Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for જૂન, 2007

picture-in-scrap.jpg 

ઝરમર ઝરમર નીરની ધારે,
        વાદળઘેરી કાલની સાંજે,
સાહિત્યની સરિતાને કાંઠે,
        મચી પડ્યાં અમે સમયની વાતે.
હાથમાં લઈને સમયની પીંછી,
             દોર્યા કોઇકે જૂના ચિત્રો,
પ્રાચીન ને અર્વાચીન કેવી,
             કંડારી કૃતિઓ સમયની મિત્રો;
કોઇકે જઇને સ્મૃતિને દ્વારે ,
             રચનાઓ મનભાવન વાંચી,
વળી કોઇકે સમયની સાથે ,
             ખોતરી વાતો મનની ત્યારે.
વ્હેતી ચાલી ક્ષણો સમયની,
        ઢળતી ગઇ એમ પળો સમયની,
સમાઇ યુગમાં હર ઘડી સમયની,
        ઝુલશે ઝરુખે આ યાદો સમયની.

દેવિકાબેન ધ્રુવ

Read Full Post »

માતૃભાષાનું દેવુ (4) વિજય શાહ

શુભ ચિંતક મિત્ર અને માતૃભાષાનાં રખેવાળ જેવા વાચક મિત્ર શ્રી મહેન્દ્ર પંચાલે ચીંધેલ દરેક ક્ષતિઓ ને સુધારી માતૃભાષાનું દેવુ (2) ફરી મુક્યો છે. તેમનો આભાર કે તેમણે તે ક્ષતિઓ તરફ ધ્યાન દોર્યુ.

તેમનો એક વધુ પ્રશ્ન હતો અને તે એક હ્ર્સ્વ ઉ અને દીર્ઘ ઇ નાં ઉપયોગ વિષે મારા વિચારો શું છે તે વિષયે આ શ્રેણીમાં ઉલ્લેખ કરવો.

મને આ એક પ્રકારની મમત લાગે છે. હું આ વિષય ઉપર જે વિધ્વાનો નાં મત છે તેની સાથે ન હોવાની મારી વાતને બહુ મહત્વ નથી આપતો કારણ કે દરેક્ને પોતાનો મત હોઇ શકે અને તે સાચો છે તેવો ભ્રમ તેઓને સેવવો હોય તો તેઓ તે ભલે સેવે. તે મમત સગવડીયા છે તેવુ તો હું જરુર માનીશ. બાળકોને સગવડ મળે તે હેતુ થી જોડણીમાં ધરખમ ફેર પાડવા તે મિત્રો “પિતા” અને “પીતા” કે “દિન” અને “દીન” કે “પતિ” અને “પતી” વચ્ચે જે ભાષાકીય ભીન્નતા છે તેને ભુલી જઇ ભુલકાની યાદ શક્તિ ઉપર જોર ન પડે… અને તેમ કરતા વડીલો તરીકે અમારે પણ ફરી ગુજરાતી ન શીખવુ પડે તેવી સગવડીયા વૃત્તિથી તેનો પ્રચાર કરે છે અને હવે એવો પણ પ્રયત્ન છે કે અનુસ્વારની પણ શું જરુર છે… (વધુ…)

Read Full Post »

 We all must have heard of ABCD = American Born Confused Desi…But How about an ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ

American Born Confused Desi, Emigrated From Gujarat, Housed In
Jersey, Keeping Lotsa Motels, Named Omkarnath Patel, Quickly Reached Success Through Underhanded Vicious Ways, Xenophobic Yet Zestful !! (વધુ…)

Read Full Post »

માતૃભાષની સ્થિતિ સારી નથી- સુમન શાહ-2

માતૃભાષાની સ્થિતિ સારી નથી-સુમન શાહ-1

જે લેખે મને આ શ્રેણી લખવા પ્રેર્યો તે લેખ મુ કિશોર દેસાઇનાં આશિર્વચન અને સંમતિ થી અત્રે મુકું છું
સાથે સાથે શ્રી જય ભટ્ટનાં વિચારો અમેરિકામાં જે ગુજરાતીનું અમેરિકન સ્વરુપ્ જોઇ દેખાયા છે તે અહીં મુકું છું.

એ ક્દાચ સાચું હોઈ શકે કે અહીં મોટાં થતાં બાળકો ને ગુજરાતી ભાષા માટે આપણને જેટલો લગાવ છે તેટલો એમને ક્દાચ ન હોય,અને તેઓ ધીમે ધીમે ગુજરાતી ક્દાચ ભુલી પણ જાય. આ વસ્તુ મેઁ પ્રત્યક્ષ જોઈ છે. પણ સાથે સાથે નવાં ગુજરાતીઓ પણ દર વર્ષે અહીં આવી રહ્યા છે. ગુજરાત અને મુંબઈમાં ગુજરાતી શાળાઓ બંધ થવા માંડી છે. અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો આગ્રહ, માતા-પિતા પણ ફટાફટ બોલતાં અંગ્રેજી બાળકોને જોઈ ગર્વ અનુભવે. ઘણી વખત માતા-પિતા બાળકોને કહેતાં થાકે કારણકે બધાં જ અંગ્રેજીમાં બોલતાં બાળકો વચ્ચે પોતે કદાચ જૂનવાણી લાગે એ બીકે. ઝી ગુજરાતી પર ‘પાર્થિવ ગોહિલ’ સંચાલિત ‘સા રે ગ મ’ કાર્યક્રમ આવતો તે પણ હવે બંધ થઈ ગયો છે. હિંદી ‘સા રે ગ મ’ બધાં પૂરજોષથી નિહાળે છે. અહીં અમેરિકાના પૂર્વના રાજ્યોમાં તુષાર શુક્લ સંચાલિત ‘મહેફિલ’ પ્રોગ્રામ આવે છે ત્યારે જ હિંદીમાં ‘સા રે ગ મ’ આવે છે. આપણાં ગુજરાતીઓમાંથી કેટલાં સા રે ગ મ છોડીને ‘મહેફિલ’નો રસ પીશે? ‘અંગેજી’, ‘હિંદી’ કે ‘ગુજરાતી’ ભાષા વચ્ચેનો આ વિવાદ નથી. માત્ર મારૂં કહેવું એટલું જ છે કે ગુજરાતી ભાષાનું સહ-અસ્તિત્વ હોવું બહુ જ જરૂરી છે. ગુજરાતી સાહિત્ય રૂપાંતર સ્વરૂપે બીજી ભાષાઓમાં પણ આવે એ અત્યંત જરૂરી છે.
દરેક ભાષા એ દેશની સંસ્કૃતિને જીવાડે છે.
ગુજરાતની શાળાઓમાં શિક્ષકો એ સહિયારાં બ્લોગ બનાવવાનું વિધાર્થિઓને પ્રોત્સાહન આપવું જરૂરી છે. ચર્ચાત્મક બ્લોગ્સ ગુજરાતી ઉપરાંત સર્જનાત્મક વિચારોને બહાર લાવશે. અંગ્રેજી માધ્યમ ની શાળાઓમાં એક ગુજરાતી વિષય રાખવો. અહીં અમેરિકામાં આવ્યા પછી ગુજરાતી ભાષા પ્રત્યેનું મારું ખેંચાણ વધ્યું. ગુજરાતી પુસ્તકો પણ્ અહીં વાંચવા મળ્યાં. ગુજરાત રાજ્યની પોતાની જ ઘણી ગુજરાતી વેબ સાઈટ્સ દેખાવા માંડી છે. મારાં વ્યક્તિગત રસ ને લીધે આ વિષય પર સમય મળ્યે મારી શોધ ખોળ ચાલુ છે. બધાં ગુજરાતી સામયિકો કે સમાચારપત્રો ગુજરાતી સર્ચ એઁજિનોમાં ‘Index’ક્યાર થી થશે? આ શક્ય થશે ત્યારે ગુજરાતી ભાષા વધુ વ્યાપક બનશે. ગુજરાતી ભાષાના પ્રેમીઓ પોતાનો ‘પ્રેમ’ વધુ ઉત્ક્ટ બનાવી આ દિશામાં આગળ વધી સંપાદકોને જાણકાર બનાવે.

ગુજરાતી સારસ્વત પરિચય પર ‘વેબ પર જાણો અને માણો’ http://sureshbjani.wordpress.com/web_info/ નો વિભાગ પૂ. સુરેશદાદા અને પૂ. જુગલકાકામાંથી પ્રેરણા લઈ શરૂ કર્યો. આ વિભાગમાં ગુજરાતી ભાષામાં પ્રકાશિત થતી માહીતિ કે ગુજરાતી ભાષાને લગતી માહીતિ આપવનો યથાયોગ્ય પ્રયત્ન કર્યો છે. ગુજરાતી ભાષાને જીવતદાન આપવા માટે સંયુક્ત પ્રયત્ન કરવાનો સમય આવી ગયો છે. ભાષાનું ભાવિ ઘણું જ ધૂંધળું લાગે છે. આપણે બધાં જ સાથે મળીને પ્રયત્ન કરીશું તો જરૂર સફળ થઈશું જ.

જરૂર છે સહકાર, સમન્વય, હકારાત્મક અભિગમ, ત્યાગ (આપણાં વ્યક્તિગત સમયમાંથી થોડો સમય કાઢી )

જય ભટ્ટ સારા લેખક અને સંશોધન કર્તા છે જેઓ ગુજરાતીને જીવંત રાખવાનાં આ પ્રયાસોનો એક ભાગ છે તે જ્યારે તેમની વેબ સાઇટ http://www.bansinaad.wordpress.com જોશો ત્યારે સમજાશે… જયભાઇની જેમ દરેક ગુજરાતી ભાષાનાં ચાહક અને ચિંતક્ને આ મંચ ઉપર આમંત્રણ છે.

Read Full Post »

ગાંધીજી એમ સ્પષ્ટપણે માનતા હતા કે ગુજરાતી શબ્દોની જોડણી અંગે જે અરાજકતા પ્રવર્તે છે તેવી અરાજકતા મરાઠી,બંગાળી,તામીલ કે ઉર્દૂમાં નથી. યુરોપની પણ કોઇ ભાષામાં નથી. જે ભાષાની જોડણી બંધાઈ ન હોય તે ભાષાના બોલનારા જંગલી ( પછાત) ન કહેવાય તો શું કહેવાય? મનુષ્ય જેમ આગળ વધે તેમ તેની ભાષા વધે જ છે. નબળી ભાષા બોલનાર પછાત કે અભણ કહેવાય તે તો સાવ સીધુ પરિમાણ છે.
ગુજરાતી લેખકોને પોતાની ભાષાની શુધ્ધિ વિશે એટલો ગર્વ રહેવો જોઈએ જેટલો અંગ્રેજોને પોતાની ભાષા વિષે હોય છે અને તેથી જે સાચો શબ્દ ન લખી શકે તેને તે માન ની નજરે નથી જોતો. અંગ્રેજોને જવા દઈએ અત્યારે અંગ્રેજી શાળાઓમાં અંગ્રેજી શબ્દોની જોડણી ઉપર જેટલો ભાર દેવાય છે તેટલો ગુજરાતી ભાષા માટે લેવાય છે ખરો? (વધુ…)

Read Full Post »

રાષ્ટ્રપિતા ગાંધીજીએ જોડણી કોશની પહેલી આવૃતિ બહાર પડી ત્યારે ઇ.સ. 1929માં લખ્યુ હતુ કે નાક વિનાનું મનુષ્ય જેમ શોભે નહિ,તેમ જોડણી વિનાની ભાષાનું સમજવું. આગળ જતા તેઓ લખે છે જે ગુજરાતીને ભાષાનો પ્રેમ છે, જે શુધ્ધ ભાષા લખવા ઇચ્છે છે, અથવા જે રાષ્ટ્રીય હિલચાલમાં ગૃંથાયેલ અસંખ્ય ગુજરાતીઓ લખવા માગે તે જોડણીનો સ્વીકાર કરવા ઇચ્છતા હોય તે બધાએ જોડણીકોશ મેળવી લેવો ઘટે.

પોતે સારા લેખક હોવા છતા તેમનુ એક વાક્ય જે વિનયપુર્વક અને નમ્રતાથી લખ્યુ હતુ કે જોડણી ખરી કે ખોટી તે વિવાદમાં જવાને બદલે ઠીક ઠીક ગુજરાતી જાણનારા વ્યાકરણ શુધ્ધ ગુજરાતી લખવાનો પ્રયત્ન કરનારની કલમે થી જે જોડણી ઉતરી તે ખરી કહીને તે સમયનાં ગુજરાતી જોડણીનાં વિચાર વંટોળને શમાવવાનો અલ્પકાલીન પ્રયત્ન કર્યો. (વધુ…)

Read Full Post »

લાગણીઓથી ભરેલ હું મુઇ!
કંઇ કેટકેટલી રીતે તમને સમજાવુ રે!
કે કાન તમે સાવ સીધા સરળ છો.

તમને તો છેતરે છે આખુ ગામ
તેથી થાયે મને આખા ગામ ની લ્હાય રે..
કે કાન તમે સાવ સીધા સરળ છો.

તમે હસો તે મોહિની વીણી જાયે પેલી ગોપિયો
ને મને થાય મારો કુબેરભંડાર લુંટાણો રે!
કે કાન તમે સાવ સીધા સરળ છો.

કેમ રે કહું કાન તમે થૈને રહો મારા રે
ના વહેંચાવો ગામ વટ અને વહેવારમાં રે!
કે કાન તમે સાવ સીધા સરળ છો.

દલડુ દીધુ અને આ આયખુ વહેતું
તેથી સૌથી પહેલો પ્રીત્યુનો છે હક્ક મારો રે!
કે કાન તમે સાવ સીધા સરળ છો.

*****

ડો. મયુર કાપડીયાએ( ભરુચ) આ ચિત્રને અનુલક્ષીને તેમના ઇ-મેલ ખજાનામાંથી આ ઇ મેલ મોકલી છે.

Difference between boys and girls when getting cash from an ATM

Boys:
1- Drive to the bank, park, go to the Cash Dispenser
2- Insert card
3- Dial code and desired amount
4-Take the cash and the card

Girls:
1-Drive to the bank
2-Check make-up in the mirror
3- Apply perfume
4- Manually check haircut
5- Park car – failure
6- Park car – failure
7- Park car – success
8- Search for the card in the handbag
9- Insert card, rejected by the machine
10- Throw phone card back in handbag
11- look for bank card
12- Insert card
13- Look for piece of paper where secret code is written in
handbag
14- Enter code
15-Study instructions for 2 minutes
16- #Cancel#
17- Re-enter code
18- #Cancel#
19- Call boyfriend to get correct code
20- Enter desired amount
21- #Error#
22- Enter bigger amount
23- #Error#
24- Enter maximum amount
25- Cross fingers
26- Take cash
27- Go back to the car
28- Check make-up in rear mirror
29- Look for keys in handbag
30- Start car
31- Drive 50 meters
32- STOP
33- Drive back to bank machine
34- Go out of the car
35- Take card back from machine
36- Go back to the car
37- Throw card on passenger seat
38- Check make-up in rear mirror
39- Manually check haircut
40- Go into roundabout – wrong way
41- BREAK
42- Go into roundabout – right way
43- Drive 5 kilometers
44- Remove hand break

Read Full Post »