Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ઓક્ટોબર, 2010

  

 
                                 

ઑકટોબર ૨૪,૨૦૧૦ના રોજ હ્યુસ્ટન સાહિત્ય સરિતાના ભીષ્મપિતા સમા શ્રી દીપકભાઈ  ભટ્ટને ત્યાં શરદપૂર્ણિમા અને ગાંધી જયંતી પર્વની ઉજવણીની માસિક બેઠકનું આયોજન કરવામાં આવેલ.સમયને નિયમિત રીતે અનુસરતી સાહિત્ય સરિતાની બેઠકની શરૂઆત રેખા બારડ અને મંજુલાબેન પટેલે સુંદર ભજન..”મંદીર તારૂ વિશ્વરૂપાળું..સુંદર સર્જન હારા..રે”થી થઈ, સાથો સાથ દીપકભાઈ એ સૌ આમંત્રિત મહેમાનોનું સ્વાગત, વિશ્વદીપ બારડે દીપકભાઈનો પરિચય આપતા કહ્યું: “૨૦૦૧માં હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાના બીજ અહીં દીપકભાઈને ત્યાં રોપાયા અને મા-સરસ્વતિને યાદ કરી સાહિત્ય સરિતાના વહેણ હ્યુસ્ટનનાં આંગણે વહેતા થયાં એમનો યશ અને જશ શ્રી દીપકભાઈ અને ગીતાબેનને ફાળે જાય છે. ત્યારબાદ સમગ્ર સભાનું સંચાલન સંભાળવાશ્રી દીપકભાઈને વિનંતી કરી.

                                દીપકભાઈ સભાનો દોર  લઈ એમને નામાવલી પ્રમાણે બનાવેલ ચિઠ્ઠીમાંથી જેનું નામ આવે તેણે પોતાની કૃતી રજૂ કરવાની હતી.તેમાં વિશ્વદીપ બારડનું નામ જાહેર થયું..પણ એજ સમયમાં અક્ષયપાત્રના પ્રમૂખ ડૉ.કે.ટી.શાહ આવ્યા, સમયની અલ્પતાને લક્ષમાં રાખતા, હ્યુસ્ટનમાં ચાલતા”અક્ષયપાત્ર” સંસ્થાનો પરિચય અને વિગત આપવા વિનંતી કરવામાં આવી.’ભારતમાં ગરીબીના ભોગ બનેલા બાળકો ભૂખ્યાપેટે કેવી રીતે ભણવા જઈ શકે? અક્ષયપાત્ર ગરીબ-વિદ્યાર્થીને વિના મૂલ્યે ભોજન પુરૂ પાડવાનું ભગીરથ કાર્ય કરી રહ્યુ છે અને આ ભગીરથ કાર્યમા સૌને તન-મન અને ધનથી સહાય કરવા વિનંતી કરી.બાદ વિશ્વદીપ બારડે ગાંધીજી નામે ચાલતા આડંબર પર કવિતા રજૂ કરી.શબ્દો:ગાંધીના ગુણગાન ગાવાથી શબ્દાજંલી હ્ર્દયથી ક્યાં મળે છે? પહેરી ખાદીના વસ્ત્રો ફરો,બનાવટી ફૂલોની સુગંધ ક્યાં મળે છે? ત્યારબાદ શ્રી અશોકભાઈ પટેલે ગાંધીજીના બે-ત્રણ હળવા ચોટદાર પ્રસંગો કહ્યાં.શ્રી રસેશભાઈ દલાલના માતૃશ્રી ૯૦ વર્ષે સ્વધામે સિધાવ્યા એમનો શોક નહી પણ  તેમના આત્માને સભાએ એક મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલી અર્પી. શ્રી રસેશભાઈએ એમના સ્વ.માતૃશ્રીને શ્રદ્ધાંજલી અર્પતા ભાવભીંનું કાવ્ય રજૂ કર્યું ” તું તો એક છો,પણ તારો પ્રેમ-ભાવ અનેક છે.” ત્યારબાદ માર્ચ ૧૧,૧૨,૨૦૧૧માં ગુજરાતી સાહિત્ય સરિતા હ્યુસ્ટનને આંગણે એક ભવ્ય-શાનદાર કાર્યક્રમનું આયોજન કરનાર છે તેનો અહેવાલ-વિગત રસેશભાઈ એ આપી. હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતા જે ગુજરાતના ગૌરવને, ગુજરાતી સાહિત્યને અમેરિકામાં એક અનોખો આવેગ આપ્યો છે. હ્યુસ્ટન સાહિત્ય સરિતાએ ગુજરાતી સાહિત્યમાં એક અનોખું પ્રદાન અને સ્થાન પ્રાપ્ત કર્યું છે તેણે દશવર્ષ ઘણાં સોપાન સર કર્યા છે.તેની ઉજવણી કરવા કટીબદ્ધ છે. બે દિવસની ભવ્ય ઉજવણીમાં માર્ચ ૧૧મી એ ગુજરાતી નાટ્યજગતના પ્રખર વિદ્વાન ક્ષી મુકુંદભાઈ.”હું રિટાયર્ડ થયો“નાટક પ્રસ્તુત કરી રહ્યાં છે સાથો સાથ ફતેહચલી ચતૂરના બહોળા અનુભવનો લાભ લઈ એમના માર્ગદર્શન હેઠળ માર્ચ,૧૨મી એ પણ એક અનોખું નાટક ભજવવામાં આવશે, તેમની સાથે એક ત્રીજું એકાંકી નાટક કલિયર-લેઈક સાહિત્ય મંડળ રજૂ કરશે.આ કાર્યક્રમમાં ગુજરાતી સાહિત્યને પ્રોત્સાહન મળે અને ગુજરાતી સાહિત્યને અમેરિકામાં અનોખો વેગ મળે તેને લગતાં ઘણાં કાર્યક્રમનો સમાવેશ થશે.

                                           સમયને સાથ લઈને આગળ વધી રહેલી બેઠકમાં પધારેલ કવિયત્રી દેવિકાબેન ધ્રુવે એક માર્મિક ગઝલ રજૂ કરી:લાકડાના લાડુ જેવી ખેંચતી પછાડતી, જિંદગીને ભવ્યતાથી માપતું નગર જુઓ.” સાથમાં બેઠલી કવિયત્રી શૈલા મુન્શાએ” ક્યાંક નભને ચૂંમતા ડુંગરો ને ક્યાંક પાતાળે પહોંચતી ખીણો ખીલે ક્યાંક ફૂલો રંગબેરંગી ક્યાંક અડાબીડ જંગલો.” કાવ્ય પઠન કરી બન્ને કવિયત્રીએ શ્રોત્તાજનને આનંદવિભોર બનાવી દીધા.કવિ-લેખક અને તંત્રી શ્રી નૂરદિન દરેડીયાએ ગાંધીજીની દિવ્યવાણી પિરસી:”મૃત્યુ ઓશિકે માથું મૂકી સૂઈ જનાર રાષ્ટ્ર જ મહાન બની શકે“.કવિશ્રી રમઝાન વિરાની”  બહું જાણે છે. પરંતુ દૂર સહુનાં સ્વજન છે, બહું ધન છે પણ વ્યથિત છે,જીવન જાણે કારતુસ વગરની ગન છે ..આ હ્યુસ્ટન છે.. આવી રમુજીક પણ જીવનના મર્મને સમજાવતી કવિતા રજૂ કરી.શ્રી ભગવાનદાસભાઈ પટેલે સાહિત્ય સરિતા માટે વ્યવ્હારિક સૂચન કરેલ:સાહિત્ય સારિતાના સભ્યમાં કોઈ પણ વ્યકતિ કૌટુંબિક વિટંબણા કે પરિસ્થિતીમાં આશ્વાસન આપવું ..અને  નિકટના વ્હાલાના અવસાન નિમિત્તે પ્રાર્થના.મુકુંદભાઈ એ માર્ચમાં રજૂ થનાર નાટકની ઝલક ઘણીજ માર્મિક રીતે ભજવી શ્રોતાજનના દીલ જીતી લીધા.જાણીતા કવિ-નાટ્ય લેખક શ્રી ફતેહઅલી ચતૂરે  કૂંવર બેચેનનું હિન્દીકાવ્ય “ચલો આજ મિલકે સાથ વિશ્વવંદના કરે…યે દેશ કે ખુલે નયનકે ખ્વાબ હમ હૈ ..ખ્વાબ તૂમ..” રજૂ કરેલ.આપણાં મિતભાષી વડીક કવિ-લેખકશ્રી ધીરૂભાઈ શાહે “ગાંધીજી સાથે લોખંડી પુરૂષ સદદાર વલ્લ્ભભાઈને કેમ વિસરી જવાય?નો ઉલ્લેખ સાથે “ગાંધી તારો  જય થશે!!”સત્યનો અંતમાં વિજય જ હોય છે. કવિયત્રી ઈન્દુબેન શાહે ..’સામર્થ્ય” વિશે મુકતક અને શરદ-પૂર્ણિમાનું સુંદર કાવ્ય રજૂ કરેલ તેમ જ જુદા જુદા પ્રાંતમાં શરદ પુનમને જુદા જુદા નામે ઓળખે છે, એની વિગત આપી.આપણાં ગૌરવંતા ચિત્રકાર શ્રી વિનોદભાઈ પટેલે ગ્રાન્ડરેપિડ મીશીગનમાં યોજાયેલ ચિત્ર પ્રદર્શનમાં જઈ આવ્યાનો અહેવાલ રજૂ કરેલ અને તેમનું ચિત્ર ત્યાં રજૂ થયેલ તે આપણાં માટે ઘણાંજ ગૌરવની વાત છે. ગાંધીજીને યાદ  કરતાં..મારું જીવન….એજ.. મારી વાણી”નું સુંદર ભાવ-વિભોર ગીત નિખીલ મહેતાએ પોતાના સુંદર સ્વરમાં ગાયેલ. દિવ્યકાંત પરીખે સુરેશ દલાલનું” ડોસા-ડોસી વ્હાલ કરે છે…કમાલ કરે છે.નું સુંદર કાવ્ય પઠન કરેલ.. અંતમાં સાહિત્ય સરિતા”માસી”ના નામે સંબોધે છે તે મીનાક્ષીબેન પિપલીયાએ..”આસો માસો શરદ પૂનમની રાત જો,ચાંદલિયો ઉગયો રે સખી મારા ચોક્માં.ગરબો રજૂ કરી સૌ ને આનંદવિભોર કરી દીધા.

                                                અંતમાં સૌનો આભાર વ્યક્ત કરતાં વિશ્વદીપે કહ્યું: આજની બેઠક યાદગાર બની રહેશે..દીપકભાઈના નેજા હેઠળ, અને એમના ઘેર  યોજાયેલી તેમજ તેમના સુંદર સંચાલન બદલ એમનો હાર્દિક આભાર વ્યકત કરેલ  છે..સૌ અલ્પાહાર લઈ સભાની સમાપ્તિ કરી.

અહેવાલ: વિશ્વદીપ બારડ
સહાયક: રેખા બારડ

Read Full Post »