Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for સપ્ટેમ્બર, 2006

છુપાવી વેદના અનેક તેથી
હ્રદયનો ભાર વધી જાય છે

નથી કહેવાતુ નથી સહેવાતુ
મન લાચાર બની જાય છે

ખોલુ છુ દિલ જો લોકો પાસે
 તો વાત હાંસી બની જાય છે

પણ પ્રભુ તને કહેવાથી
હ્રદય હળવુ બની જાય છે

              -અજ્ઞાત.

કેટલી સરળ વાત કવિ એ શબ્દોમાં કહી દીધી. વાત મારા મનની પ્રભુ તુ તો જાણે જ છે છતા

પણ પ્રભુ તને કહેવાથી
હ્રદય હળવુ બની જાય છે
.

કોઇ પંડિતાઇ નહી, કોઇ વાણીનાં વિલાસ નહીં અને મનનો ભાર પ્રભુ તને કહિ દઉ તેથી લોકમાં ચર્ચા નહીં, મન પર ભાર નહી અને તુ તો તે કરશેજ તેવી ધરપત ખુદ બ ખુદ બંધાઇ જ ગઇ.
સુંદર ભાવો સરળ શબ્દ રચના અને અનુભવનો ભંડાર ચાર લીટીમાં મુકનાર કવિને મનો મન હજારો વંદન.

Advertisements

Read Full Post »

         
શું શું નથી માંગ્યું અમે થઇને વિનીત તારી કને?
પણ હાથ તાળી તેં દીધી નિજ માયાને વિસ્તારીને!
ને ઝાંઝવાંનાં જળ સમાં રંગે મઢ્યાં સ્વપ્નો દીધાં
હાંફી હરણ-શા દોડીને ડૂકી ગયા ફાળો ભરી!

આભાસતું જે હસ્તમાં તે સુખ રહ્યું દૂર ભાગતું.
પણ આશ કેરો તાંતણો ના છોડવાને મન ચહે.
આંખો ઉપર ધરી ડાબલા ચકરાવમાં ઘુમતા રહ્યા
દેહ કોડિયે જ્યાં લગ બચ્યુ દમ તેલ ઘાણી-બેલ-શા.

વીંટળાવી સૂતર-ગાંઠથી સંબંધનાં જાળા રચ્યાં
તે તે બધાં અળગાં થયાં, આખર સમે ના સંગ રહ્યાં
ખાલી હથેળી આવીયા ને જાવું ખાલી હાથથી
ખંખેરીને માયા તણાં રજકણ જે દમ-ખમ ઘેરિયાં.

આ દોડને કેવુ રુપાળુ નામ જીવન આપિયું?
ખડકાળ ભૂમિ ખોદતાં રે શ્વાસનું ધન વેડફી.

પ્રો.સુમન અજમેરી

૨૬/૦૫/૧૯૯૮

   પ્રો. સુમન અજમેરીએ લખવાનુ ૧૧ વર્ષની નાની ઉંમરથી કરેલુ અને ત્યારથી કરેલા બહૉળા વાંચને ભાષાગત સજ્જતા અને છંદો પરનાં પ્રભુત્વને લીધે લોકભોગ્ય કાવ્યો ગીતો અને ખંડ કાવ્યો પર તેમનો પ્રભાવ ભારે.પ્રસ્તુત કાવ્યનુ શબ્દ માધુર્ય મનભાવન તો છે જ અને સાથે સાથે મેરેથોન દોડમાં દોડતા ખેલાડીનો છેલ્લા રાઉંડ્માં ભરાતો થાક અને માનસીક વલોપાત બહુ સુંદર રીતે રજુ કર્યો છે તેમના માર્ગદર્શનનો લાભ હ્યુસ્ટનમાં, કેનેડામાં અને અમદાવાદમાં ઘણા નવોદીતોને મળેલ છે.

રોકો-

આ મૌનને પડઘાતા તો રોકો
આ ગીત ને લરઝતા તો રોકો

ચોતરફ હિંસા આંધી છવાઇ
વિનાશને વળ ખાતા તો રોકો.

છાઇ ગયો ગોઝાર સન્નાટો
હત્યાકાંડને વકરાતા તો રોકો.

કેવા મચ્યાં ક્રંદનો ચારે-પા?
અંતર્દાહને ભડકાતા તો રોકો.

સંહારતા સગાં કાંધે, છેતરી
શ્રધ્ધાદીવો અળપાતા તો રોકો

શત્રુ થઇ સહુને સંતાપતા આ
સંત્રાસ ને ઉધમાત તો રોકો.

જન ક્યાં જઇ જીવે આંગણું છોડી?
સંતાપને સરજાતા તો રોકો.

Read Full Post »

 

તુ ચાલી જીવનમાંથી તો ક્યુ આભ ફાટ્યુ?
થાય છે અસર ઢેફાને પાણીથી કાળમીંઢ પીગળતા નથી.

એટલી સલાહ આપી શકું બચીને રહેજે અમારાથી
છીએ એક ગ્રહણ, લાગી જાય તો પછી ટળતા નથી.
ભુલથી પણ સામે આવતી આવતા જન્મે,
નનામી સાથે કદી નફરતના બીજ બળતા નથી.

થોડી મુશ્કેલી પડે અને ખરી પડે નાજુક સિતારા
અમે સુર્ય છીએ જે સંધ્યા સમયે પણ ઢળતા નથી.
આજે ખબર પડી પ્રેમમાં પણ લાયકાત જરૂરી છે.
સરિતા સક્ષમ હોય, સરોવર સાગરમાં ભળતા નથી.
હવે મારો જિંદગી સાથે સાચો ઘરોબો થયો
ગાંઠ બંધાઇ હતી કે ખોવાયેલા રત્નો મળતા નથી.

વિશાલ મોણપરા

Read Full Post »

લે ને તારી લાકડી,ને લે ને તારી કામળી,          
મોબાઇલ દે ને મને માવડી.

લેને તારું માખણ,લે ને તારી મીસરી,
મેગી,નુડલ્સ ને પીઝા દે ને મને માવડી. (વધુ…)

Read Full Post »

ગમતું મળે તો અલ્યા ગૂંજે ન ભરીએને ગમતાનો કરીએ ગુલાલ, 

આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી,

પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી,

સમન્દર ર્ની લહેર લાખ સુણી કયાંય સાંકળી?

ખાડા ખાબોચિયાને બાંધી બેસાય,

આ તો વરસે ગગનભરી વહાલ….ગમતાનો…. (વધુ…)

Read Full Post »

આમ તો રોજરોજ અમે

તમારી પાસે કંઈકને કંઈક માગતા હોઈએ છીએ, પ્રભુ !

પણ આજે હું કશું માગવા નથી આવી.

હું તો માત્ર, આ શાંત અંધારી રાતે, એકાંતમાં

તમારી પાસે નિરાંતે બેસવા આવી છું. (વધુ…)

Read Full Post »

રુપ એનુ નમણું ખોયુ છે
આંખોએ એક શમણુ ખોયુ છે.

સાગર મિલનની અંધ ઘેલછામાં
એક નદીએ ઝરણું ખોયુ છે.

પુછો ના પ્રેમમાં શું મળ્યુ છે
જે મળ્યુ એથી બમણું ખોયુ છે.

ઍને જ મળે છે આ મસ્ત ફ્કીરી
નિજનું જેણે હોવાપણુ ખોયુ છે.

નારાજરુદનથી નયન લાલ થાય છે
હ્રદયે  ક્શુંક કંકુવરણું ખોયુ છે. (વધુ…)

Read Full Post »

Older Posts »