Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ફેબ્રુવારી, 2010

અધુરું સ્વપ્ન!

 

‘ડેની,મને ઊંઘ નથી આવતી, બહુંજ અન્કોમ્ફોર્ટેબલ (uncomfortable)લાગે છે” નીશા, ડેનીના માથાના વાળ પર સુંવાળો સ્પર્શ કરતાં બોલી.
‘હની, હવે માત્ર બે દિવસ બાકી છે, પછી તું ફ્રી..’
‘ડેની, પછી તું  તારા પ્રિન્સને દુધ પિવરાવીશ, ડાયપર્સ બદલીશ? જોબ પર કોણ જશે?’
‘હું જોબ પરથી એક અઠવાડીયું રજા લઈ તને મદદ કરીશ.’
‘યસ, ડાર્લિંગ..પણ અત્યારે તો તારો પ્રિન્સ બહું જ સતાવે છે, જરીએ સુવા દેતો નથી.’
ડેનીએ એમનો જમણો હાથ  વ્હાલથી નીશાના પેટ પર ફેરવતા બોલ્યો..’પ્રિન્સ બંટી , તારી મમ્મીને બહું નહીં પજવવાની ઓકે?

નીશાને પ્રેગનન્સીનો નવમો મહિનો ચાલતો હતો અને બે દિવસ પછી બેબી આવવાની તારીખ ડોકટરે આપેલી હતી.નીશા અને ડેની બન્ને અહીં  અમેરિકામાં જ જન્મેલા, હ્યુસ્ટનમાં સુગરલેન્ડ નેબરહૂડમાં એક જ સબેડીવિઝનમાં રહેતા હતાં. એક જ સ્કુલમાં એલીમેન્ટ્રીથી સાથે ભણેલાં. એક દિવસ નીશા સ્કુલબસ ચુકી ગઈ અને બહાર ધોધમાર વરસાદ પડતો હતો અને ડેનીને સ્કુલ-પ્રોજેકટ માટે રહ્યો હતો. નીશા પાસે ડેની આવી કહ્યુ:
‘નીશા, શું બસ મીસ થઈ?
‘હા, યાર,  ઠંડીથી ધ્રુજતા, ઘ્રુજતા નીશા બોલી.
ડેનીએ પોતાનું જેકેટ કાઢી નીશાને આપ્યું.
‘પણ તું જેકેટ વગર શું કરીશ? તને ઠંડી નથી લાગતી?’
‘ના,’ ડેનીએ ટુંકમાં જવાબ આપ્યો.
બીજી લેઈટ  પીક-અપ બસ આવી તેમાં બન્ને બેસી ઘર આવ્યા..
ડેની બે દિવસથી સ્કુલમાં નહોતો આવતો તેની ખબર પડતા નીશાએ ડેનીના ઘેર ફોન કર્યો ત્યારે ખબર પડી કે તેની શરદી  થઈ ગઈ હતી. નીશાને બહુજ બેડ ફીલ થયું: ‘મારે લીધે જ ડેનીને શરદી થઈ ગઈ છે તેણે તેનું જેકેટ કાઢી મને આપી દીધું..Such a nice guy!નીશા મનોમન બોલી
બસ ત્યારેજ પ્રણયના અંકુર ફૂટ્યા!

            વર્ષોથી અમેરિકા રહેતા ડેનીની મમ્મી ને આ સંબંધ મંજુર નહોતો. નીશા એમના મા-બાપની એકની એક છોકરી હતી.ટીન-એજર લવ એ અમેરિકામાં કોમન છે અને તેમાં તેમને કશો વાંધો નહોતો.
‘ડેની, આ રખડેલ છોકરી સાથે તું ફરે છે મને જરીએ મંજુર નથી..ડેનીની મમ્મી તાડુકી બોલી..
‘મમ્મી, તમે શું બોલો છો, તેનો તમને ખ્યાલ છે, શું નીશા રખડેલ છોકરી છે?’
જો ડેની આ ઘરમાં તારે રહેવું હોય તો અમારું કહ્યું તારે માનવું પડશે..
‘નહીતર? ડેની પણ અપસેટ થઈ બોલ્યો.
‘તું હવે અઢાર વર્ષનો થઈ ગયો છે,એડલ્ટ છો..’
‘એટલે તમે મમ્મી શું કહેવા માંગો છો? હા, હું સમજી શકું છું.’
બસ ત્યારથી ડેની એ ઘર છોડ્યુ. ડેનીના ફાધરે ઘણું સમજાવ્યું: ‘બેટા, તારી મમ્મીના સ્વભાવ પર ના જા..તારા ભવિષ્યનો તું વિચાર કર. મારે તારા મમ્મી સાથે આ  પનારા પડ્યા છે. ઘરમાં કંકાશ ને લીધે હું એકે બાજું બોલી નથી શકતો.
‘ડેડી, હું તમારી સ્થિતી સમજી શકું તેમ છું..Don’t warry, I will be OK!’
ડેની એ સ્કુલ છોડી..જોબ શરું કરી.નીશાએ ડેનીને પુરે પુરો સાથ આપ્યો..
નીશાએ પોતાના મા-બાપને કહ્યું:’ આવી પરિસ્થિતીમાં મારે ડેનીને  કપરા સંજોગોમાં સાથ આપવો જોઈએ.અને હવે હું પણ એમની સાથે રહીશ.’
બન્નેએ એક બેડરૂમનું એપાર્ટમેન્ટ રાખી સાથે રહેવા લાગ્યા.
એક વરસ બાદ નીશા પ્રેગનન્ટ થઈ.
‘ડેની, આ બાળકના જન્મબાદ  આપણે લગ્ન કરી લેવા જોઈએ..ક્યાં સુધી હું કોમન-વાઈફ તરીકે તારી સાથે રહું? મારે લગ્નજીવનની એક સાચી પત્ની તરીકે તારી સાથે જીવન જીવવું છે..’
યસ, ડાર્લીંગ, મને પણ એજ ધડીની આતુરતા છે..બાળકના જન્મબાદ આપણે ધામ-ધૂમથી લગ્ન કરીશું.તારી આ વાતથી આજે હું પણ બહું ખુશ છું. Thank you darling. કહી ડેની એ નીશાને વ્હાલ ભર્યું  ચુંબન આપી ભેટી પડ્યો. ડેની દિવસભર જોબ કરતો અને સાંજે પાર્ટ-ટાઈમ.ઈલેકટ્રીક ઈન્જીનયરનું સ્ટડી કરતો હતો અને નીશાનો એમાં પુરેપુરો સહકાર હતો.

‘ડેની, તારે સવારે ઉઠી જોબ પર જવાનું છે, તું સુઈ જા?..હું પણ આડી પડી છું, ધીરે ધીરે ઊંઘ આવી જશે.

સવારે ૫.૩૦નો આલાર્મ વાગ્યો, ડેની ઉઠી  પોતાના માટે અને નીશા માટે ચા બનાવી.

‘હની.. ઉઠવું છે? રાતે પછી ઊંઘ આવી ગઈ હતી?.નીશાના કપાળ પર વ્હાલભર્યું ચુંબન આપતા ડેની બોલ્યો.’
‘યસ, ડેની થોડીવાર ઉઠીસ, તારી સાથે ચા-નાસ્તો કરી, તું જોબ પર જઈશ એટલે ફરી સુઈ જઈશ!’
બન્નેએ સાથે ચા અને ટોસ્ટ નો નાસ્તો કર્યો.
જોબ પર જવા તૈયાર થઈ ગયો. છ વાગે એમની રાઈડ આવે.એમનો મિત્ર માઈક દરરોજ એમને રાઈડ  આપતો હતો..ડેની પાસે હજું કાર નહોતી.
‘હની,હું બહાર રાઈડ માટે ઉભો છુ. બસ હવે બેબી આવવાને એક દિવસ બાકી છે. કાલે હું મારા બૉસને કહીશ: મારી વાઈફને સીઝીરીનથી બેબી લેવાની છે તેથી હું કાલે નહી અવી શકું.’
‘થેન્કુ, ડાર્લીંગ!’
બાય! કહી ડેની નીશાને કીસ કરી ઘર બહાર આવ્યો. નીશા ઘરની બારીમાંથી ડેનીને નિહાળી રહી હતી.

ધડ..ધડ..ધડ ત્રણચાર ધડાકા બોલ્યા..જાણે કે ગોળીઓનો વરસાદ…
નાશાએ ચીસ પાડી…’ડેની!!
માંડ, માંડ ઘર ખોલી બહાર આવી.લોહી..લોહાણ અવસ્થામાં ડેની બહાર પડ્યો હતો..Please help..help..help ની ચીસોથી નેબર જાગી ગયા..કોઈ પોલીસને ફોન કર્યો.સૌ મદદે ધસી આવ્યા..કોઈએ ત્રણ જણને ગન સાથે ગેટ-વે કારમાં નાસી જતાં જોયા. રૉબરી! કે શું?
પોલીસ, એમ્બ્યુલન્સ બધા દસ મિનિટમાં આવી પહોચ્યાં. પેરામેડીકે ડેનીને C.P.R  આપવાનું શરું કર્યું..આ બાજું નીશા બે-ભાન અવસ્થામાં હતી. બન્નેને જુદી જુદી એબ્યુલન્સમાં નજીકના હોસ્પિટલમાં લઈ જવામા આવ્યા. એજ  હોસ્પિટલમાં ડેનીનું મોત અને  હોસ્પિ઼્ટલમાં એજ સમયે તાત્કાલીક ડોકટરે સીઝીરીયન કર્યું , નીશાએ એક નવજાત બાળકને જન્મ આપ્યો! એક જ્યોત બુઝાઈ સાથો સાથ બીજી જ્યોત પ્રગટી!

Read Full Post »

તસ્વીરો જય પટેલ અને વીડીયો મનોજ મહેતા, પ્રકાશ મજમુદાર અને સતીશ પરીખ

૩૦, જાન્યુઆરી, ૨૦૧૦ના વિજય મુહુર્તે ( સવારનાં ૧૨.૩૦ કલાકે) હ્યુસ્ટન નાં આર્યસમાજ નાં ભવ્ય હોલમાં ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૦૧મી બેઠકમાં પૂજ્ય મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિને  ભાવ પૂર્વક તેમને શ્રધ્ધાંજલી અર્પણ કરી. આજની બેઠક તેમના સત્યના આગ્રહને માન આપી, તેમના ગમતા શ્લોકથી શરુ થઇ

અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈજા

ઉંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા”

પૂ. બાપુ માટે નાના, મોટા, અબાલ ,વૃધ્ધ સર્વેને અગણિત લાગણી તથા આદર છે તેનું દર્શન થયું. શૈલા મુન્શા, ધીરુભાઇ શાહ, નીરાબેન શાહ, પ્રવિણા કડકીઆ, વિજયભાઈ શાહ, દેવિકાબેન ધ્રુવ, પ્રશાંતભાઇ મુન્શા,  પ્રકાશભાઇ મજમુદાર અને નુરુદ્દીનભાઇ દરેડીયાએ સુંદર રજુઆત કરી. દરેક્ની વાતો ગાંધીજીનાં સદગુણો ને જાણી તેનો જિંદગીમાં અમલ કરવાની હતી.અશોકભાઈ પટેલે સભાનું સુંદર સંચાલન કર્યું. તેમની વાણી તથા સંચાલનની કુશળતા દાદ માગી લે તેવી હતી. હવે સભાનો દોર વિજયભાઇ તથા વિશાલ મોણપરાએ હાથમાં લીધો.

પૂ ગાંધીજીની ‘મારા સત્યના પ્રયોગો’ પર આધારિત ‘શબ્દાક્ષરી’ ની શરૂઆત દેવીકા ધ્રુવ દ્વારા રચાયેલ સુંદર ગીતથી થઈ. સંગીતાબેન ઘારિયા દ્વારા ગવાયેલ અને સંગીતબધ્ધ ગીતે શબ્દસ્પર્ધાનાં આયોજનનાં હેતુ અને રમવાનો પ્રકાર સુંદર રીતે સમજાવ્યો.

અતુલભાઇ કોઠારીએ આપેલ “સત્યનાં પ્રયોગો” માંથી ૫૦૦ શબ્દો શોધવા માટે પ્રવિણા કડકિયાએ બીડું ઉઠાવ્યું અને બે દિવસમાં તે કાર્ય વિજયભાઇને પહોંચાડ્યું. હવે  તેના અર્થ શોધી વિશાલને આપવા માટે ટાઇપીંગ જાણતા દેવિકાબેન ધ્રુવ, શૈલાબેન મુન્શા. પ્રવિણાબેન કડકીયા અને વિજયભાઇએ ‘ભગવદ ગો મંડળ’ તથા બીજા શબ્દકોષોનો ઉપયોગ કરી શબ્દસ્પર્ધાનું મૂળ ભાથુ વિશાલ પાસે પહોંચડ્યું.

વિશાલે જરૂરી સર્વ નિયમોને સાંકળી વિશિષ્ટ કોમ્પ્યુટર પ્રોગ્રામ બનાવ્યો જેનો પ્રયોગ ૧૦૦મી બેઠકમાં થયો અને તે સમયે મળેલા સુચનો અને તકનીકી તકલીફો દુર કરીને શબ્દ સ્પર્ધા નો સોફ્ટ્વેર તૈયાર કર્યો.

સત્યમ શિવમ અને સુંદરમ એમ ૩ ટુકડીઓ રચાઇ અને પ્રવિણાબેન પાસે આવેલા પ્રથમ ૯  નામોને સ્ટેજ પર આવવા પ્રશાંત મુન્શાએ આમંત્રણ આપ્યું

સત્યમ ટુકડીનાં નીખિલ મહેતા, શૈલા મુન્શા અને મનોજ મહેતા

શિવમ ટુકડીનાં દેવિકા ધ્રુવ, રસેશ દલાલ અને રીટા કોઠારી

સુંદરમ ટુકડીનાં પ્રવિણા કડકીયા, હેમાબેન પટેલ અને રિધ્ધિ દેસાઇ

વિજયભાઇએ શબ્દસ્પર્ધાનાં નિયમો સમજાવ્યા અને તે મુજબ દરેક પ્રતિસ્પર્ધી એ દોર એકમાં દસ શબ્દોનાં અર્થ આપવાનાં હતા અને જે સાચો પડે તેને એક ગુણ મળે અને ખોટા અર્થનાં ગુણ ના મળે તેમ સમજાવ્યું. સુમનભાઇ અજમેરી જેઓ નિર્ણાયક બનવાનાં હતા તેઓ ન આવતા તે કામ કાંતિભાઇ શાહને સોંપાયું.

નિર્ણાયક શ્રી કાંતિભાઇ શાહ વિજયભાઇ, પ્રશાંત મુન્શા અને વિશાલ મોણપરા સ્ટેજ સજાવતા

વિશાલ કોમ્પ્યુટર દ્વારા શબ્દ આપતો હતો જે વિજયભાઇ સ્પર્ધકોને આપતા હતાઅને શ્રોતાઓ તેને પાછળ પડદા ઉપર જોતા હતા

૫ સેકંડ બાદ તેના અર્થો પણ પડદા પર આવતા હતા. જેમના અર્થો ખોટા પડતા હતા ત્યારે કોમ્પ્યુટર કાચ તુટતો હોય તેવો અવાજ પેદા કરતું હતું. પ્રથમ દોર ૧૫ મીનીટમાં પૂરો થયો. ઘણા શબ્દોનાં અર્થો અંગ્રેજીમાં તરત આવતા હતા જ્યારે કવચિત ખોટા અર્થ ઘટનો એ શ્રોતાઓને જ્ઞાન સાથે ગમ્મત પુરી પાડી.

શબ્દ સ્પર્ધાની રોમાંચક ક્ષણોમાં સ્પર્ધકો

બીજા દોર શરુ કરતા પહેલા કાંતીભાઇએ ત્રણે ટુકડીમાંથી ઓછા ગુણ ધરાવતા પ્રતિસ્પર્ધકોને જવાનું હતુ. તે ત્રણ પ્રતિસ્પર્ધકોનાં નામ નિર્ણાયક શ્રી કાંતિભાઇ એ આપ્યા અને  તેમને રમતમાંથી દુર કર્યા. હવેના દોરમા દરેક સ્પર્ધકોને ૫ શબ્દો મળવાનાં હતા અને પુછાયેલ શબ્દોનાં બે અર્થ આપવાનાં હતા.વિજયભઇએ સ્પર્ધકોને ખાતરી આપી હતી કે પ્રથમ દોરના  એકેય શબ્દ ફરીથી નહીં પુછાય.

સાત મીનીટ ચાલેલ આ દોરમાં એક શબ્દનાં બીજા અર્થમાં તકલીફ પડતી હતી અને સમય પણ અગત્યનો હતો.

કાંતીભાઇએ ફરીથી ત્રણેય ટુકડીમાંથી ઓછા ગુણ આવેલા નામો જાહેર કર્યા જેઓ સ્પર્ધામાંથી દુર થયા.

ત્રીજા દોરમાં ત્રણ પ્રતિસ્પર્ધક હતા અને તેઓ પ્રથમ, દ્વીતિય અને તૃતિય સ્થાન માટે સ્પર્ધા કરતા હતા. જો બે જણ નાં સરખા ગુણ આવે તો તે સમયે અપાયેલા શબ્દ ઉપર બે લીટીનું કાવ્ય કે મુક્તક રજુ કરવાની કડક શરત સ્પર્ધકોમાં ધ્રાસકો પાડી ગઇ અને શ્રોતાઓને ઉત્તેજના અપાવી ગઈ. દેવિકાબેન ધ્રુવ ત્રણે શબ્દોનાં જવાબ આપી પ્રથમ વિજેતા બન્યા જ્યારે શૈલા મુન્શા અને રિધ્ધિબેન દેસાઇ વચ્ચે નંબર બે અને ત્રણ સ્થાન માટે કાવ્ય સર્જન પ્રક્રિયા થઇ જેમાં શૈલાબેન દ્વીતિય અને રિધ્ધિબેન તૃતિય આવ્યા.

આ રમત ખૂબ રસપ્રદ બની રહી. સમયની મર્યાદાને લક્ષમા રાખી ખૂબ સુંદર તેનું આયોજન હતું .રમત રમનારને તથા જોનારને સરખો આનંદ પ્રાપ્ત થયો.  શબ્દાક્ષરી રમત ગુજરાતી ભાષાને રસપ્રદ બનાવવામાં સફળ  નિવડી.

આ સ્પર્ધા કોઈ પણ ઉંમરનાને ધ્યાનમા રાખી રમી શકાય તેવી સરળ છે. નાના અમેરિકામા જન્મેલા બાળકો પણ માણી શકે તેમજ ૬૦ વર્ષની ઉપરના આપણા વડીલો પણ તેની લહેજત માણે  તેવી સુંદર રીતે વિશાલે તેને કમપ્યુટર પર બનાવી છે. ગુજરાતી શબ્દ સ્પર્ધાનો પ્રયોગ ગુજરાતી સાહિત્ય સરિતાનાં માધ્યમથી મુકાયો અને સૌએ તેને માણ્યો તે બદલ વિશાલભાઇ, વિજયભાઇને તથા શબ્દ સ્પર્ધાનાં સ્પર્ધકોને સૌએ  બીરદાવ્યા.

છેલ્લે આભારદર્શન માટે રજુ થયેલ પાવર પોઇંટમાં ગુજરાતી સાહિત્ય સરિતાનું પ્રચલીત સુત્ર દર્શાવ્યુ.

એક વ્યક્તિનું આ કામ નથી..સમુહનું જુઓ આ શુભ પરિણામ..

વિશાલ મોણપરાએ તેમનો પ્રોગ્રામ જનહીતાર્થે www.shabdaspardha.gujaraateesahityasarita.org ઉપર નિઃશુલ્ક મુક્યો છે. અહીં ક્લીક કરવાથી આપને આ પ્રોગ્રામ મળી શકશે. ગુજરાતી ઉપરાંત વિશાલે અન્ય ૮ ભારતીય ભાષા માટે શબ્દ સ્પર્ધાનો પ્રોગ્રામ તૈયાર કરેલ છે

ગુજરાતી શબ્દ સ્પર્ધાનો પ્રથમ પ્રયોગ નાના ભુલકાઓ માટે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદીર – હ્યુસ્ટન નાં સંતોએ કરેલો જે વિચારને વટવૃક્ષ બનાવવા ગુજરાતી સાહિત્ય સરિતા કટીબધ્ધ બની અને તે આજે સ્ટેજ ઉપર રજુ કરી એક નવી પ્રયોગાત્મક અને સરળ ગુજરાતી સાહિત્ય સંચાર,પ્રસાર અને સંવર્ધનનાં પ્રયાસોમાં આગેવાની લીધી. વિશાલભાઇ અને વિજયભાઇનાં કૌશલ્ય હેઠળ સૌ સભ્યોનો  શત શત અભાર અને આનંદ  હું  વિશિષ્ટ રીતે  વ્યક્ત કરીશ.

અહેવાલઃ પ્રવિણા કડકીયા.

Read Full Post »