Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for જૂન, 2008

Mukund Gandhi
શ્રી મુકુંદ ગાંધી- પૂ. મોટાભાઈનાં પાત્રમાં

Artists Performing Pu. Motabhai
સંગીતકાર મનોજ મહેતા, મુકુંદભાઈ અને વર્ષાબેન શાહ પત્ર વાંચનની ક્ષણોમાં

Artists Performing Pu. Motabhai 2

પ્રવક્તા નાં પાત્રમાં વર્ષાબેન શાહ અને સોહમનાં પાત્રમાં શ્રી રસેશ દલાલ

Audience 1
નાટ્યમાં તલ્લીન શ્રોતાગણ..વિજય શાહ, સતીશ પરીખ, નિખિલ મહેતા,ફતેહ અલી ચતુર્ સરયુબેન પરીખ, દેવિકાબેન ધ્રુવ અને પ્રશાંત મુનશા. પાછળની હરોળમાં રીધ્ધીબેન દેસાઈ, દીપાબેન દલાલ અને તેમના બેન તથા કનક બેન શાહ નાટક માણી રહ્યાં છે

Audience 2

નાટ્યમાં તલ્લીન રમઝાનભાઈ વિરાણી, હેમંતભાઈ ગજરાવાલા, સુરેશ બક્ષી, ઉમાબેન નગરશેઠ, નીરા બેન શાહ્ ગીરિશ ભાઈ પંડ્યા, પંકજભાઈ દેસાઈ, પૂર્ણીમાબેન ગજરાવાલા, રસિક મેઘાણી રાજેશ દેસાઈ, ભાવિક અને શ્રધ્ધા શાહ

ગુજરાતી સાહિત્ય સરિતાની જૂન મહીના ની બેઠક

ગુજરાતી સાહિત્ય સરિતાની જૂન મહીના ની બેઠક તા. ૨૨ જૂન ૨૦૦૮, રવિવારે શ્રી મુકુંદ ગાંધીને ત્યાં બપોરે ૨ વાગે આયોજાઈ. આ બેઠક્નો વિષય હતો “મારા પિતાજી” જે ફાધર ડે ને અનુલક્ષીને હતો. ધારણા હતીકે માતા ઉપર ઘણુ લખાણ છે પણ પિતા ઉપર ઓછુ લખાણ્ હોય છે તેથી આ વિષય થોડો અઘરો થશે પણ તેવુ ન બન્યુ અને ઘણા લખાણો વંચાયા કેલીફોર્નીયાનાં ડો ચંદ્રવદન મિસ્ત્રી થી માંડીને લાભશંકર ઠાકરનાં પુસ્તક “બાપા વિષે” સુધી ની મજલ ફાધર ડે ને જીવંત કરી ગઈ. પ્રવિણાબેન કડકીયા, દેવિકાબેન ધ્રુવ્, હિંમત શાહ, નુરુદ્દિન દરેડિયા, રમઝાન વિરાણી, સતીષ પરીખ, વિજય શાહ અને વર્ષા શાહે પોતાની પિતાજી વિશે કવિતા કહી, ફતેહઅલી ચતુરે વ્યંગાત્મક રીત આજની પેઢીની વાતો તેમની આગવી છ્ટામાં કહી.

આ બેઠક્નું વિશિષ્ટ પાસુ એ હતું કે ગુજરાતી સાહિત્ય સરિતાએ પહેલી વાર સ્વાયત્તતાનો હેતૂ પુર્ણ કર્યો.. સાત વર્ષ પહેલા આ પરિકલ્પના હતી કે સાહિત્ય સરિતા સંપૂર્ણ સ્વાયત્ત બને એટલે કે એવો પ્રોગ્રામ કરે કે જેમાં સંગીત નાટ્ય અને લેખન ત્રણેય કળાઓને વરેલા સભ્યો સર્વે સર્વા હોય્. આવો એક કાર્યક્રમ આજે યોજાયો. સભ્ય વિજય શાહની વેબ પત્રશ્રેણી “પૂ. મૉટાભાઈ” નાટ્ય સ્વરુપે ભજવાઈ તેનું નાટ્ય રુપાંતર અને ભજવનાર હતા શ્રી મુકુંદ ગાંધી, રસેશ દલાલ અને વર્ષા શાહ અને પાર્શ્વ સંગીત આપ્યુ હતુ શ્રી મનોજ મહેતાએ.

“પૂ. મોટાભાઈ” વેબ પત્ર શ્રેણી માતૃભૂમિ છોડીને પરદેશમાં ઠરીઠામ થયેલા આપણા સૌની કહાણી છે. માતાપિતા કુટુંબની છત્ર છાયા છોડીને આપણે આવ્યા. આજે તેઓ ની વૃધ્ધાવસ્થામાં તેઓ દિકરાઓની હૂંફ ઇચ્છે છે ત્યારે દિકરાઓ તેમના સંતાનો ને પણ તેટલીજ આર્તતા થી ચાહે છ તેથી તેઓ ત્યાં જઈ ને રહી નથી શકતા. બે સંસ્કૃતિ, બે પેઢીઓ વચ્ચેનો આ પ્રવાસ, સહવાસ અને સુંદરતાની સાથે જે ખાલીપો બંને પેઢીનાં માબાપો ભોગવે છે તેની શું ફલશ્રુતિ હોઈ શકે તેની વાતો થી આ નાટ્ય પ્રયોગ તેની ભજવણી દરમ્યાન દરેક નાટ્ય વણાંકો પ્રમાણે સભાગૃહનાં સભ્યો ને તન્મય અને એકરુપ કરી શક્યું હતું સૌ શ્રોતા નાટકનાં દરેકે દરેક પત્રોને વધાવતા જતા હતા. દર્દનાં પ્રસંગે અશ્રુધારા પણ જોવા મળતી હતી. શ્રી મુકુંદ અને મંજુબેન ગાંધીનાં ઘરમાં આયોજીત રંગમંચમાં ભારત અને અમેરીકાનાં ધ્વજ જે તે દેશ અને વેશ દર્શાવતા હતા. સવા કલાકનાં આ નાટક દરમ્યાન સભાગૃહનું રંગમંચ પર ભજવાતા નાટક પ્રત્યે માન ઉંચું હતું તે પત્ર પતે અને પડતી તાળીઓનાં ગુંજારવ થી સિધ્ધ થતુ હતુ.

આભાર વીધી કરતી વખતે વિજય શાહે જણાવ્યુ હતું કે આ પ્રયોગ ગુજરાતી સાહિત્ય સરિતાનાં સભ્યોની હુંફ અને માર્ગદર્શન વગર શક્ય ન બન્યુ હોત. આ આખી વાર્તા અને તેનો નાટ્ય પ્રયોગને ગુજરાતી સહિત્ય સરિતાની વેબ સાઈટ http://gujaratisahityasarita.org ઉપર જોવા મળશે.

-ફતેહ અલી ચતુર
ફોટો સૌજન્ય: સતીશ પરીખ

Read Full Post »