Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ઓગસ્ટ, 2007

રાસલીલાનું વર્ણન લગભગ આપણે બધા જ જાણીયે છીએ.બાળકૃષ્ણની એ લીલા નરસિંહ મહેતાએ નરી આંખે, એક મશાલના અજવાળે જોઇ હતી.એનું પ્રમાણ ઇતિહાસમાં જોવા મળે છે.

શ્રીમદ ભાગવતમાં આલેખાયેલ આ રાસલીલા કંઇક આવા પ્રકારની હતી.એક કૃષ્ણ એમના સાથી ગોવાળિયાઓ સાથે રાસલીલા રમે છે.વ્રજની ગોપીઓ તેમાં સાથ આપે છે.દરેક ગોપીને લાગે છે કે કૃષ્ણ તેની સાથે છે.કૃષ્ણ પુરુષ (+ વીજભાર)છે.ગોપીઓ સ્ત્રીઓ(- વીજભાર)છે. સ્ત્રીઓને પ્રકૃત્તિ કહી છે.જેના પર આગળનો સંસાર નિર્ભર છે. સર્વશક્તિનો ભંડાર-ગોવાળિયાઓને સમતોલન નો ભાર(વીજભાર વિહીન) સોંપાયો છે. (વધુ…)

Read Full Post »

 

હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાનાં સંનિષ્ઠ અને અનુભવી હાસ્ય લેખક અને કવિ શ્રી ચીમન પટેલની નોંધ ગુજરાતી સારસ્વત પરિચય ઉપર લેવાઇ.

http://sureshbjani.wordpress.com/2007/08/20/chiman-patel/

અભિનંદન! ચીમનભાઇ…

Read Full Post »

 dsc00225.jpg

 એક પળ- રાધેશ્યામ શર્મા સાથે-૨૦૦૪

જુલાઈ-2007માં -‘તાદથ્યૅ’  મેગેઝીન પકટ થયેલ મારી એક ગઝલ “નભના નગર નિકળ્યા” નો આસ્વાદ
રણજીતરામ સુવર્ણચદ્રક વિજેતા શ્રી રાધેશ્યામ શર્મા લખેલ છે જે આપની સમક્ષ રજૂ કરતા આનંદ થાય છે. આશ છે કે આપ સૌ ને ગમશે અને આપનો પણ અભિપ્રાય  જરૂર આપશો.

********************************************

 ગઝલનો આસ્વાદ

નભના  નગર નીકળ્યાં ,તારલા સૌ જોવા નીકળ્યાં,
શેરીના  શ્વાસ  રુંધાયા, શ્વાન  સૌ  ભસવા નીકળ્યાં.

ક્યાં  હતું    મારું અહી    કોઈ    ઠેકાણું આ  શહેરમાં,
ઝાંઝવાના   ઝળ  મને   કેમ અહીં શોધવા  નીકળ્યાં ?

સગા-  સંબંધીની   ખુશામત  અહી  જિંદગી-ભર કરી,
કાંધો  આપવા  એ  ઘેરથી    બહું    મોડા   નીકળ્યાં.

ભલે   દોસ્તી  કરી   લીધી સરિતાએ   ભાન-ભુલી ને,
મોડું  થઈ ગયું, જ્યારે સાગરના પાણી ખારા નીકળ્યાં.

-વિશ્વદીપ બારડ

શીષૅકશૂન્ય કૃતિ, પહેલી નજરે તો સાવ સામાન્ય લાગે પણ એકે એક  મિસરો જરી ઝીણી નજરે જોઈ  તો સંવેદનાનો વ્યાપ આવે.
           અહી તો મતલો  જ અધિક ધ્યાનાહૅ છે-‘નભના નગર નિકળ્યા’…
            ગુજરાતી કાવ્યસાહિત્યમાં  નગરકાવ્યો ઘણા છે. ત્યાં નગરની અંદર નભ વાણાયું, વણૅવાયું મળે કદી, પણ આહીં તો કવિએ નભના નગરને  નીકળતાં વણૅવ્યાં છે.સિટી ઑવ સ્કાય. ‘નીકળ્યાં’ લખ્યું છે તે ઉપરથી એક નહિ અનેક નગરોની વાત છે.
         નભ નક્કર નથી, વાદળસભર એક પ્રકારનો અવકાશ જ છે ક્યારેક પ્રવાહી હોવાનો અભાસ આપે. નભ અવકાશ રૂપે સ્થિર લાગે અને અભ્રની ગતિથી ચલિત લાગે. આમાં નગર નિકળ્યાં આલેખી ભાવકમાં  કુતુહલ રોપ્યું કે આ નગરો નીકળીને ક્યાં જશે ? પણ ઉત્તરાધૅ કડી એનું શમન કરેછે ‘તારલા સૌ જોવા નીકળ્યાં’. નભનગરો નીકળવાની આશ્ર્યૅકારક ઘટનાને તારકો સૌ જોવા નિકળ્યાં. એનું પરિણામ શું આવ્યું? શેરીના શ્વાસ રુંધાયા,શ્વાન સૌ ભસવા નીકળ્યાં.
      ઉધ્વૅ આકાશ સાથે સકલ તારકો નીકળી પડે ત્યારે નીચે પૃથ્વીવાસી શ્વાન ભયભીત બની ભસવા જ માંડેને. વળી એમનું ભસવાનું શેરીના શ્વાસ  રુંધામણ પછીનું  રિએકશન છે. નભનું નગર રૂપે અચાનક નીકળી પડવું અને એની લગોલગ તારલાનું જોવા નીકળવું-જેટલું સ્વભાવિક છે એટલું જ સાંકડી શેરીના શ્વાસનું રુંધાવું  ને શ્વાનોનું ભસવું સહજ છે.

      કવિની ખૂબી મતલામાં ભરી છે . બૃહદ વ્યાપક આકાશને , સંકીણૅ શેરી-શ્વાનની નક્કર વાસ્વિકતા સાથે સંકલિત કરી આપી.

      બીજો શે’ર નાયકની આત્મલક્ષી-આવારાઆનિકેતનાનો અંદાજ આપેછે-‘ક્યાં હતું મારું અહીં કોઈ  ઠેકાણું આ શહેરમાં ?’ બીજી  તૂક પ્રશ્નાર્થી છે ‘ઝાંઝવાના જળ મને કેમ અહીં શોધવા નીકળ્યાં?’ અત્રે ‘ઝાંઝવાના જળ ; પ્રયોગથી નભ  તેમજ નગરને પરોક્ષ રીતિર મૃગજળ ક્વ્યાં છે.

     મત્લા બાદ લગભગ દરેક શે’ર સ્વતંત્ર છે. ત્રીજામાં , નાયકને સગાવહાલાંની  અપેક્ષા રાખતો દર્શાવ્યો છે. અપેક્ષા હતી એટાલે તો જિંદગી-ભર સગા-સંબંધીની ખુશામત કરી. પણ અંતે પરિણામ ?
          ‘કાંધો  આપવા એ ઘેરથી બહુ  મોડા નીકળ્યાં’
‘બહું મોડા ‘ નીકળવાની  પ્રસ્તુતિ ગઝલીઅતનો સામાન્ય મિજાજ દર્શાવે છે. જિંદગી આખી ખુશામત કરી કરી મરી ગયેલને સ્મશાન સગાં કાંધો  આપવા તો ગયાં પણ બહુ મોડા નીકળ્યાં ઘેરથી ! વાહ…

      ‘ભલે દોસ્તી કરી લીધી સરિતાએ ભાન -ભૂલીને ‘
(અહીં સરિતા, ભાનભૂલી ભોળી માનવસુતા રૂપે પ્રત્યક્ષ થઈ)

ત્રીજા શે’રની ‘મોડી પડવાની ઘટના મકતામાં રિપીટ કરીને રચનાનો પ્રભાવ અલ્પ કર્યો લાગશે-‘મોડું  થઈ ગયું, જ્યારે સાગરના પાણી ખારા નીકળ્યાં’.(નીકળ્યાં’નો રદીફ સચવાયો છે સતત, પણ એટલું જ … વિશેષ કંઈ નહીં)

          પ્રસ્તુત કૃતિ કવિ વિશ્વદીપ  બારડને મત્લાના જોર ઉપર જ ધન્યવાદપાત્ર ઠરાવે એવી રચાઈ છે. ‘નભમાં નગર” અલકાનગરીની સ્મૃતિ કોઈક સુજ્ઞોને રણઝણાવશે, કદાચ.

-રાધેશ્યામ શર્મા -જુલાઈ-૨૦૦૭ ‘તાદથ્યૅ’ મેગેઝીન, ગુજરાત
 

Read Full Post »

mari-padi-chhe.jpg
 મરી પડી છે બહાદુરી,ભોંય પર,

બેઠી કાયરતા,બંદૂક લઇ.

સિંહ કહે:

લે નખ અને જડબુ મારી પાસેથી

કાં દઇ દે બંદૂક મને અને પછી લઢ

ત્યારે સમજાય કોણ બહાદુર

અને કેવી તારી બહાદુરી!

Read Full Post »

સ્વાધીન અજય છે ભોમ અમારી,

મુક્ત અજય અમ સરિતાતીર;

ગિરિગહવર ને ખીણ-કોતરો,

મુક્ત સદા અમ સાગર-નીર!

સ્વાધીન! અમે સ્વાધીન! સદા સ્વાધીન!

અમે સૌ ઉન્નત-શિર;

મુક્ત અભય છે ભોમ અમારી,

મુક્ત અભય અમ વહે સમીર. (વધુ…)

Read Full Post »

adil-mansuri.jpg

પચાસ વર્ષની લાંબી સર્જન યાત્રામાં એક વધુ સન્માનથી પુરસ્કૃત થયા ન્યુ જર્સી સ્થિત ગઝલકાર જનાબ આદિલ મન્સૂરી. તે અવોર્ડ છે ” Life time acheivement awrd”.

અમેરીકન ફેડરેશન ઓફ મુસ્લીમ્સ ઓફ ઇંડીયા- આ એવોર્ડ તેમના વાર્ષિક અધિવેશન માં ખાસ આમંત્રિત દિલ્હીનાં નિવૃત ન્યાયાધીશ ડો રાજેન્દ્ર સાચરનાં હસ્તે જનાબ આદિલ મન્સૂરીને 1 સપ્ટેંબર 2007 નાં રોજ કેનેડા ખાતે અપાશે. (વધુ…)

Read Full Post »

 

 વ્હાલા સ્વજનો 

આખું કુટુંબ અત્રે આવવા અધિકૃત બન્યુ છે તે આનંદનાં સમાચાર સાથે ફોન ઉપર આવકાર બાદ કેટલીક વાતો જે ફોન ઉપર કરી હતી તે અત્રે કાગળ ઉપર મુકું છુ.

1. ભાષા: ( ખુબજ જરુરી)

  • અંગ્રેજીનું જ્ઞાન હોવુ અહીં ખુબ જ જરુરી છે ખાસ કરીને બોલવાનું સાંભળવાનુ અને સમજવાનુ. ઉચ્ચારો વિશે માહિતગાર થવા જ્યારે અનુકૂળ થાય ત્યારે Talkative English movies જોવાં ( તેના દ્રશ્યો પ્રસંગો જોવા કરતા તેના ઉચ્ચારો ઉપર ધ્યાન રખાય તો સારુ, બને તો અમૂક અમૂક સમયે આંખ બંધ કરીને જ જોવા). (વધુ…)

Read Full Post »

મારો નાનો ભત્રીજો પોલ હંમેશા સબંધોમાં ગુંચવાય. મોટુ કુટુંબ એટલે અમેરિકન પધ્ધતિ પ્રમાણે પહેલી પેઢી અને બીજી પેઢીનાં જુદા જુદા સબંધોમાં તે કાયમ ગુંચવાય કારણ અહીં એક જ સબંધના વિગતે અર્થો ના સમજાય તેથી તેને કુટુંબ પ્રથા ગુજરાતી અને અંગ્રેજીમાં સમજાવી તો પોલ ( 8 વર્ષનો )બોલી ઉઠ્યો..આ તો સાફ અને સરળ છે.

પોલ તેની બહેન ગૌરી ( સગા ભાઇ બહેન)

પોલનાં અને ગૌરીનાં પપ્પા અને મમ્મી અનંત અને રેખા (વધુ…)

Read Full Post »

eyes.jpg

 

તે સાંજે મારા મિત્ર જહોન (જે અહિ યુનિવર્સિટિમાં અંગ્રેજી ભાષા શિખવે છે )સાથે ભાષા વિશે ચર્ચા નીકળી અને તેની અંગ્રેજી ભાષાની બડાશો સામે મેં એક વાત પુછી શું એક શબ્દને મહ્ત્તમ કેટલી વખત ઉપયોગમાં લઇ તુ અર્થ બદલી શકે..એના પ્રયત્નની સામે મેં સીગરેટના ખોખા પર નીચેની કસરત કરી અને આદર સાથે જહોન મને અને મારી માતૃભાષાને જોતો થઇ ગયો

આંખ

આંખ વહેવી – આંસુ આવવા,

આંખ ઉભરાવી – આંસુથી આંખ ભરાવી , (વધુ…)

Read Full Post »

ગુજરાતી ભાષાને નબળી માનીને ચાલનારા સૌને તેમના અજ્ઞાન ઉપર શરમ આવવી જોઇએ. તેવુ મંતવ્ય ધરાવતા નર્મદે જ્યારે નર્મદકોશ  તૈયાર કર્યો ત્યારે સંસ્કૃત માતાની કોઇ પણ ભાષા નબળી ન હોય તે સિધ્ધ કરવા તે વર્ષો સુધી ઝઝુમ્યા. અંગ્રેજીકાળમાં તેમને જરુરી ક્લાર્ક જમાતને તૈયાર કરતા તેઓ એ જે ભાષા તેઓ સમજી શકે તે ભાષા કરતા બીજી દરેક ભાષા ઉતરતીનું જે વિષ પીવડાવ્યુ હતુ તેની માઠી અસરો હજી ઉતરી નથી. જે બ્રીટીશ કંપની દેશને 200 વરસ ચુસીને ગઇ છતા તેમના હજી કેટલાક અનુયાયીઓ માનવા નથી માંગતા કે તેમનામાં અને આપણી ભાષામાં ઘણો ફેર છે.

ચાલો મુળભુત વાતો પહેલા કરીયે

અંગ્રેજી માં સ્વર કેટલા અને વ્યંજનો કેટલા? અને ગુજરાતીમાં સ્વર કેટલા અને વ્યંજનો કેટલા? (વધુ…)

Read Full Post »