એમણે હાંસલ કરેલી ઉંચાઈઓ તો મારી તમારી નજર સામે જ છે.. (વધુ…)

Read Full Post »

હું
મુજ વિચાર વર્તુળોનું કેન્દ્ર
સ્પંદિત જળનાં વલયોની જેમ
તુજ વિચાર કેરા કંકર
મારા વિચારો ને દોડાવ્યા કરે (વધુ…)

Read Full Post »

કિસ્સો કેવો સરસ મઝાનો છે,
બેઉં વ્યક્તિ સુખી થયાનો છે.
પલ્લું તારી તરફ નમ્યાનો તને;
મુજને આનંદ ઊંચે ગયાનો છે !

આ મુક્તક ડો ધવલ શાહની વેબ્સાઇટ લયસ્તરો પર વાંચ્યુ અને કલમ જોરમાં આવી. મુકુલ ચોક્સી સરસ લખે છે તે તો સર્વવિદીત છે પણ આ મુક્તક વાંચતા એવુ થયું કે (વધુ…)

Read Full Post »

map0000.jpg

Read Full Post »

ટપકી રહી છે વેદના વાલમ હવે તો આવ
વરસે નયનથી વાદળા, વાલમ હવે તો આવ

તુ આવશે તો આભલા સૂરજ બની જશે
પગલા થશે પરોઢના, વાલમ હવે તો આવ

બંને મળીને ઝીલશું, બળતા બપોરે ધૂપ
ચૈતર સજાવે ઝાંઝવા,વાલમ હવે તો આવ
(વધુ…)

Read Full Post »

ઘણા વખતથી જવાની એ રાહ જોતા હતાં
‘જો મેં આ બધાંને કહી રાખ્યું છે.
પણ તનેય કહું-
સોનાની બે બંગડી અને તુલસી માળા તારાં
હું જઉ પછી તારે લઇ જવાનાં

ગયા વર્ષે ઉનાળો પડતાં પહેલાં
દેશમાં હું તેમને મળવા ગઇ ‘તી (વધુ…)

Read Full Post »

 

1. પુસ્તક, કિતાબ, બુક એ એવી વસ્તુ છે, જે માનવીનાં મનને શણગારે છે. અને માનવીને સાચા અર્થમાં માનવ બનાવે છે. આજ કારણ છે કે લેખક સર્જક સૌથી વિશેષ માનનો અને આદરનો અધિકારી લેખાયો છે.

2.જ્યારે તમે લંચ માટે બે કલાક જેટલી લાંબી છુટી મેળવવા જેટલુ મહ્ત્વ પ્રાપ્ત કરી લો છો..ત્યારે ડોક્ટર તમને માત્ર એક ગ્લાસ દુધ થી ચલાવી લેવાની સલાહ આપે છે.

3.તમે જો ગરીબ હો.. પણ તમારામાં ગરીબીની લાચારી અને દીનતા ન હોય,, તમારુ મસ્તક તમે ઉન્નત રાખી શકતા હો,, અભાવ્નાં રોદણા છોડીને તમે તમારા પુરુષાર્થ અને અણનમ પ્રયત્નોની પુંજી લઇને ટટ્ટારચાલી શકતા હો..તો તમે ગરીબ છો તે વાત ગેર સમજ માત્ર છે. (વધુ…)

Read Full Post »

earth-rise.jpg
Picture courtsey : NASA- USA
પદ્મશ્રી ડો કુમારપાળ દેસાઇને ગુજરાતી સાહિત્ય સરિતાની બેઠક્માં ડો કમલેશ લુલ્લાએ નાસાનું આ અલૌકિક ચિત્ર ભેટ આપ્યુ ત્યારે તે ચિત્ર જોઇ ત્યાં હાજર રહેલ પ્રો. સુમન અજ્મેરીને સ્ફુરેલી અછંદાસ કૃતિ અત્રે રજુ થાય છે

સનરાઇઝ
એટલે કે સૂર્યોદયને
સૂર્યનાં ઉદયને
નાણ્યો અને માણ્યો હશે
અનેક્ધા જીવનમાં, આપે.
આયોજનબધ્ધ રીતે
વા અણધાર્યો અનેક વાર
વાદળ છાયા રંગોની (વધુ…)

Read Full Post »

Older Posts »