Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for જૂન 13th, 2007

માતૃભાષની સ્થિતિ સારી નથી- સુમન શાહ-2

માતૃભાષાની સ્થિતિ સારી નથી-સુમન શાહ-1

જે લેખે મને આ શ્રેણી લખવા પ્રેર્યો તે લેખ મુ કિશોર દેસાઇનાં આશિર્વચન અને સંમતિ થી અત્રે મુકું છું
સાથે સાથે શ્રી જય ભટ્ટનાં વિચારો અમેરિકામાં જે ગુજરાતીનું અમેરિકન સ્વરુપ્ જોઇ દેખાયા છે તે અહીં મુકું છું.

એ ક્દાચ સાચું હોઈ શકે કે અહીં મોટાં થતાં બાળકો ને ગુજરાતી ભાષા માટે આપણને જેટલો લગાવ છે તેટલો એમને ક્દાચ ન હોય,અને તેઓ ધીમે ધીમે ગુજરાતી ક્દાચ ભુલી પણ જાય. આ વસ્તુ મેઁ પ્રત્યક્ષ જોઈ છે. પણ સાથે સાથે નવાં ગુજરાતીઓ પણ દર વર્ષે અહીં આવી રહ્યા છે. ગુજરાત અને મુંબઈમાં ગુજરાતી શાળાઓ બંધ થવા માંડી છે. અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો આગ્રહ, માતા-પિતા પણ ફટાફટ બોલતાં અંગ્રેજી બાળકોને જોઈ ગર્વ અનુભવે. ઘણી વખત માતા-પિતા બાળકોને કહેતાં થાકે કારણકે બધાં જ અંગ્રેજીમાં બોલતાં બાળકો વચ્ચે પોતે કદાચ જૂનવાણી લાગે એ બીકે. ઝી ગુજરાતી પર ‘પાર્થિવ ગોહિલ’ સંચાલિત ‘સા રે ગ મ’ કાર્યક્રમ આવતો તે પણ હવે બંધ થઈ ગયો છે. હિંદી ‘સા રે ગ મ’ બધાં પૂરજોષથી નિહાળે છે. અહીં અમેરિકાના પૂર્વના રાજ્યોમાં તુષાર શુક્લ સંચાલિત ‘મહેફિલ’ પ્રોગ્રામ આવે છે ત્યારે જ હિંદીમાં ‘સા રે ગ મ’ આવે છે. આપણાં ગુજરાતીઓમાંથી કેટલાં સા રે ગ મ છોડીને ‘મહેફિલ’નો રસ પીશે? ‘અંગેજી’, ‘હિંદી’ કે ‘ગુજરાતી’ ભાષા વચ્ચેનો આ વિવાદ નથી. માત્ર મારૂં કહેવું એટલું જ છે કે ગુજરાતી ભાષાનું સહ-અસ્તિત્વ હોવું બહુ જ જરૂરી છે. ગુજરાતી સાહિત્ય રૂપાંતર સ્વરૂપે બીજી ભાષાઓમાં પણ આવે એ અત્યંત જરૂરી છે.
દરેક ભાષા એ દેશની સંસ્કૃતિને જીવાડે છે.
ગુજરાતની શાળાઓમાં શિક્ષકો એ સહિયારાં બ્લોગ બનાવવાનું વિધાર્થિઓને પ્રોત્સાહન આપવું જરૂરી છે. ચર્ચાત્મક બ્લોગ્સ ગુજરાતી ઉપરાંત સર્જનાત્મક વિચારોને બહાર લાવશે. અંગ્રેજી માધ્યમ ની શાળાઓમાં એક ગુજરાતી વિષય રાખવો. અહીં અમેરિકામાં આવ્યા પછી ગુજરાતી ભાષા પ્રત્યેનું મારું ખેંચાણ વધ્યું. ગુજરાતી પુસ્તકો પણ્ અહીં વાંચવા મળ્યાં. ગુજરાત રાજ્યની પોતાની જ ઘણી ગુજરાતી વેબ સાઈટ્સ દેખાવા માંડી છે. મારાં વ્યક્તિગત રસ ને લીધે આ વિષય પર સમય મળ્યે મારી શોધ ખોળ ચાલુ છે. બધાં ગુજરાતી સામયિકો કે સમાચારપત્રો ગુજરાતી સર્ચ એઁજિનોમાં ‘Index’ક્યાર થી થશે? આ શક્ય થશે ત્યારે ગુજરાતી ભાષા વધુ વ્યાપક બનશે. ગુજરાતી ભાષાના પ્રેમીઓ પોતાનો ‘પ્રેમ’ વધુ ઉત્ક્ટ બનાવી આ દિશામાં આગળ વધી સંપાદકોને જાણકાર બનાવે.

ગુજરાતી સારસ્વત પરિચય પર ‘વેબ પર જાણો અને માણો’ http://sureshbjani.wordpress.com/web_info/ નો વિભાગ પૂ. સુરેશદાદા અને પૂ. જુગલકાકામાંથી પ્રેરણા લઈ શરૂ કર્યો. આ વિભાગમાં ગુજરાતી ભાષામાં પ્રકાશિત થતી માહીતિ કે ગુજરાતી ભાષાને લગતી માહીતિ આપવનો યથાયોગ્ય પ્રયત્ન કર્યો છે. ગુજરાતી ભાષાને જીવતદાન આપવા માટે સંયુક્ત પ્રયત્ન કરવાનો સમય આવી ગયો છે. ભાષાનું ભાવિ ઘણું જ ધૂંધળું લાગે છે. આપણે બધાં જ સાથે મળીને પ્રયત્ન કરીશું તો જરૂર સફળ થઈશું જ.

જરૂર છે સહકાર, સમન્વય, હકારાત્મક અભિગમ, ત્યાગ (આપણાં વ્યક્તિગત સમયમાંથી થોડો સમય કાઢી )

જય ભટ્ટ સારા લેખક અને સંશોધન કર્તા છે જેઓ ગુજરાતીને જીવંત રાખવાનાં આ પ્રયાસોનો એક ભાગ છે તે જ્યારે તેમની વેબ સાઇટ http://www.bansinaad.wordpress.com જોશો ત્યારે સમજાશે… જયભાઇની જેમ દરેક ગુજરાતી ભાષાનાં ચાહક અને ચિંતક્ને આ મંચ ઉપર આમંત્રણ છે.

Advertisements

Read Full Post »