Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ઓક્ટોબર, 2006

શીતવન જ્યારે ઘેરે જન મન વન ને  ત્યારે
પર્ણ સૌ પહેલા ખરઁતા, ટહુકો તે પાનખરનો.

પીળુડા પાઁદડાને ઓઢી, લાજ રે કાઢી ઉભી
ધરતી જુઓને સ્વીકારે મલાજો પાનખરનો.

પીયુ હોયે પરદેશ ને ઉઁડો વિરહ હોયે જ્યારે
હૈયુ રડતુ અને ત્યારે વાઁક દેખાતો પાનખરનો.

ઋતુ સદા બદલતી રહે, ન કર દુ:ખ સખી!
ક્યાઁ રહે છે સમય એક સરખો, કો’  પાનખરનો.

Advertisements

Read Full Post »

 

 ગ્રહણ-

જ્યારે જગતનો સૌથી આધુનિક,અગ્રિમ અને શ્રીમંત મનાતા દેશનો એક વૈજ્ઞાનિક ભૂલો પડી ગયો.એને લાગતું હતુ કે એને હવે લાગતું હતું કે એને કોઇ બચાવી શકશે નહી. ગુજરાતના ગાઢા જંગલે એનો ભરડો લીધો હતો.અહીં એ ઘણીવાર આવી ચૂકેલો,પરંતુ આ વખતે પોતાના મનાતા જ્ઞાનના અહંકારને લીધે તેણે અહીંનો નકશો લેવાનું ટાળેલું.તે હવે શાંતિથી એક પત્થર પર બેસીને મૃત્યુની રાહ જોતો હતો. (વધુ…)

Read Full Post »

નીતિ જેની નિસ્વાર્થ ભરી,આ એવી પરમ પાવન જોડી મા- બાપની.
ચુકવી ના શકાય ૠણ જેનું આ એવી દિવ્ય જોડી મા- બાપની.

પી શકે પ્રેમ થી દુખ દર્દનાં ઘુંટડા, આ એવી અડીખમ જોડી મા-બાપની.
ના શરત હોય કોઇ એનાઉછેરમાં,આ એવી પ્રેમાળ જોડી મા-બાપની.

ભુલ કરે જો સંતાન, બોલે એ સંત-વાણી,આ એવી અણમોલ જોડી મા-બાપની.
જીલ્યા ઘાવ ઘણા,બની ઢાલ સંતાનોની,આ એવી અલૌકીક જોડી મા-બાપની

નમેછે ભગવાન પણ હાથ જોડી, આ એવી પુજનીય જોડી મા-બાપની
મંદીર, મસ્જીદ કે ચર્ચ ની કયાં જરૂરત છે? આ એવી શ્રેષ્ઠ જોડી મા-બાપની.

વિશ્વદીપ બારડ

Read Full Post »

આપેક્ષા કરવી નહીં
આવેશમાં આવવુ નહી.
ખાવો તો ગમ ખાવો
સારુ કર્યાનો મદ ન કરવો
પડી ગયા તો રંજ ન કરવો
અમીરીમાં લીન ન થવુ
ગરીબીમાં દીન ન થવુ
કારણ કે
આ દિવસ પણ જતો રહેવાનો છે.
( સુખનો હશે તો પણ અને દુઃખનો હશે તો પણ)

Read Full Post »

બસ દુર્દશાનો એટલો આભાર હોય છે
જેને મળુ છુ મુજથી સમજદાર હોય છે
ઝંખે કોણ મિલનને જો એની મજા કહુ !
તારો જે દુરદુર થી આવકાર હોય છે
ટોળે વળે છે કોઈની દીવાનગી ઉપર
દુનિયાના લોક કેવા મિલનસાર હોય છે
દાવો અલગ છે પ્રેમ નો દુનિયાની રીતથી
એ ચુપ રહે છે જેને અધિકાર હોય છે

www.gurjardesh.com 

મરીઝ જ્યારે પણ કંઇક લખે છે તે આટલુ ચોટદાર કેવી રીતે હોય છે તે વાત અહીં મર્મ સ્વરુપે છેલ્લા શેરમાં દેખાય છે. (વધુ…)

Read Full Post »

‘ભેગા મળી દીપોત્સવી ઉત્સવ ઉજવીએ સરસ

ઉજાણી કરીએ નવા વરસની સરસ સરસ

ભુતકાળને ભુલી પીરસીએ પ્રેમરસ અરસપરસ

વર્ષ આખું બની જાય સરસ સરસ’

Thanks to Anjana Desai, an unknown reader of Sunday e-Mahefil for sending the following poem which I share with you.

Read Full Post »

દિપાવલી નાં શુભ દિને
એટલી પ્રભુ તમને પ્રાર્થના
કે આવનારા વર્ષમાં
દસે દિશાઓથી શુભ ભાવો
મને,અમને,આપણને સૌને
ઉપલબ્ધ થાવો
જેથી મન તિમિરનાશની સાથે સાથે
સૌ ઉન્નતિનાં માર્ગે ચઢે!
સૌની મનોકામના ફળે!
અને આસુરી શક્તિ ઉપર
પ્રેમનો વિજય થાય.

પ્રભુ તમને કોટી કોટી વંદન.

Read Full Post »

Older Posts »