Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for the ‘પ્રકીર્ણ’ Category

Jindagi amari 4

Read Full Post »

અક્ષરને ઓળખ્યા વિના રે,

                નિરક્ષરતા નહિ રે મટે રે જી (2)

આ.. નિરક્ષરતા ટાળ્યા વિના રે,

                પુસ્તક કેમે વાંચી શકાયે રે (2) …    અક્ષરને..

આ.. અભણ ને જ્ઞાની રંગે રુપે એક છે રે જી (2)

                એ તો વાચન થકી વર્તાય રે (2) …  અક્ષરને ….

આ.. અજ્ઞાની ને જ્ઞાની રંગે રુપે એક છે રે જી (2)

                એ તો વાણી થકી વર્તાય રે (2)   

અક્ષરને…આ.. નિરક્ષરને અક્ષરો રંગે રુપે એક છે રે જી (2)  

              એ તો ભણ્યા પછી ઓળખાય રે (2) … અક્ષરને…

આ.. કોઇ કહે પાકે ઘડે કાંઠા કેમ રે ચઢે રે જી (2)

                કનુ કહે અનુભવે જણાય રે (2) …   અક્ષરને…

 

Read Full Post »

gandhi_bw.gif   

આ કાવ્ય ત્રણ અલગ અલગ સમયે અલગ અલગ સંદર્ભ માં લખેલું છે. આજે લગભગ 13 વર્ષ બાદ પણ આ કાવ્ય આજના સમય સાથે સચોટપણે એટલુંજ બંધ બેસતું છે.

(1)

 ગાંધીનું ગુજરાત ભાઇ આ ગાંધીનું ગુજરાત,

દારુબંધી દાખલ કરી છે, લોકોના સુખ કાજ. .. આ ગાંધીનું ગુજરાત.

 

અમલ કેવો કડક ચાલે લોકોના સુખ માટે,

ગામેગામ ને ઘેરેઘેર દારુભઠ્ઠી ચાલે આજ. .. આ ગાંધીનું ગુજરાત. (વધુ…)

Read Full Post »

(મુ.કિશોરભાઇ
આપના સુચનો સ્વિકાર્ય છે. હું જોડણી કોશનો ઉપયોગ મારી ક્ષતિઓ દુર કરવા કરું છું.
મને ગુજરાતીમાં આવતુ અંગ્રેજી શબ્દોનાં ઘોડાપુર સામે દુ:ખ થતુ હોય છે. ખાસ કરીને એટલો ગુજરાતી શબ્દોનો સ્વિકાર અંગ્રેજીમાં નથી તે જોતા આ પ્રદુષણ લાગે છે. અહિ એ સ્પષ્ટતા કરી લઉં કે મને અંગ્રેજીભાષા પ્રત્યે કોઇ દ્વેષ નથી. પરંતુ અંગ્રેજી શબ્દોનો બીન જરુરી ઉપયોગ ગુજરાતી વાતચીત અને લખાણોમાં ટાળવો એ પણ એક સભાન ગુર્જર્ ભાષીનાં સંસ્કાર હોઇ શકે તે વાત સાથે તો આપ સહમત હશો જ.
આભાર )
શબ્દ
અગ્નિ
અર્થ સમુહ
1) દેવતા
2) પ્રકાશ અને ઉષ્ણતાનો અધિષ્ઠાતા
3)પંચ મહાભૂતોમાંનુ એક તત્વ
4) જઠરાગ્નિ: પાચક તત્વ
5)એક તારાનું નામ
6)ત્રણની સંખ્યા ( મને ખબર નહોંતી કે અગ્નિ ત્રણ હોય છે)

(વધુ…)

Read Full Post »

હું ગુજરાતી ભાષાનો લગભગ આજીવન વિદ્યાર્થી રહેવાનો… કારણકે જેટલો અંદર ખુંપુ તેટલું તેમાંથી નવુ નવુ મળ્યા જ કરે.. મારા મિત્ર ડો શરદ શાહે મારા આ સંશોધન માટે સર્થ જોડણી કોશની છેલ્લી આવૃતિ આપી ત્યારે તેના વિહંગાવલોકન દરમ્યાન આવુ ઘણુ વાંચવા મળ્યુ. જે મારા જેવા જિજ્ઞાસુને અને તમારા જેવા વાચક મિત્રોને ગુજરાતીભાષાની શબ્દ સમૃધ્ધિથી વાકેફ કરે છે.વાચક મિત્રોને વિનંતી કે તેઓ પણ આવા શબ્દ અને તેના અર્થ સમુહોને શોધી આ પ્રયત્નમાં સાથ આપે. આ પ્રયત્ન દ્વારા આપણે આપણી માતૃભાષાને તો ઓળખીયે છે પરંતુ તેની સાથે સાથે અંગ્રેજી ભાષા તરફ્નો ભાવકોનો અહોભાવ ઘટે તે જોવાનો પ્રયત્ન છે. (વધુ…)

Read Full Post »

water-bridge.JPG 

Water Bridge in Germany …. What a feat! Six years,500 million euros,918 meters long…….

now this is engineering!

This is a channel-bridge over the River Elbe and joins the former East and West Germany,
as part of the unification project. It is located in the city of Magdeburg , near Berlin . The photo was taken on the day of inauguration.

To those who appreciate engineering projects…..  

એકવીસમી સદીનું અદભુત માનવ સર્જન નદીનાં પાણી ની ઉપર અન્ય પાણીની નહેર…અને વાહન વ્યવહાર.

Read Full Post »

poet_narmad.jpg

(ડો ઇન્દ્રવદન દવેનાં વિવેચન-લેખ સંગ્રહ ‘ઉપાસના” માંથી તારવેલુ)

નર્મદ એટલે જીવનભરનો જોધ્ધો. એને શાંત,શાણું, ઠાવકું અને ચીલામાં ઘસડાતુ જીવન પસંદ જ નહિ. એની અહર્નીશ ઝંખના જ અસત્ય સામે , અજ્ઞાન સામે, અપમાનો સામે, સીતમો સામે, ગુલામીનાં બંધનો સામે, રુઢીનાં કિલ્લા સામે યુધ્ધ કરવાની, હારવુ પણ થાકવુ નહિ! પડી પડીને પાછા ઉઠવુ પણ દુશ્મન દફનાવાય નહિ, ત્યાં સુધી યુધ્ધમાંથી કદી પાછા હઠી જવુ નહિ એ એનો જીવન મંત્ર. (વધુ…)

Read Full Post »

marraige.jpg 

1. Marriage is not a word. It’s a sentence (a life sentence).
2. Marriage is love. Love is blind. Therefore marriage is an institution for the blind.

3. Marriage is an institution in which a man loses his Bachelor’s Degree and the woman gets her masters.

4. Marriage is a three-ring circus: engagement ring, wedding ring and suffering. (વધુ…)

Read Full Post »

( વાપી થી શ્રી ગોપાલ પરીખે આ લેખ ટાઇપ કરીને મોકલ્યો તે બદલ તેમનો આભાર.) 

આપણાં શાસ્ત્રો-પુરાણોએ જુદા જુદા ગ્રંથો દ્વારા આપણને પાપ-પુણ્યની વિભાવના આપી છે. જેમ કે ગરીબ(વંચિતો), ગાય (સમૃધ્ધિનો સ્ત્રોત), અને બ્રાહ્મણ(વિધા આપનાર) ને ખવડાવવું તે પુણ્ય. બિલાડી જેવું બિન-ઉત્પાદક પ્રાણી પણ ગુસ્સામાં તો નહીં, ભૂલેચુકે પણ આપણાથી મરી જાય તો સોનાની બિલાડીના મૂલ્યનું પાપ. પર્યાવરણની જાળવણી માટે કેવો સરસ ઉપાય ! આવા ઘણા નિયમો હતા, જેને અનુસરીને સામાન્ય માણસ પાપબોધથી બચી શકે, દરેક વ્યકિતને સારી રીતે જીવન જીવવા માટે એક સરળ માળખું મળે અને સમાજમાં સૌની સગવડ સચવાય. પરંતુ શું એ માળખું આજના યુગમાં પણ પ્રસ્તુત છે? (વધુ…)

Read Full Post »

જયાં જાય છે  આ કાફલો મારે જવું  નથી,

પાછી લઈ લે નાવ કિનારે જવું નથી.

 

આરામથી  થવા દે સફર જિંદગી મહીં,

આવેછે  મોત  તેડવા જ્યારે જવું નથી.

જીવન બચાવતાં હવે થાક્યો છું, નાખુદા!

મઝધાર ચલ! કિનારે કિનારે જવું નથી. (વધુ…)

Read Full Post »

Older Posts »