Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for મે, 2007

નવીનભાઈ ની ૬૫ મી વષૅગાઠે
અપૅણ .

*******************************

નવીનભાઈ   તમે  નવીન છો.
 નવીનભાઈ  તમે યુવાન  છો.
 નવીનભાઈ તમે ગુલાબી  છો.
 નવીનભાઈ તમે  લેખક   છો.
નવીનભાઈ તમે  પત્રકાર  છો.
નવીનભાઈ તમે  વક્તા   છો.
નવીનભાઈ તમે સંગીત પ્રેમી છો.
નવીનભાઈ તમે  રંગીલા   છો.
નવીનભાઈ તમે  રમતિયાળ છો.
નવીનભાઈ તમે  ગંભીર    છો.
નવીનભાઈ તમે   નીખાલસ છો.
નવીનભાઈ તમે  ઉદાર  છો.
નવીનભાઈ તમે  વૌષણવ  છો.
નવીનભાઈ તમે  આદૅશ પતિ છો.

ચલો બધી વાત ઘેર ગઈ,
ખરી  વાત તો એ છે કે,
નવીનભાઈ તમે  એક મજાના માણસ છો.

શુભેચ્છા સહ ,
રસેશ દલાલ્

Read Full Post »

 410.jpg

 મારે  કોઈ   ઉત્તરો આપવા નથી
મારે તો બસ પ્રશ્નો ઊભા કરવા છે.

વિગત, સાંપ્રત,અનાગત શું છે ?
સમયના ચહેરા પાછળનો કાળ
ક્યાં લપાયો છે ?

મ્રુત્યુ તરફ ગતિ કરતું જીવન ક્યાં વહી જાય છે ?
શરીરને છોડી જતા જીવની
ગતિ છે કે સદગતિ છે કે સમાપ્તિ ?

માતા-પિતાએ આપેલા જૈવિક વારસાએ મને ઘડ્યો છે
કે તેમનો સંસ્કાર-વારસો મારામાં પડ્યો છે
કે આસ-પાસના પરિવેશે મને સજર્યો છે ?

તમે જ જજ છો
તમે જ  જ્યુરી
આપો ચુકાદો
કે ગિલ્ટી કે નૉટ ગિલ્ટી ?

મારે કોઈ ઉત્તર આપવા નથી
મારે તો બસ પ્રશ્નો પૂછવા છે..
પ્રશ્નો..પ્રશ્નો..પ્રશ્નો..

મહેશ મા. દવેઃ (૨૭-૦૯-૧૯૩૨)- જન્મ લીમડી પાસેના ભલગામડામાં.
  શિક્ષણા મુંબઈમાં. વસવાટા અમદાવાદમાં. વકીલ, અધ્યાપક, કોલેજના
    આચાર્ય અને નિવ્રુત ન્યાયધીશ, કવુ, નવલકથાકાર, વાર્તાકાર, જીવનકથાના
   આલેખ અને અનુવાદક. ‘ઈમેજ’ની અમદાવાદ ઓફિસના કાર્યનિમાયક. ‘કોરે કાગળ’
  “સહી’ કાવ્ય-સંગ્રહ’.

Read Full Post »