Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ફેબ્રુવારી, 2009

100_3663100_3658

ડાબી બાજુથી નુરુદીનભાઈ, વિશ્વદીપ બારડ. વિજયભાઈ શાહ, પ્રકાશ દેસાઈ, જયંત પટેલ.)
(બીજી તસ્વીરમાં ગાંધીજીને શ્રદ્ધાજંલી પ્રવચન આપતાં માનનિય કૉનસલ જનરલ ઓફ ઈન્ડિયા શ્રી સંજય અરોરા)

હ્યુસ્ટનને આંગણે  “ગાંધીજીના નિર્વાણદિન” શ્રદ્ધાજંલીનો કાર્યક્રમ.

મહાત્માગાંધી લાયબ્રેરી,આઈ.સી.સી., ગુજરાતી સાહિત્ય સરિતા  તેમજ અન્ય સંસ્થાના સંયુક્ત સંયોગથી પ્રથમવાર હ્યુસ્ટનના આંગણે, જાન્યુઆરી ૩૧, ૨૦૦૯ને શનીવારે “ગાંધી નિર્વાણદિનના”કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. સાબરમતીનાં સંત અને એક યુગ પુરૂષ, વિશ્વના માનિતા એવાં ગાંધીજીને શ્રદ્ધાજંલી અર્પવા ડાઉન-ટાઉન, હરમનપાર્કમાં, સવારે ૧૦વાગે ગાંધીબાપૂની મૂર્તિને ફૂલહાર પહેરાવી, “રઘુપતિ રાઘવ રાજારામ”ની ધુન લગાવી સૌ  જનસમુદાય નીકળી ‘ઈન્ડિયા હાઉસ’માં આવેલ. જ્યાં સભાનું સુકાન  ડૉ.મનીષ વાણીએ સંભાળેલ.ગાંધીજીનાં  પ્રિય એવા ભજનો,  કવિતાના આયોજન અને ગાંધીજીને શ્રદ્ધાજંલી અર્પતા બે મિનિટ મૌન  સાથે સવારે ૧૧વાગે માનનિય કૉનસલ જનરલ ઓફ ઈન્ડિયા શ્રી સંજય અરોરાએ ગાંધીજીને શ્રદ્ધાજંલી અર્પતા કહેલકે ‘ઓકટોબર ૨,મહાત્માગાંધીનો જન્મદિવસ આખા વિશ્વમાં નૉન-વાયોલન્સ દિવસ તરીકે ઉજવવામાં આવશે,જે યુનાટેડ નેશનમાં સર્વાનુમતીએ પસાર કર્યો એક ગૌરવની વાત છે.’ગાંધીજીના અહિંસા પ્રવૃતી આવેગ આપનારા  સ્વ.માર્ટીનલ્યુથર કીંગની પ્રશંસા કરેલ.ત્યારબાદ  ગાંધી લાયેબ્રેરીના સ્થાપક અતુલભાઈ કોઠારીએ  ગાંધીજીને શ્રદ્ધાજંલી અર્પી, મનોજભાઈ અને કલ્પના મહેતાએ તેમના મધુરાગ સાથે’ વૈષ્વણજનતો તેનેરે કહીએ..’ગાઈ સૌને  ભાવ-વિભોર કરેલ,તેમજ ફતેહાલી ચતૂરે ગાંધીજી વિષે હન્દી કાવ્ય પઠન અને  નિખીલ મહેતાએ ઉમાશંકર જોષીએ લખેલ ગીત..”મારું જીવન તે મારી વાણી” જે ગાંધીજીને અર્પણ કરેલ તે મધુરકંઠે ગાયેલ. હ્યુસ્ટન યુનિટી ચર્ચનાબે સભ્યોએ પોતાના ચર્ચમાં ચાલતાં વર્ગગાંધીના વિચારો અને એમની પશ્રિમદેશો પર અસર”વિષે સુંદર વાતો કરેલ, ઉપરાંત શ્રી દેવ મહાજને ગાંધી લાયબ્રેરીની આગળ ધપતી પ્રવૃતીનું પ્રવચન સાથે સૌનો અભાર માની પ્રથમ દોરની સભાની પૂર્ણાવતી જહેર કરેલ  ત્યારબાદ “રઘુપતિ રાઘવ રાજા રામ”ની ધુનબાદ બપોરના બાર વાગે અલ્પાહાર માટે વિશ્રાંતી  લીધી,ડૉ. મનીષ વાણીએ  સમયને સાચવીને પ્રથમદોરનું સુંદરરીતે આયોજન કરેલ

                    બપોરબાદ હ્યુસ્ટનમાં ચાલતી ગુજરાતી સાહિત્યની માસિક બેઠક  વિજયભાઈ શાહ, વિશ્વદીપ બારડ અને જયંત પટેલના આયોજન હેઠળ “ગાંધીજીને શ્રદ્ધાજંલી” અર્પવા બીજો દોર ગુજરાતી સમાજના પ્રમૂખશ્રી પ્રકાશ દેસાઈ એ હાજરી સાથે શરૂ થયેલ. કાર્યક્રમની શરૂઆત રેખા બારડે કવિયત્રી દેવિકાબેન ધ્રુવ રચિત પ્રાર્થના  ‘ગાંધી પ્રિયજન નિજને રે કહીએ” ગીત ગાયેલ.ત્યારબાદ સરર્યુબેન પરીખે સ્વરચિત કાવ્ય સાથે “ઑસ્ટીન”સ્થળાંતરની વાત ,રસિક મેઘાણીએપોતાની  આગવી શૈલીમાં પોતાની ગઝલ,નુરુદ્દીન સાહેબે ગાંધીજીની નાની નાની  સુંદર કવિતાઓ સંભળાવેલ. વિશ્વદીપ બારડે ગાંધીજી વિશે લખેલ  સ્વરચિત  કાવ્ય  “આંધીઓ છે ઉમટે ને અંધતા આભે અડે, સત્યની પદપંકતિને ના કોઈ વંટોળો નડે” સુંદર શૈલીમાં રજૂ કરેલ, ગુજરાત દર્પણ દ્વારા પ્રકાશીત ‘દરિયા પારના સર્જકો’ પુસ્તકનો ખ્યાલ આપતા વિશ્વદીપે કહેલ કે પરદેશમાં રહી ગુજરાતી ભાષા તેમજ સાહિત્યને  જીવંત રાખતા ૧૩૬ ઉપરાંત સાહિયકારોનો આ  બુકમાં સમાવેશ છે જેમાં ૧૩ સાહિત્યકારો હ્યુસ્ટનના છે તે ઘણાંજ ગૌરવની  વાત છે. કવિશ્રી મનોજ મહેતાએ  પોતાનું  કાવ્ય ગીત શૈલીમાં,સતીશ પરીખે ગાંધીજીને શ્રદ્ધાજંલી અર્પતો લેખ,વિજય શાહે સ્વરચિત લાગણીશીલ કાવ્ય પોતાની આગવી છટાથી રજૂ કરેલ.ભગવાનદાસ પટેલ તેમજ દીપકભાઈ ભટ્ટ્, નીરાબેન શાહે ગાધીજીને શ્રદ્ધાઅજંલી અર્પી.અતુલભાઈ કોઠારીએ ગુજરાતી સાહિત્યનો આભાર વક્ત કરતાં કહેલ કે “હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતા”ના સભ્ય શ્રી વિશ્વદીપ , રેખાબેન, દીપકભાઈ,ગીતાબેન ,સતીશભાઈ, વિજયભાઈ અને અન્ય સભ્યોએ હંમેશા ગાંધી લાયબ્રેરી અને એમની દરેક પ્રવૃતીમાં  સહાયરૂપ રહી છે એનું મને ગૌરવ છે’.હ્યુસ્ટનના યુવાન કવિ વિશાલ મોનપરાજે કવિ ઉપરાંત વેબ માસ્ટર પણ છે જેણી ગુજરાતી લીપી , બ્લોગ જગતને આપી ઘણુંજ મહત્વનું પ્રદાન કરેલ છે તે પણ હ્યુસ્ટનનું ગૌરવ છે. કાંતીભાઈ શાહ તેમજ નવિનભાઈ બેંકરે ગુજરાતી લાયબ્રેરીના પુસ્તકોને વિગરવાર અહેવાલ આપેલ.
               બેઠકના  અંતે  કવિશ્રી વિજયભાઈએ  ગુજરાતી સાહિત્ય સરિતા વતી આજના કાર્યક્ર્મની તેમજ અલ્પાહાર અને અન્ય ખર્ચની  જવાબદારી હર્ષભર નિભાવનાર શ્રી અતુલભાઈ કોઠારી તેમજ  તેમના ધર્મપત્નિ રીટાબેનનો  આભાર વ્યક્ત કરી સભાની સમાપ્તીની  જાહેરાત કરી હતી.

અહેવાલ: વિશ્વદીપ બારડ

Advertisements

Read Full Post »